________________
જયાં જયાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. તે જ્ઞાન જ આત્મ દ્રવ્ય છે એવી પ્રતીતિ કરાવે છે.
પરંતુ સ્વરૂપ એ તો આત્મ દ્રવ્યના કિરણ રૂપ છે. કેમકે તે એટલો બધો તેજસ્વી શક્તિયુક્ત છે કે તેથી સમગ્ર જગતમાં આત્મ દ્રવ્યનું પોતાનું રૂપ ફેલાય છે માટે આત્મ દ્રવ્ય શકિતથી વ્યાપક છે અને વ્યક્તિથી તે દેહ વ્યાપી છે. રૂપ અને દ્રવ્ય અભિન્ન છે છતાં તે પ્રકાશિત હોવાથી સર્વત્ર વ્યાપે છે. માટે જ ચૈતન્યને જ્યોતિ સ્વરૂપ કહ્યું છે.
ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે તેથી તે આત્મામાં શક્તિરૂપે રહેલું છે.
શક્તિ માત્ર, દરેક દ્રવ્યમાં પોત પોતાની રહેલી છે અને તે શક્તિ અને શક્તિમાન અભિન્ન છે છતાં તે શક્તિ એ દ્રવ્યનું સ્વરૂપ પોતાનું રૂપ હોવાથી રૂપનું આભામંડળ હોય છે અને તે તેના પ્રમાણમાં ફેલાયેલું હોય છે. તેમ આત્મ શક્તિ બળવાન અને વિપુલ હોય છે, માટે તેનું આભામંડળ અર્થાતું, તેનું પોતાનું રૂપ વિસ્તૃત રીતે ફેલાય છે અર્થાતું, સમગ્ર જગતમાં (જયાં સુધી ગતિ, સ્થિતિ, અવગાહ શક્તિની સહાય છે ત્યાં સુધી) વ્યાપીને રહે છે.
આ રીતે આત્માના સ્વરૂપનું (ચૈતન્યનું) ધ્યાન કરવાથી આત્મ દ્રવ્યનું ધ્યાન થાય છે અને આત્માના સ્વભાવ (જ્ઞાન)નું ધ્યાન કરવાથી આત્માની શુદ્ધ પર્યાયનું ધ્યાન થાય છે.
સ્વરૂપ અને સ્વભાવ બંને આત્મામાં અભેદતાથી રહેલા છે. છતાં બંનેના સ્વરૂપ જુદા છે સ્વરૂપ તે આત્માની શક્તિ બતાવે છે અને સ્વભાવ એ આત્માનું કાર્ય બતાવે છે.
શક્તિ દ્રવ્યનું પોતાનું રૂપ છે અને જ્ઞાન એ આત્મ દ્રવ્યનું કાર્ય (જાણવાનું) કરે છે. આત્મા જ્ઞાનરૂપ પર્યાયથી જાણે છે.
આત્મા શક્તિરૂપે આત્માનું અસ્તિત્વ બતાવે છે. રૂપથી આત્માની પ્રતીતિ થાય છે. સ્વભાવથી આત્મા ઓળખી શકાય છે.
૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૨
મ.શુ. ૧૩, સં. ૨૦૪૮, જૈન મરચન્ટ સ્વ+રૂપ = આત્માનું રૂપ સ્વ+ભાવ = આત્માનો ભાવ
સ્વરૂપે જોવા માટે છે. સ્વભાવ ઓળખવા માટે છે. આત્માને જોવો હોય તો આત્માનું રૂપ જે ચૈતન્ય છે. તેને જોવા માટે અભ્યાસ કરવો.
આત્માને ઓળખવો હોય, અનુભવવો હોય તો આત્માના સ્વભાવને ઓળખવા માટે પ્રયત્ન કરવો.
સ્વરૂપ તે શક્તિ છે, સ્વભાવ તે વ્યક્તિ છે. સમગ્ર જીવરાશિમાં શિવ છે તે શક્તિથી જોવાય છે. સમગ્ર જીવરાશિમાં ભિન્ન-ભિન્ન આત્મા છે તે વ્યક્તિથી જોવાય છે.
સ્વરૂપ આત્માની ચૈતન્ય શક્તિ બતાવે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org