________________
વધારે છે. કેવળ જડ પદાર્થો પણ જીવને નચાવે છે અને જડ એવો શરીરધારી આત્મા પણ જીવને નચાવે છે. જો કે શરીરધારી આત્મા છે તેમાં પણ મુખ્યત્વે જડનું આકર્ષણ છે અને રાગ પણ તે જડ એવા શરીરના કારણે થાય છે. કવચિત્ (ગૌણતાએ) કોઈકને શરીરમાં રહેલા આત્માના ગુણોનું પ્રાગટ્ય જેટલા પ્રમાણમાં છે તેના દર્શનથી પણ રાગ થાય છે પણ તેને શરીરનો રાગ નથી કહેવાતો, પરંતુ ગુણાનુરાગ કહેવાય છે.
જડના રાગને દૂર કરવા માટે આ ગુણાનુરાગ ખૂબ જ જરૂરી છે. તે ગુણો જોવાની શરૂઆત નજીકમાં વસતા પરિચિત આત્માઓથી કરતાં-કરતાં યાવત્ ગુણની ટોચને પામેલા અરિહંતાદિ પરમાત્માના ગુણને જોવા સુધીની ટેવ પાડવાની છે. નજીક વસતાના ગુણ પ્રત્યક્ષ અનુભવાય છે, તે ગુણોનો પણ પક્ષ ન જાગે તો પરોક્ષ એવા પરમાત્માના ગુણોમાં રાચવાનું જીવ શી રીતે શીખી શકે ?
આ રીતે પરમાત્માના ગુણોનો રાગી બનેલો જીવાત્મા નિજ આત્માના અપ્રગટ ગુણો પણ છે તે જાણતાં તેનો રાગી બને. “જિન ગુણે રાગી બને તેજ નિજ ગણરાગી બને છે."
આ રીતે નિજ ગુણ રાગી બનેલો આત્મા હવે પછી આગળના સ્ટેજમાં રાગનો વિષય ન હોવાથી રાગ નષ્ટ થાય છે ત્યારે ઉદાસીનતાને ભજે છે.
આપણે જયાં સુધી આવી ઉદાસીનતા ન પામી શકીએ ત્યાં સુધી પણ ઉદાસીનતાનું યત્કિંચિત સુખ અને આનંદ પામવા માટે પ્રથમ પાંચ ઈન્દ્રિયોના વિષયો જે જડ છે તેમાં ઉદાસીનભાવે તેની સાથે વર્તવું જોઈએ. તેમાં પણ અશુભ વિષયોની ઉદાસીનતા તેના રાગને ટાળવા માટે કેળવવી જોઈએ અને તે ઉદાસીનતા કેળવવા માટે શુભ આત્માનો ઉપકારી વિષયો પ્રત્યે રાગ કરવો જોઈએ. ઉપકારી વિષયોમાં દેવ, ગુરુ અને ધર્મનાં સાધનોનો સમાવેશ થાય છે. તે રાગ નિજ આત્માના ગુણોને ઓળખવામાં સાધનરૂપ બને છે. છેવટે સાધન (શુભ) પર પણ ઉદાસીનતા આવે છે અને શુદ્ધ એવા નિજ આત્મતત્ત્વમાં સ્થિર થાય છે ત્યારે અનંતી ઉદાસીનતા પ્રગટે છે જેમાં કોઈ બાહાભાવ રહ્યો નથી. ૮. ઉપયોગ શૂન્યતા તથા ઉપયોગ સ્થિરતા.
મા.વ. ૫, સં. ૨૦૪૮, શંખેશ્વર એક વસ્તુમાં ઉપયોગ (ચિત્ત) હોય છે ત્યારે બીજી વસ્તુમાં તેની શૂન્યતા કહેવાય. પરંતુ જેમાં ચિત્તને જોડવાની જરૂર હોય છતાં ચિત્ત બીજા પદાર્થમાં ફરતું હોય ત્યારે આપણે તેને ઉપયોગ શૂન્યતા કહીએ છીએ. ખરેખર તો ઉપયોગ શૂન્ય બનતો નથી પરંતુ જયાં જરૂર છે ત્યાં નથી માટે વ્યવહારથી એમ કહેવાય છે. નિશ્ચયથી તો ઉપયોગ શૂન્યતા એટલે જ ઉપયોગ સ્થિરતા. ઉપયોગ જેટલો સૂક્ષ્મ બને, અર્થાતુ, તીવ્ર બને એટલે જુદા જુદા પદાર્થોમાં વિસ્તરેલો ઉપયોગ એકમાં આવે અને તેમાં પણ તીવ્ર એટલે સ્થિર બને ત્યારે એ સૂક્ષ્મ બને છે અને અતિ સ્થિરતાને પામે છે ત્યારે શૂન્ય બને છે, એનો અર્થ ઉપયોગનો વિષય અલ્પ કે અલ્પતર બનતો જાય, તેમ તેમ તે દઢ, મજબૂત, તીવ્ર અને સૂક્ષ્મ છતાં બળવાન બનતો જાય.
જુદા જુદા વિષયમાં વિસ્તાર પામેલું ચિત્ત નિર્બળ હોય છે. માટે તે બળ વિનાનું ચિત્ત કોઈ એક સાધકનો અંતર્નાદ
76
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org