________________
આચરવારૂપ છે.
અહંકાર એ સમ્યગુ જ્ઞાન-દર્શનને આવરે છે. જે પોતે નથી તેને એકાંતે તે સ્વરૂપે માને છે. હું પણાની બુદ્ધિ કરે છે. મમકાર એ સમ્યગું ચારિત્રને આવરે છે. જે પોતાનું નથી તેમાં મારાપણાની બુદ્ધિ કરે છે અને તેમાં રમે છે. તેને ટાળવા માટે ચૈતન્ય સ્વરૂપમાં હું પણાની બુદ્ધિ કરવી અને જ્ઞાનાદિ સ્વભાવમાં ‘મારાપણાની બુદ્ધિ કરવી, તેને ઓળખીને રમણતા કરવી એ જ નિશ્ચયથી રત્નત્રયી છે.
વ્યવહારથી રત્નત્રયીની આરાધના નિશ્ચયથી રત્નત્રયી પ્રગટ કરવા માટે છે. માટે જ અહિંસા, સંયમ અને તપની આરાધના કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન છે. ૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૩
મ.વ. ૭, સં. ૨૦૪૮, સિદ્ધચક્ર અનંત આત્માનું સ્વરૂપ એક છે. તેનાં દર્શન એક ચેતન્ય શક્તિમાં થાય છે. એક ચૈતન્ય શક્તિમાં જ અનંત આત્માનાં દર્શન થઈ જાય છે. કારણ કે તેઓ સ્વરૂપથી ભિન્ન નથી. સ્વરૂપ એટલે આત્માનું પોતાનું રૂપ.
સ્વરૂપ જોવાય છે. સ્વભાવ અનુભવાય છે. અનંત આત્માનો સ્વભાવ સરખો હોવા છતાં એક આત્મા બીજા આત્માના સ્વભાવને અનુભવી શકતો નથી. કારણ કે સ્વભાવ આત્માના અસ્તિત્વને ભિન્ન બતાવે છે. દ્રવ્યો અનંતા છે. શક્તિ એક છે. શક્તિ લક્ષણરૂપ છે અનંતા આત્માઓનું લક્ષણ એક “પયોri r[" જ છે, માટે શક્તિથી દ્રવ્યો એક છે અને સ્વભાવથી દ્રવ્યો ભિન્ન છે. સ્વરૂપ માટે જ સિદ્ધશિલા ઉપર બિરાજમાન અનંત આત્માઓ જ્યોતિમાં જ્યોતિ જેમ મળી જાય તેમ એકાકારતાને પામેલા હોય છે, પરંતુ દરેક સિદ્ધ પરમાત્મા પોત પોતાના સ્વભાવને અનુભવે છે, ભોગવે છે. દરેકના આનંદનો, સુખનો ભોગવટો જુદો જુદો છે.
રૂ૫ બધાનું એક છે અને સ્વભાવ બધાનું અસ્તિત્વ જુદું જુદું છે. માટે એક આત્માને જુઓ કે ઘણા આત્માને જુઓ, એક જ ચૈતન્ય શક્તિનું જ દર્શન થશે. પરંતુ દરેક આત્માનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી પોતાની ગુણ સંપત્તિના ભોગવટામાં સહુ સ્વતંત્ર છે. દરેક આત્માનું જ્ઞાન વિગેરે ગુણો પોતપોતાની માલિકીના છે અને તે જેના હોય તેને જ તેનો અનુભવ હોય છે. આ રીતે દ્રવ્યની શક્તિ એક અર્થાત્, શક્તિથી દ્રવ્યની એકતા, વ્યક્તિથી દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. વ્યક્તિ પર્યાયરૂપ છે. જેને સ્વભાવથી ઓળખીએ છીએ.
૧૨. સ્વરૂપ (શક્તિ ) અને સ્વભાવ ૪
વૈ.શુ. ૧૪, સં. ૨૦૪૮, ભદ્રંકર સ્વાધ્યાય મંદિર આત્માનો જ્ઞાયકભાવ કદી અવરાતો નથી કારણ કે તે આત્માની શક્તિ છે અને જ્ઞાનગુણ અવરાય છે. કારણ કે તે આત્માનો સ્વભાવ છે.
કર્મ શક્તિને ઢાંકી શકતું નથી, સ્વભાવ-ગુણને ઢાંકી શકે છે. માટે જ આત્માની શક્તિ આગળ સાધકનો અંતર્નાદ
83
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org