________________
નમસ્કર્તાનું ઉપાદાન તેમાં રહેલો નમસ્કાર ભાવ તે સર્વ પાપ પ્રણાશક છે. તે નિશ્ચય નય છે.
આ પ્રમાણે વ્યવહાર નથી નમસ્કાર નમસ્કાર્યનો છે, નિશ્ચય નયથી નમસ્કાર નમસ્કર્તાનો છે. કારણ કે વ્યવહારથી નમસ્કારમાં નિમિત્તભૂત નમસ્કાર્ય છે. નમસ્કાર્યના નિમિત્તથી થનારો નમસ્કાર પાપનો પ્રણાશ કરે છે. નિશ્ચય નયથી નમસ્કારમાં ઉપાદાન નમસ્કતની મુખ્યતા છે. માટે નમસ્કતનો નમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરે છે.
“TH: પંઘ નમસ્ટર” અહીં નમસ્કાર્ય પંચ પરમેષ્ઠિ છે. માટે આ પંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર એમ અર્થ કરીએ છીએ.
g: એટલે આ, પંઘ એટલે પાંચ, નમસ્ટાર: એટલે નમસ્કાર. આ નમસ્કાર (પાંચ) નમસ્કતના આત્મામાં રહેલો છે. માટે નમસ્કારનું વિશેષણ : શબ્દ વાપર્યો છે. નજીકમાં જે રહેલું છે તેને બતાવવા માટે ઈદ સર્વનામનો પ્રયોગ કરવામાં આવે છે. આ નમસ્કાર નમસ્કર્તાની અતિ સમીપમાં રહેલો છે માટે નિશ્ચયથી નમસ્કાર નમસ્કર્તાનો છે તેના આત્મામાં જ રહેલો છે. તે નમસ્કાર-નમસ્કર્તાના સર્વ પાપનો પ્રણાશ કરે છે. અર્થાતુ, આ નમસ્કાર સર્વના પાપનો નાશ કરવામાં સમર્થ છે. આ રીતે નમસ્કારનું સામર્થ્ય નમસ્કર્તાના આત્મામાં રહેલું છે. શ્રેણિ ઉપર ચઢેલો આત્મા જગતના સર્વ જીવોનાં કર્મોનો નાશ કરવામાં સમર્થ એવા શુકલ ધ્યાનમાં હોય છે. તે રીતે આત્મગત નમસ્કારની અચિંત્ય શક્તિ છે. માટે નમસ્કર્તાનો નમસ્કાર એ “gણો બંધ નમુવાજો' એ પદથી બતાવ્યો છે. તેનો અર્થ નિશ્ચય નયથી તો એ થયો કે નમસ્કર્તાના આત્મામાં રહેલો નમસ્કાર ભાવ જ સર્વ પાપોનો નાશ કરી શકે છે. તે નમસ્કારના આલંબનભૂત પાંચ પરમેષ્ઠિ છે. માટે વ્યવહાર નથી એ અર્થ થયો કે પંચ પરમેષ્ઠિ (ને કરેલો) નો નમસ્કાર આપણા સર્વ પાપનો નાશ કરે છે કારણ કે પંચ પરમેષ્ટિએ આપણામાં નમસ્કારભાવ જગાડ્યો. નિમિત્તે મળ્યું તો નમસ્કાર ભાવ જાગ્યો અને પાપનો પ્રણાશ થયો માટે નિમિત્તની મુખ્યતાએ, પંચ પરમેષ્ઠિના નમસ્કારે આપણા પાપનો પ્રણાશ કર્યો. ૧૨. સ્વરૂપ અને સ્વભાવ ૧
પો.શુ. ૧૪, સં. ૨૦૪૮, ભોયણી ચૈતન્ય એ દ્રવ્યનું સ્વરૂપ છે. જ્ઞાન એ દ્રવ્યનો સ્વભાવ છે. સ્વ + રૂપ. દ્રવ્યનું પોતાનું રૂપ કેવું છે? ચૈતન્યનું પોતાનું રૂપ એટલે દ્રવ્ય પોતે એ રૂપે છે એટલે કે ચૈતન્યરૂપે છે. જેમ પુલનું પોતાનું રૂ૫ વર્ણ, ગંધ, રસ, સ્પર્શરૂપ છે. એટલે તે રૂપથી આ પુલ છે તેમ ઓળખાય છે. તેમ આ આત્મા છે તે ચૈતન્ય સ્વરૂપથી ઓળખાય છે. દ્રવ્યનું શું રૂપ છે ? ચેતન્ય એ તેનું પોતાનું રૂપ છે. સ્વરૂપ પ્રકાશિત હોય છે તે ચૌદ રાજલોકમાં પ્રકાશે છે. ઝળહળતું એવું ચૈતન્ય સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. સ્વરૂપ એ જગતમાં વ્યાપીને રહેનારું છે અને સ્વભાવ એ દ્રવ્યમાં રહેનારું છે તેથી સ્વભાવ એ દ્રવ્યનું પોતાનું (ભાવ) અસ્તિત્વ દેખાડે છે, કે આ આત્મ દ્રવ્ય છે. આ સ્વભાવ દ્રવ્યમાં જ રહે છે માટે જયાં જયાં આ સ્વભાવ છે ત્યાં ત્યાં આત્મા છે. અર્થાતુ, જયાં જયાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મ દ્રવ્ય છે. અને
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org