________________
કરાવી કર્મબંધ કરાવે છે અને શરણ પદાર્થની વિનાશિતાને લીધે નષ્ટ થાય છે.
વળી સ્વજનાદિ શરણ સ્વાર્થ યુક્ત હોવાથી પણ તે સાચું શરણ બની શકતું નથી. સાચું શરણ એક પરમાર્થવાસિત પરમાત્મા જ આપી શકે છે. કેમકે તેમનામાં સ્વાર્થનો લેશ પણ અંશ નથી. વળી તે કરુણાના ભંડાર, અચિંત્યશક્તિ અને સામર્થ્યવાળા હોવાથી આખા વિશ્વને શરણ આપી શકે છે અને તે પણ પરમાર્થયુક્ત હોવાથી સત્ય શરણદાતા બને છે.
શરણે જવું એટલે શું?
શરણે જવું, એટલે તેના આધારે જીવવું, અર્થાતુ, જીવન સમર્પણ કરવું, જેના શરણે જઈએ તેને જીવન સોંપી દેવું. આપણાં મન, વચન, કાયા ત્રણે યોગ તેમને આધીન રાખવા. તેમને આધીન રાખવા એટલે તેમની આજ્ઞામાં રાખવા. પરમાત્માના આદેશ મુજબ યોગોને પ્રવર્તાવવા.
આ રીતે યોગો પરમાત્માને શરણે રહે એટલે આત્મા અતિ વિનમ્ર બનેલો પરમાત્માનું શરણ લે છે. પરમાત્માના શરણે ગયેલો આત્મા પરમાત્માને સમર્પણ કરી દેવાય છે ત્યારે પરમાત્માથી ભિન્નતાનો અનુભવ થતો નથી.
સાચું શરણ પામે કયારે ?
સંસારનાં બધાં શરણ લેવા છતાં પોતાને અશરણ માને ત્યારે સાચું શરણ એક વિતરાગ પરમાત્માનું છે એમ લાગે અને જયારે સમર્પણભાવથી પરમાત્માનું શરણ જીવ લે છે ત્યારે નિરંતર પરમાત્માનું જ સ્મરણ કરતો તેમાં જ લીન રહે છે. આત્મા અને પરમાત્માનો ભેદભાવ ટળી જાય છે અને જીવ કૃતકૃત્ય બને છે. ૧૧. એસો પંચ નમુક્કારો
પો.શુ.પ્ર. ૧, સં. ૨૦૪૮, શંખેશ્વર સો પંચ નમુક્કારો''-આ પાંચ નમસ્કાર. નમસ્કાર જેને કરીએ છીએ તે નમસ્કાર્ય છે. નમસ્કાર જે કરે છે તે નમસ્કત છે અને નમસ્કાર એ નમસ્કર્તા વડે નમસ્કાર્યને કરાતી ક્રિયા છે.
નમસ્કર્તા કર્મબદ્ધ અવસ્થાવાળો જીવ છે. નમસ્કાર્ય પૂજ્યતાને પામેલા આત્મા છે. પૂજ્યોને કરાતી નમસ્કારની ક્રિયા સર્વ પાપનો પ્રણાશ કરનારી છે.
આ જ નમસ્કારની ક્રિયાનું ફળ જેટલું ઉત્તમ પાત્રરૂપ નમસ્કાર્ય છે તે પ્રમાણે ઉત્તમ ફળ આપનાર છે. માટે નમસ્કારની ક્રિયા અને તેનું ફળ નમસ્કાર્યને આધીન છે છતાં નમસ્કારનો કર્તા જો શુદ્ધ ભાવવાળો હોય તો તેનું ફળ મેળવી શકે છે.
જેને નમસ્કાર થાય છે તેમાં આપણાં પાપ પ્રણાશ કરવાની શક્તિ છે તે વ્યવહાર નય છે. નમસ્કારમાં પાપ પ્રણાશ કરવાની શક્તિ છે એવું “g iા નમુવારી” એ પદ કહે છે, માટે
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org