________________
બીજાનો સંગ ગમતો નથી, પરભાવમાં જવું ગમતું નથી.
“ગંગાજળમાં જે રમ્યા કિમ છિલ્લર હો રતિ પામે મરાલકે’’
જેમ હંસ ગંગાના જળમાં ક્રીડા કરનાર છે તે હંસ છીછરા પાણીમાં આનંદ કેમ પામે ? તેમ હું ગંગાજળ જેવા તારા પવિત્ર શુદ્ધ ગુણોમાં રમતો થાઉં પછી છીછરા પાણી જેવા જડભાવ-પરભાવમાં રતિ-આનંદ કેમ પામું ?
‘“સરોવર જળધર જળ વિના નવિ ચાહે હો જગ ચાતક બાળ કે''
બાળ ચાતક પક્ષી પણ જેમ સરોવર કે મેઘના વિશાળ જળ વિના જગતમાં કોઈ જળને ચાહતું નથી. તેમ પરમ સ્વરૂપી આપ વિના મને કોઈ ગમતું નથી.
‘કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; આછા તરુવર નવિ ગમે, ગિરુઆશું હો હોયે ગુણનો પ્યાર કે’
કોયલ પણ આંબાના મહોરને પામીને મધુર અવાજ કરે છે. તેમ તને પામીને મને તારા સુંદર ગુણો ગાવાનું મન થાય છે. કોયલને પણ આછાં વૃક્ષો ગમતાં નથી પણ ઘટાદાર આંબો ગમે છે અને ત્યાં બેઠી બેઠી (કલ) મનોહર (કુજિત) અવાજથી મધુર બોલે છે તેમ જે ગિરૂઆ છે, મહાનતાને પામેલા છે તેના ગુણો ઉપર પ્યાર થાય છે. આંબો મહાન વૃક્ષ છે માટે તેના ગુણથી કોયલ તેના ઉપર પ્રેમ ધારણ કરે છે તેમ હે પ્રભુ ! તું ગિરૂઓ છે માટે તારા ગુણો પર પ્રીતિ જાગી છે. દુનિયામાં જે ગિરૂઆ હોય તેના ગુણોનો પ્યાર પ્રેમ થાય છે.
“કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે;
ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે’’
કમલીની સૂર્યનાં કિરણો ગ્રહણ કરે છે અર્થાત્, તેના આકર્ષણથી જ તે પ્રફુલ્લિત થાય છે. એટલે કે કમલ સૂર્ય ઊગે એટલે વિકસે છે. તેમ હે પ્રભુ ! તને જોવાથી મારું મન પ્રફુલ્લિત થાય છે. અહીં આકર્ષણ (ગુણોના)થી પ્રભુ પ્રત્યે પ્રીત જાગી છે તે બતાવ્યું.
વળી કુમુદિની ચંદ્ર ઉદય પામતાં વિકસ્વર થાય છે અહીં પણ આકર્ષણથી પ્રગટેલી પ્રીતનો દાખલો બતાવ્યો છે. ગૌરી મહાદેવ વિના અને લક્ષ્મી કૃષ્ણ વિના બીજાને ચાહતી નથી તેમ હે પ્રભુ ! તારા વિના મારું ચિત્ત પણ કોઈને ચાહતું નથી.
પહેલી ગાથામાં પરમાત્માના ગુણોની સુવાસથી મોહિત થયેલું મન પરમાત્મા પ્રત્યે પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત ભમરો.
બીજી ગાથામાં પરમાત્માના અનંત અને શુદ્ધ નિર્મળ ગુણોમાં રતિ પામેલું મન પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત હંસ, અને મેઘની જેમ તને ઝંખતું મન તેનું દૃષ્ટાંત ચાતક પક્ષી.
ત્રીજી ગાથામાં જે ગિરૂઆ છે તેઓ ગુણથી મહાન છે. તેની વિશાળતાથી રાચેલું મન પરમાત્મા પ્રત્યે પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત કોકિલ.
ચોથી ગાથામાં તારા ગુણથી આકર્ષણ પામેલું મન પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત સૂર્ય-ચંદ્ર તરફ સાધકનો અંતર્નાદ
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org