________________
ન શકે તેવી તેની સ્થિતિ ઉપસ્થિત થાય છે. સંલીનતા પણ યોગોની બાહ્ય પ્રવૃત્તિ અટકાવવારૂપ છે તેથી સલીનતામાં યોગોને સ્થિર કરવાનો અભ્યાસ છે.
અત્યંતર-તપ મનોજય માટે ખૂબ જ જરૂરી છે. પ્રાયશ્ચિત્ત-કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ સાથે એકરાર. વિનય-દેવ, ગુવદિ પ્રત્યે આદર બહુમાન. વૈયાવચ્ચ-દેવ, ગુર્યાદિની ભકિત. સ્વાધ્યાય-અધ્યયન સુ અથવા સ્વનું. ધ્યાન-ચિત્તની એકાગ્રતા.
કાયોત્સર્ગ-ત્રણે યોગોનો ઉત્સર્ગ. સ્થિર રહેવા વડે કાયાનો, મૌન વડે વચનનો અને ધ્યાન વડે મનનો ઉત્સર્ગ.
આ છ એ પ્રકારના અત્યંતર તપમાં મુખ્યત્વે મનનો કાબૂ છે.
આ અત્યંતર તપના અભ્યાસથી છેલ્લે તેનું ફળ ધ્યાન અને કાયોત્સર્ગ અંતિમ કક્ષાના શુકલ ધ્યાન અને શૈલેશીકરણ છે.
અત્યંતર તપમાં મનોજય સાથે ઉપયોગશુદ્ધિ થતી જાય છે અને ઉપયોગની અસ્થિરતા ટળી નિજ સ્વરૂપમાં સ્થિરતા પામે છે. આ સંયમનું ફળ છે. સંયમ ૨
મા.શુ. ૧૨ આ સંયમની અંદર ઘણી ઉપયોગી વસ્તુઓ ભગવંતે બતાવી છે. જેમાં પંચ મહાવ્રત છે, તેના પાલન માટે અષ્ટપ્રવચનમાતાનું પાલન છે. જે સંયમની જન્મદાત્રી છે અને સંયમનું પાલન કરે છે તથા મલિનતા દૂર કરી શુદ્ધ કરે છે, આ માતાનું પણ વિસ્તારથી વર્ણન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે તેનું કારણ આ ત્રણ યોગોને કાબૂમાં લેવા માટે તે ખૂબ જ જરૂરી છે. કાબૂમાં લેવાનો અભ્યાસ આ માતા જ કરાવે છે. - યોગ સાધના પણ આ ત્રણ યોગના નિયંત્રણ માટે છે માટે જ યોગ સાધના નામ તે તે પ્રક્રિયા (ધ્યાનાદિ) ને કહેવાય છે, જો કે સંયમ પણ એક યોગસાધના જ છે.
પ્રાથમિક ભૂમિકામાં યોગનાં આઠ અંગોમાંના શરૂઆતના બે અંગો યમ અને નિયમમાં સંયમની ક્રિયાઓ, અનુષ્ઠાનોનો સમાવેશ થાય છે. તે ક્રિયાઓથી થોડે ઘણે અંશે કાબૂમાં આવેલા યોગો ધારણા, ધ્યાનમાં સ્થિર થાય છે.
અંતે સમાધિ અને લય પામેલા યોગો હોવાથી આત્મા નિરવધિ આનંદનો અનુભવ કરી શકે છે. જેમાં દેહમાં રહેલો છતાં આત્મા યત્કિંચિત્ મુક્તિનો આસ્વાદ લે છે. એક વાર પણ આ આસ્વાદ જેણે લીધો છે તેને આ દુનિયાના વિષયો ફિક્કા લાગે છે. જે વિષયોનો રસ યમ, નિયમ દ્વારા યત્કિંચિત
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org