________________
જેથી પ્રીતિ સાથે ભકિત જાગે. તેમના વચન ઉપર શ્રદ્ધા, સમર્પણ જાગે. તેથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય અને તે સાધવાના, અભ્યાસથી આગળ જતાં, તત્ત્વ સ્વરૂપ તે દેવ-ગુરુમાં અભેદ ભાવે મળી જતાં ક્ષપકશ્રેણી આરોહણ થાય અને ઘાતિ કર્મનો ક્ષય કરી જીવ મુકિત મેળવે.
આ પ્રમાણે નમોની આરાધનાથી નિજ આત્મામાં પરિણમી. એ જ નમોની સાધનાનો સાર છે.
૩. સામાયિક
કા.ગુ.પ્ર.૭, સં. ૨૦૪૮ સામાયિક એ જિનશાસનનો સાર છે. કારણ કે જિન શાસન જગતના સર્વ જીવાત્મા સાથે ઐકયભાવે વર્તવાનું કહે છે. તે વર્તન જગતના જીવોને આત્મ સમાન માન્યા પછી આવે છે. આ વર્તનને સમ્યફ ચારિત્ર કહેવામાં આવે છે. તે ચારિત્રની પ્રાપ્તિ માટે સામાયિક કરવાનું હોય છે. જેમાં સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. સાવદ્ય યોગનું પચ્ચકખાણ જગતના જીવોને આપણા તરફથી પીડાના વર્જન માટે છે. કારણ કે જીવોની મન-વચન-કાયાથી હિંસા કરવી એ જ પાપ છે. એ પાપવાળા યોગને અટકાવવા માટે પરિણતિમાં સમભાવ લાવવો જરૂરી છે. સમભાવ એટલે જીવોને આત્મ સમાન માનવા.
સમ+આયસામાય તેને ઈકણું પ્રત્યય લાગવાથી સામાયિક શબ્દ થાય છે. સામાયિક એટલે સમતાની પ્રાપ્તિ.
૧. સમ - મધુર પરિણામ - ચોથે ગુણઠાણે હોય. ૨. સામ - જીવો સાથે આત્મ સમાન વર્તન - તે છ ગુણઠાણે હોય છે.
૩. સમ્મ - વાસી ચંદન કલ્પ પરિણામ - આ પરિણામ છે? સાતમે ગુણઠાણે મુનિ ભગવંતોને હોય છે.
આ પ્રમાણે સમ સામાયિક, સામ સામાયિક, સમ્મ સામાયિક એમ ત્રણ પ્રકાર સામાયિકના છે.
સામાયિક એટલે સમભાવની પ્રાપ્તિ. તે સમભાવ ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. તે સમસામાયિક કહેવાય છે. અહીં જીવો પ્રત્યે આત્મ સમાનભાવ હોવાથી મધુર પરિણામ પ્રગટે છે. માટે પરિણામમાં અમૃત જેવો મધુર આસ્વાદ આવે છે. જીવ માત્રને પોતાના જેવા માનવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. સમભાવમાં મધુર પરિણામ છે. આપણે સુખના અર્થી છીએ તેમ જગતના સર્વ સુખના ઈચ્છુક છે. માટે આત્મ સમાન ભાવે જીવોને જોતાં-માનતાં તેના સુખની ઈચ્છા સત્યરૂપે આપણને ત્યારે જ થાય છે અને પરના સુખની ઈચ્છા જયાં છે ત્યાં તેની દુઃખ પ્રહાણેચ્છા હોય પણ દુઃખ પ્રદાનેચ્છા ન હોય.
જયાં સર્વના સુખની ભાવના છે અને સર્વનાં દુઃખ દૂર કરવાની ભાવના છે ત્યાં પરિણામોની મધુરતા અમૃતના સ્વાદ કરતાં ચઢી જાય છે. ૧. આ મધુર પરિણામને સમ સામાયિક કહેવાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org