________________
ત્યાગ દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત કરી આત્મભાવ તરફ વળે છે તે વખતે તે ધ્યાન ધર્મધ્યાન સ્વરૂપ બને છે. અને રાગ દ્વેષ રહિત સમભાવની અવસ્થામાં ધ્યાન શુકલ બને છે અને વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા શ્રેણિમાં ચઢે છે ત્યાં રાગ દ્વેષનો નાશ કરવા શુકલ ધ્યાનનાં આલંબનો લઈને તે ધ્યાનમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. તેમ કરતાં આત્મભાવ સિવાય બધા ભાવો નાશ પામે છે અને સમૂળ રાગ દ્વેષનો નાશ થવાથી સહજ સ્વભાવરૂપ શુકલ ધ્યાન પ્રગટે છે. મન, વચન, કાયાના યોગો સાથે આત્મસ્થર્ય ભળતાં ચાર પ્રકારનાં ધ્યાન પ્રવર્તાય છે. પરંતુ જયારે મન, વચન, કાયાના યોગોનો ક્ષય થાય છે એટલે અયોગરૂપ-સહજ સ્વભાવરૂપ ધ્યાન (અનંત આત્મસ્વૈર્ય સ્વરૂપ ધ્યાન) પ્રગટે છે, તેને સહજ સ્વભાવ પણ કહેવાય છે.
૩. જ્ઞાનપંચમી
કા.શુ. ૫, સં. ૨૦૪૮, વાસણા જ્ઞાન એ આત્માનો પ્રકાશ છે. તે પ્રકાશ ઉપર આવરણ આવે છે ત્યારે અંધકાર લાગે છે. તેને અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાનને તમસુની ઉપમા આ કારણે જ અપાય છે.
અજ્ઞાન એટલે આત્મ પ્રકાશને આવરણ. જે આવરણ પદાર્થના સત્ સ્વરૂપને ઢાંકી દે છે. તે આવરણને દૂર કરવા માટે વિવિધ જાતના ઉપાયો બતાવ્યા છે. તેમાં એક ઉપાય જ્ઞાનપંચમીની આરાધનાનું અનુષ્ઠાન છે. પરમાત્માએ પંચમી તિથિ જ્ઞાન આરાધના માટે બતાવી છે.
કેવળજ્ઞાનથી સર્વ પદાર્થો જણાય છે. શ્રુતજ્ઞાનથી સર્વ પદાર્થો પ્રકાશિત થાય છે. તેથી શ્રુતજ્ઞાન સ્વ-પર ઉપકારક બને છે. એ શ્રુતજ્ઞાન પરમાત્માના વચનસ્વરૂપ છે. તે વાણીની ગૂંથણી કરી તે દ્વાદશાંગી (આગમ) છે. તેને ગૂંથનારા પણ મહાન આત્માઓ જેઓ ને ગણધર નામ કર્મ ઉદયમાં છે તેઓ જ હોય છે,
તે શ્રુતજ્ઞાન દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ જાણીને આત્માના પ્રકાશ ઉપર આવેલ આવરણને દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. જે પ્રયત્ન છે (પુરુષાર્થ છે) તે જ ચારિત્ર છે માટે “SITન ક્રિયાખ્યાં મોક્ષ:” એ સૂત્ર શાસ્ત્રકારોએ જણાવ્યું છે.
જ્ઞાનએ આત્માનો ગુણ છે. તેના દ્વારા સમગ્ર વિશ્વનું સ્વરૂપ જાણે છે. સમગ્ર વિશ્વને જાણવા માટે નિરાવરણ થતાં સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે. તે સંપૂર્ણ નિરાવરણ ન થાય ત્યાં સુધી પદાર્થના સ્વરૂપને જાણવા પરમાત્માના વચનનું આલંબન લેવાનું છે. પરમાત્માના વચનનું આલંબન એટલે આગમ (શ્રુતજ્ઞાન)નું આલંબન. તેના દ્વારા પદાર્થનું સત્ય સ્વરૂપ જાણીને જડ ચેતન પદાર્થમાં જે હેયતાઉપાદેયતા છે તે જાણીને, તથા જ્ઞાન આવરણને દૂર કરવામાં આવતા જે અવરોધો છે તે સમજીને જે જે ઉપાયો તેને દૂર કરવા માટે બતાવ્યા છે તેનું વિધિપૂર્વક પાલન કરીને આત્મ સ્વરૂપે પ્રગટ કરવાનું છે, જે આત્મ સ્વરૂપ જ્ઞાનથી સંપૂર્ણ પ્રકાશિત છે, જેને આત્માનો પ્રકાશ કહેવાય છે.
આત્મા અને જ્ઞાન જુદા નથી. વ્યવહારથી આત્માને દ્રવ્ય કહેવાય છે અને જ્ઞાનને આત્માનો ગુણ
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org