________________
પદાર્થમાં સ્થિર નથી રહેતું માટે તેને પણ વ્યવહારથી ઉપયોગ શૂન્યતા કહેવાય છે.
આ વ્યવહારિક ઉપયોગ શૂન્યતાને દૂર કરી ઉપયોગને બળવાન બનાવવો જોઈએ. જેથી સાધનામાં ચિત્ત અસ્થિર થઈ સિદ્ધિમાં ડખલગીરી ન કરે. એ ઉપયોગ શૂન્યતા જેટલા પ્રમાણમાં ટળે તેટલા પ્રમાણમાં સાધ્યમાં ઉપયોગની સ્થિરતા વધે છે. તે સ્થિરતા વધતાં વધતાં છેવટે ઉપયોગની સૂક્ષ્મતા થતાં તે સાધ્યમાં ઓતપ્રોત થશે, એકાકારતાને પામશે અને તે સાધ્ય સાથે અભેદભાવની સિદ્ધિ થશે. તે જ ઉપયોગની શૂન્યતા અર્થાત્, સ્થિરતા છે.
૯. ભક્તાવસ્થા
મા.વ. ૧૪, સં. ૨૦૪૮, શંખેશ્વર ભક્ત શબ્દ ભજૂ ધાતુમાંથી બનેલો છે. ભજનાર તે ભક્ત. ભકત કોના થવું? તે અત્યંત વિચારણીય છે. મોહાધીન જીવ સંસારમાં જે જેની રુચિ થાય છે તેના ઉપર પ્રીતિ ધારણ કરે છે અને તેને ભજે છે અને જેને ભજે છે તેમાં તે તન્મયતા ધારણ કરે છે. જેવી તન્મયતા તેવા પ્રમાણમાં તીવ્ર કર્મબંધ કરે છે અને તેના વિપાકરૂપે કડવા અનુભવ કરે છે.
માટે સંસારના ધન કુટુંબ સ્ત્રી પરિવાર વગેરેને મોહાધીન થઈને ભજનારો જીવ તેમાંથી પાછો ફરીને જેના રાગ, દ્વેષ, મોહ નાશ પામ્યા છે એવા વિતરાગ પરમાત્માની ભક્તાવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે ત્યારે તેને પરમાત્મા પ્રત્યે ભજવાની રુચિ જાગે છે, ભજવાની પ્રીતિ થાય છે અને નિરંતર પરમાત્માને ભજવાથી તેમાં (પરમાત્મામાં) તન્મયતા પ્રાપ્ત થાય છે. એ તન્મયતા અતિ તીવ્ર બને છે ત્યારે પરમાત્માની સાથે અભેદતાને પામેલો કર્મની નિર્જરા કરે છે અને મુક્તિ સુખનો અનુભવ કરવા લોકને અંતે સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે.
આ ભકત અવસ્થા તો જીવને અનાદિ કાળથી પ્રાપ્ત જ છે. પરંતુ મોહથી વિડંબિત જીવને મોહ જે જે વસ્તુ ભજ્ય દેખાડે તેમાં જ તેને પ્રીતિ થાય છે. ધન, સ્ત્રી, કુટુંબ, પરિવાર ખરેખર ભજ્ય નથી જ. તે તો પોતાનું સર્જન મોહાધીનતાથી છે માટે તેનું રક્ષણ કરવું અને પાપથી અટકાવી પરમાત્માના માર્ગે લઈ જવા. આ ફરજ બજાવવા પૂર્વક ભય જે અનેકોના તારણહાર પરમાત્માના ભકત બની ભજન કરવું અર્થાતું, સેવન કરવું. ભજનગુણોનું (અનંતાનંત) કરવું અને સેવન આજ્ઞાનું કરવું.
ભજન કરતાં ભક્તને “દાસોડહં”ની અવસ્થા પ્રાપ્ત થાય છે, હું તારો દાસ છું, તું મારો સ્વામી છે. કારણ કે તે અનંત ગુણોનો ધારક છું. હું અવગુણોનો ભંડાર છું. આ રીતે કર્મબદ્ધ અવસ્થામાં રહેલો જીવ કર્મમુક્ત અવસ્થાને પામેલા વિતરાગ પરમાત્માને જુએ છે, દર્શન કરે છે ત્યારે હીનથી પણ હીન પોતાને જોઈ શકે છે. તે “દાસોડહંગેની પ્રતીતિ કરનારો ભક્ત છે.
આ ભક્તાવસ્થાની દશામાંથી જયારે જીવ આંતરદૃષ્ટિ કરે છે ત્યારે અંતરમાં નિજ આત્માના સ્વરૂપને જુએ છે ત્યારે ભક્તને બીજા પ્રકારનું ભજન કરતાં (“તુજ ગુણ કોણ ગણી શકે, જો પણ કેવળી હોય, આવિર્ભાવથી તુજ સકલ ગુણ માહરે, પ્રચ્છન્ન ભાવથી જોય.”, “સોડહં'ની પ્રતીતિ
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org