________________
શોક કર્મના સંબંધથી છે, માટે પર જન્ય છે.
ઔદાસીન્ય ભાવમાં મધુરતાનો આસ્વાદ આવે છે તેનું કારણ તેટલો સમય જગતના પદાર્થો સાથેનો સંબંધ છૂટી જાય છે. ચિત્તવૃત્તિ નિષ્ક્રિય બની જાય છે. સર્વ વસ્તુઓમાં સમાનતાવાળું ચિત્ત બની જવાથી સ્થિરતાને ધારણ કરે છે. ઔદાસીન્યમાં ચિત્તની લગભગ શૂન્યાવસ્થા હોય છે. વિકલ્પોના તરંગો શાંત થઈ ગયા હોય છે. નિસ્તરંગ ચિત્તનો લય થઈ જાય છે ત્યારે આત્માની સંપૂર્ણ જાગ્રત અવસ્થા થવાથી સ્વમાં સ્થિર થઈ તેમાં રહી શકે છે.
ઉદાસીનતા એ જ્ઞાન ગુણની જેમ એક અદ્ભુત ગુણ છે. તે ચારિત્ર ગુણને પ્રગટાવવામાં સદા તત્પર છે. ઔદાસીન્યભાવ એ આત્મામાં રહેલી અદ્ભુત શક્તિ છે. જ્ઞાયકભાવ જેમ જ્ઞાન ગુણને પ્રગટાવે છે તેમ ઔદાસીન્ય ભાવ ચારિત્ર ગુણને પ્રગટાવે છે. શાયકભાવ જેમ જ્ઞાન સ્વરૂપ છે તેમ ઔદાસીન્યભાવ એ આનંદ સ્વરૂપ છે.
જ્ઞાનથી આત્મા જાણે છે.
આનંદને આત્મા ભોગવે છે.
૧૩. આત્માને જગત સાથે સંબંધ
પો.વ. ૮, સં. ૨૦૪૮, શેરીસા
જગત ષટ્ દ્રવ્યાત્મક છે. આપણા આત્માને જગત સાથે પણ્ દ્રવ્યનો સંબંધ છે. તેમાં ધર્માસ્તિકાયાદિ ત્રણ અને કાળ સાથે સંબંધ છે પણ તે પરોક્ષ છે. જીવ અને પુદ્ગલ સાથે સંબંધ છે તે દેખાય છે માટે પ્રત્યક્ષ છે. જે પરોક્ષ સંબંધ છે તે દેખાતો નથી પણ ગતિ, સ્થિતિ, અવગાહન થવાથી અનુભવાય છે.
જીવને પુદ્ગલ સાથે સંબંધ અનાદિ કાળથી છે. જીવ કર્મથી પ્રેરાયેલો ઔદારિક આદિ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે અર્થાત્, જીવ પુદ્ગલોને લે છે અને છોડી દે છે. આ રીતે નિરંતર ઔદારિક, તૈજસ, કર્મણ પુદ્ગલોના સંબંધમાં તે આવેલો છે (રહેલો છે). વળી તે શરીરરૂપે રહેલા પુદ્ગલના રખોપા માટે આહારાદિ, જલ, ઉપધિ આદિ જે પુદ્ગલ સ્વરૂપ છે તેના સંબંધમાં પણ તે આવે છે. આ બધા સંબંધમાં કોઈ તેનું (આત્માનું) નથી. ફકત સંયોગ (સંબંધ)માં આવેલ છે. પોતાને તો આમાંનું કાંઈ ખપતું નથી પણ તેની પાડોશમાં રહેલા કર્મની પ્રેરણાથી ગ્રહણ કરે છે. છતાં પોતે (આત્મા) જીવનનો સઘળો સમય અને પુરુષાર્થ તથા બુદ્ધિ જે પોતાની મૂડી (જ્ઞાન શક્તિ, વીર્ય શક્તિ)છે તે તેમાં (પુદ્ગલરૂપ આહારાદિ, ઉપધિ આદિ જે ફકત ઔદારિક શરીરના રખોપા માટે સંગ્રહ્યા હતા તેમાં ખર્ચી નાંખે છે.
ફકત મૂડી જ ખર્ચે છે એટલું નહિ પણ ઝળહળતું સાચું દર્શન અને નિજ રમણતારૂપ ચારિત્ર તેને ઢાંકી દઈને બેઠેલો મોહ આત્માને ભાન ભૂલાવે છે અને આત્માથી પર એવા પુદ્ગલને પોતાનું સ્વરૂપ મનાવે છે. ઔદારિક શરીર આદિ જે પુદ્ગલ સાથે કેવળ કર્મના પ્રેરાયેલા, તેને સંબંધ રાખવો પડયો છે, તે ભૂલી ગયો અને તે સ્વરૂપ બની ગયો હોય તેવું માનીને તેવું જ વર્તન કરવા માંડયું. આ શરીર
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
85
www.jainelibrary.org