________________
કહેવાય છે. નિશ્ચયથી આત્મા એ જ જ્ઞાન છે. વ્યવહાર ભેદ બતાવે છે, નિશ્ચય અભેદ બતાવે છે.
આત્માનો પ્રકાશ એટલે તેમાં જે સંબંધ બતાવ્યો છે તે તેનું ભેદ સ્વરૂપ જણાવ્યું છે, પણ આત્મા પોતે જ્ઞાન પ્રકાશરૂપ છે અર્થાતું, આત્માનું પોતાનું રૂપ કેવું છે ? જ્ઞાન સ્વરૂપ છે. અહીં આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી આત્મા અને જ્ઞાનની અભિન્નતા જણાવે છે.
આવા જ્ઞાન સ્વરૂપ આત્માને પ્રગટ કરવા તેને ઓળખવો તે ઓળખવા માટેનો દિવસ છે જ્ઞાનપંચમી. આત્માને ઓળખવા માટે શ્રુતનું આલંબન લેવાનું છે. તેનું વિશેષ આરાધન જ્ઞાનપંચમીના દિવસે કરવાનું છે માટે તે પંચમીને શ્રુતપંચમી પણ કહેવાય છે.
સંયમ ૧
મા.શુ. ૧૦, ૨૦૪૮, શંખેશ્વર સંયમ એટલે મન-વચન-કાયાનો કાબૂ. તેનું ફળ આત્માનો કાબૂ. મન-વચન-કાયા એ ત્રણે યોગનું નિયંત્રણ કરવા માટે સર્વ વિરતિ ધર્મ સ્વીકારવો પડે છે. જયાં પાપનો વિરામ નથી ત્યાં યોગોનું નિયંત્રણ નથી. પાપના વિરામ રૂ૫ અભ્યાસ દ્વારા યોગો કાબૂમાં આવે છે. કારણ કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો રસ એ જ પાપ છે. પાંચ ઈન્દ્રિયો એ કાય યોગમાં સમાવેશ પામે છે. તે ઈન્દ્રિયો પાંચ વિષયો (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ)નું જ્ઞાન કરવા માટેનું સાધન છે. પણ મોહને આધીન બનેલા આત્માની પ્રેરણાથી મનમાંથી વિકલ્પો ઊઠે છે કે આ સારું છે, આ ખોટું છે. વચન પણ તેને યોગ્ય કાર્ય કરે છે અને આત્મા સુખ દુઃખનો અનુભવ કરે છે. આ સુખાભાસ, દુઃખાભાસમાંથી છૂટવા માટે અને તેને ઓળખીને આત્માના સુખને પામવા માટે ત્રણે યોગોના નિયંત્રણનો અભ્યાસ જરૂરી છે તે સર્વ વિરતિ ધર્મ સ્વીકારવાથી થાય છે કેમકે વિરતિ ધર્મમાં પાપથી વિરામ પામવાનું છે. સંયમ સ્વીકારીએ એટલે કાયયોગથી પ્રથમ પાંચે પાપ છૂટી જાય છે. કાયાથી છૂટેલા પાપ મન અને વચનને કાબૂમાં રહેવા પ્રેરણા આપે છે અને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રસ લેતું મન નીરસ બને છે ત્યારે આત્મા પાંચે વિષયોનું કેવળ જ્ઞાન જ કરે છે અથવું, પાંચે ઈન્દ્રિયો દ્વારા વિષયોને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોતો અને જાણતો રહે છે.
સંયમ એટલે વિષયો અને કષાયો પર મન-વચન-કાયાનો કાબૂ મેળવવો.
સંયમ ગ્રહણ કરવાથી કાયા ઉપરનો કાબૂ અમુક પ્રમાણમાં આવી જાય છે પરંતુ મન અતિ દુર્જય છે તે માટે જ સંયમનાં અનુષ્ઠાનો છે. તે અનુષ્ઠાનોમાં ચિત્ત જોડવાથી મનને તેમાં સ્થિર થવું પડે છે. તે અનુષ્ઠાનોમાં મુખ્યત્વે બાર પ્રકારનો તપ છે. તેમાં છ પ્રકારના બાહ્ય તપ વચન અને કાય યોગના જય માટે છે. અત્યંતર તપ મનોજય માટે છે. કાય યોગના જયમાં પણ વિશેષ રસેન્દ્રિયનો જય ઘણો કઠિન છે, માટે છ પ્રકાર બાહ્યના છે તેમાં ચાર તો રસનાના વિજય માટે છે. અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ અને કાયકલેશ કષ્ટ સહન કરવાના કાયાના અભ્યાસ માટે છે જો સહન કરવાનો અભ્યાસ ન હોય તો શરીરમાં જ રહેલું મન ખળભળી ઊઠે છે અને અત્યંતર તપમાં સ્થિરતા પામી
સાધકનો અંતર્નાદ
71
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org