________________
વૈરાગ્ય કેળવે. અર્થાતુ, તે તે પદાર્થોમાંથી આસક્તિ દૂર થવાથી અનાદિ કાળથી જડ ભાવોમાં, બાહ્ય ભાવોમાં પર ભાવોમાં ભાવિત થયેલો આત્મા તેનાથી મુક્ત થતાં ઉદાસીનભાવને ભજે અને ચેતન તરફ ચિત્ત વળાંક લે. ઉપયોગ વારંવાર તેમાં જવા તલસે.
આત્મા કથંચિત્ નિત્ય છે કથંચિત્ અનિત્ય છે. જડ વસ્તુનું મમત્વ તોડવા માટે જડ વસ્તુની અનિત્યતા તથા ઉત્પત્તિ, વ્યય ધર્મ વિચારવો જોઈએ અને આત્માની નિત્યતા વિચારવી જોઈએ. જેથી નિત્ય એવો આત્મા એ હું છું અને દર્શન, જ્ઞાન એ જ મારા ગુણો છે. જડથી હું ભિન્ન છું કેમકે જડ વસ્તુ નાશવંત છે. તે મારી નથી.
તથા આત્માની અનિત્યતા તેની પર્યાયને લક્ષ્યમાં રાખીને વિચારવી જોઈએ. જેથી દુર્લભ એવો આ મનુષ્ય ભવ મળેલો છે તે શરીર દ્વારા સંયમની સાધના કરી લઉં. મરણ અવયંભાવી છે માટે તે અનિત્ય છે તેનો ભરોસો ન રાખી શકાય.
આ રીતે આત્માની અનિત્યતા વિચારી પ્રમાદ ને દૂર કરી ધર્મ પુરુષાર્થ વિશેષે કરવો જોઈએ.
આ રીતે જડની પણ અનિત્યતા વિચારવી, જેથી શરીરના રૂપ, આરોગ્યમાં જીવ ભ્રમિત ન થવાથી ચિત્ત નિત્ય વૈરાગ્યવાસિત રહે અને છેવટે જડ એવા કર્મો અને શરીરના સંબંધને પામીને રાગ, દ્વેષ અને મોહને લઈને આત્મા બંધાતો હતો તે છૂટો થવા માંડે અને વિતરાગદશાને પામે.
૬. આત્મ રમણતા
મા.વ. ૧, શંખેશ્વર રમણતા એટલે રમવાપણું. રમ્ ધાતુનો અર્થ આનંદ પામવું. તેને અનટુ પ્રત્યય લાગવાથી રમણ શબ્દ બને છે. રમણતા એટલે આનંદ
જેમ આત્માનો જ્ઞાન, દર્શન (જાણવું અને જોવું) એ સ્વભાવ છે તેમ આત્માનો આનંદ પામવું એ પણ સ્વભાવ છે, સ્વભાવ કદી પદાર્થથી ભિન્ન પડતો નથી, તે સહજ હોય છે.
જયાં સુધી આત્માનો આનંદ સ્વભાવ મોહનીય કર્મથી અવરાયેલો છે ત્યાં સુધી પણ તે વાદળામાં છૂપાયેલા સૂર્યની જેમ આછો પ્રકાશ આપે છે. પરંતુ તે શુદ્ધ નહિ હોવાથી વિકૃતિને ધારણ કરે છે. મિથ્યાષ્ટિના કારણે પુગલમાં સ્વની બુદ્ધિ કરતો આત્મા પુલમાંથી આનંદ મેળવવા પ્રયત્ન કરે છે અને તેને સાચો આનંદ માને છે. પુરુષાર્થ તે બાજુનો થવાથી પુગલભાવ પણ દઢ થતો જાય છે અને તેમાં રતિ પામેલો તેની બહાર જલ્દી નીકળી શકતો નથી.
આત્માનો આનંદ સ્વભાવ હોવાથી અજ્ઞાનતા (મિથ્યાત્વ)ના લીધે પુગલ (પાંચ ઈન્દ્રિય) જન્ય આનંદ મેળવે છે. તેને રતિ કહેવાય છે. રતિનો અભાવ તે જ અરતિ છે. તે પણ પુલના આનંદ ઉપરનો રાગ-દ્વેષ જજ (ગમતાં ઉપર રાગ અણગમતા પદાર્થ ઉપર દ્રષ) ગાઢ આવરણ છે માટે નિરાનંદતા-અરતિ થાય છે. ઈન્દ્રિયો દ્વારા થયેલા પદાર્થોનું જ્ઞાન તે આત્માના જ્ઞાન સ્વભાવથી થાય છે પણ તે રાગ, દ્વેષ, મોહથી મિશ્રિત હોવાથી વિકૃતજ્ઞાન છે. વળી ઈન્દ્રિય જન્ય જ્ઞાન તે જ્ઞાનાવરણના
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org