________________
કર્મની શક્તિ પાંગળી છે, તે કારણે કર્મનો નાશ કરી આત્મા જીત મેળવી શકે છે.
જો કે શક્તિ અને સ્વભાવ બન્ને અનાદિ કાળથી આત્માની સાથે સહજ છે. છતાં શક્તિ એ આત્માનું સ્વરૂપ છે તે કદી પલટાય નહિ, પલટાય તો એ આત્માનું અસ્તિત્વ કહી શકાય નહિ.
સ્વભાવ મૂળથી પલટાતો નથી અર્થાત્, જ્ઞાન વિગેરેનો નાશ થતો નથી પણ જેમ વાદળો સૂર્યના તેજનો નાશ ન કરી શકે પણ તેના તેજને ઢાંકી દે છે તેમ કર્મ આત્માના ગુણને-સ્વભાવને ઢાંકી શકે છે એ કારણે તે પલટાય છે અર્થાત્, જેમ વાદળ સૂર્યના તેજને આછા કે ઘટ્ટ હોય તે પ્રમાણે પ્રકાશને રોકે છે તેમ કર્મ પણ આછાં કે ગાઢ હોય તે પ્રમાણે આત્માના જ્ઞાન પ્રકાશને રોકે છે.
જ્ઞાયકભાવ એ આત્માની મહાન શક્તિરૂપ મૂડી છે તેના ઉપર જ આત્મા વેપાર કરીને કર્મનાં આવરણોને દૂર હઠાવી જ્ઞાન ગુણને સંપૂર્ણ પ્રગટાવે છે ત્યારે જ્ઞાયક ભાવ અનુભવાય છે. અર્થાત્, આત્મા પોતાની શક્તિ, સ્વરૂપને જોઈ શકે છે, અનુભવી શકે છે.
સ્વરૂપ અને સ્વભાવ ૫ ઔદાસીન્ય ભાવ
વૈ.વ. ૨, સં. ૨૦૪૮
આ ઔદાસીન્ય ભાવ પણ આત્મામાં સહજ છે. ભાવ એ શક્તિ સ્વરૂપ હોય છે. માટે તે આત્માની
અંદર અનાદિ કાળથી પડેલો છે.
જેમ જ્ઞાયકભાવ અને જ્ઞાનને ઓળખવા માટે તેની વહેંચણી કરીને શાયકભાવને દ્રવ્ય સ્વરૂપ ઓળખાવ્યો, જ્ઞાનને ગુણ (પર્યાય) સ્વરૂપ ઓળખાવ્યો જો કે શક્તિ અને સ્વભાવ બન્ને અનાદિ કાળથી આત્માના સહજ જ છે. છતાં શક્તિ અવરાતી નથી. અવરાતી નથી માટે પલટાતી નથી. સ્વભાવ અવરાય છે માટે તેમાં તરતમતા જણાવાથી તે પલટાય છે એમ કહેવાય છે. પરંતુ ગુણનું સ્વરૂપ પલટાતું નથી. આ રીતે દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા કંઈક અંશે છે તે બતાવવા, સમજવા માટેની આ વિચારણા છે.
એ જ રીતે ઔદાસીન્ય ભાવ એ આત્માનું દ્રવ્ય સ્વરૂપ છે કેમકે આ શક્તિ આત્માની સહજ છે અને ઉદાસીનતા એ આત્માનું ગુણ સ્વરૂપ છે. જેમ જ્ઞાન ગુણ અવરાય છે તેમ ઉદાસીનતા પણ અવરાય છે, તે અવરાય છે મોહનીય કર્મથી. (જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મથી જેમ) તેથી સંસારના પદાર્થો પરની અર્થાત્, આત્માથી જે પર વસ્તુ છે તેમાં સદા ઉદાસીન રહેવાના સ્વભાવવાળો આત્મા મોહના ઉદયથી સ્વ (આત્મા) પ્રત્યે ઉદાસીન રહે છે અને પર વસ્તુમાં મૂંઝાય છે. સહજ ઉદાસીનતાથી તો આત્મા પર વસ્તુમાં જરાય લેપાતો નથી અને રાગ-દ્વેષ ઉદ્ભવતા નથી. આ ઔદાસીન્ય ભાવ સ્વરૂપ આત્મદ્રવ્ય (શુદ્ધ)નો યત્કિંચિત્ અનુભવ થાય ત્યારે તે ભાવમાં મધુરતાનો આસ્વાદ આવે છે. જયારે મોહના આવરણથી આ ભાવ જે ગુણ સ્વરૂપ છે તેનો અનુભવ થાય છે ત્યારે કટુતાનો અનુભવ થાય છે. મધુરતા એ આનંદસ્વરૂપ છે, કટુતા એ શોક સ્વરૂપ છે. આ આનંદ આત્મામાંથી ઉદ્ભવેલો છે,
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
84
www.jainelibrary.org