________________
સમજ આપ. પણ મનની સાથે અથડામણ ન કર અને ન સમજે તો ઉપેક્ષા-માધ્યસ્થ ભાવને ભજ.
આ રીતે પ્રકૃતિ-પ્રવૃત્તિને પચાવવાની તક સરળ રીત હાથમાં આવી જાય તો સહન કરવાનું રહેતું નથી. સહન કરવાના ભારથી નિવૃત્ત બનેલું મન પહેલી રીતથી(સામનો ન કરવો) જે મન આનંદિત અને શાંતિ અનુભવતું હતું તેના કરતાં વિશેષ આનંદિત અને શાંતિ અનુભવતું મન આત્માના આનંદની સમીપ પહોંચવાનો અભ્યાસી બને છે અને ત્રીજા પ્રકારની રીત, રાગેય ન કરવો અને પેય ન કરવો. બનતા પ્રસંગોમાં રાગ-દ્વેષ ન કરવો, ન થવો તેનું નામ જ્ઞાતા-દ્રષ્ટાભાવ આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ રીતમાં તો પ્રકૃતિ-પ્રવૃત્તિને પચાવવાની મનને મહેનત કરવી પડતી નથી. પણ શાંત બનેલું મન આત્માને બનતા પ્રસંગોથી નિરાળો રાખી પોતાનો સહજ આનંદ મેળવે છે, તેની અનુભૂતિ કરાવે છે. તેમાં ફકત જોવા-જાણવાનો પોતાનો સ્વભાવ છે તેનો અનુભવ છે. પણ મલિનતા નથી માટે આનંદ આત્માનો બને છે, બહારનો નહિ.
આ થઈ જગતની પ્રકૃતિ અને પ્રવૃત્તિની તાત્ત્વિક વાત. -: જીવને બીજાની પ્રકૃતિ અને પ્રવૃત્તિથી થતી જીવનમાં માનસિક અથડામણ. :
જીવને બીજાની અનુકૂળ પ્રકૃતિ-પ્રવૃત્તિ ગમે છે પ્રતિકૂળ ગમતી નથી. પણ આ બંને (અનુકૂળ પ્રતિકૂળ)ને સહવી જોઈએ, પચાવવી જોઈએ, તેનાથી સમતા અનુભવાય છે.
અનુકૂળ પ્રકૃતિથી લાગણીવશતાથી પરાધીન બની જવાય છે. પ્રતિકૂળ પ્રકૃતિથી પણ દ્વેષ વગેરેને આધીન બની જવાય છે. આ બંને પ્રકૃતિ-પ્રવૃત્તિને પચાવવાથી સમભાવ પ્રગટે છે. કારણકે અનુકૂળતામાં રાગને જીતવાનો છે પ્રતિકૂળતામાં દ્વેષને જીતવાનો છે. રાગ-દ્વેષને જીતવા અથવા રાગ-દ્વેષના પ્રસંગોમાં સમભાવી રહેવું તેનું નામ સામાયિક છે.
આ માટે અનુકૂળ પ્રકૃતિ પણ મનને સ્પર્શવી ન જોઈએ અને પ્રતિકૂળ પ્રકૃતિ પણ મનને સ્પર્શવી ન જોઈએ. એ બન્ને પ્રકૃતિનું માનસિક અથડામણ શાંત રહેલા રાગ-દ્વેષને પ્રગટ કરે છે.
તેથી અનુકૂળ પ્રકૃતિમાં ગુણાનુરાગ (વ્યક્તિ રાગ નહીં), પ્રમોદ ભાવ પ્રગટે અને પ્રતિકૂળ પ્રકૃતિમાં ઉપેક્ષા, ભાવ-મધ્યસ્થતા પ્રગટે તો સમભાવ આવે.
જો કે અનુકૂળ, પ્રતિકૂળ પ્રકૃતિ પચાવવી દુષ્કર છે પણ જ્ઞાનીને અભ્યાસથી આ બધું શક્ય બને છે.
અનુકૂળતા-પ્રતિકૂળતા પ્રકૃતિની તે આત્માને સુખકારક, દુઃખકારક લાગે છે. પણ મન સાથે ન અથડાય તો આત્માના આનંદને અનુભવે છે. પરમાત્માના વચનની સમજ આ બન્ને જાતની પ્રકૃતિને આત્મા સાથે સ્પર્શવા દેતી નથી. કેમકે તે બંનેમાં મોહ ભળેલો છે એમ જ્ઞાની સમજે છે માટે તે તેનાથી છેતરાતા નથી, પડે છે. પણ તે સંપૂર્ણ નિરાવરણ ન થાય ત્યાં સુધી પદાર્થના સ્વરૂપને જાણવા પરમાત્માના વચનનું આલંબન લેવું પડે છે. પરમાત્માના વચનનું આલંબન એટલે આગમ (શ્રુતજ્ઞાન)નું આલંબન. તેના દ્વારા પદાર્થનું સત્ય સ્વરૂપ જાણીને જડ-ચેતન પદાર્થમાં જે હેયતા-ઉપાદેયતા છે તે જાણીને, જ્ઞાનના આવરણને દૂર કરવામાં આવતા જે અવરોધો છે તે સમજીને જે જે ઉપાયો તેને દૂર કરવા માટે બતાવ્યા છે તેનું વિધિપૂર્વક પાલન કરીને આત્મ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. જે સ્વરૂપ જ્ઞાનથી સંપૂર્ણ સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org