________________
પ્રકાશિત છે, જેને આત્માનો પ્રકાશ કહેવાય છે.
આત્મા અને જ્ઞાન જુદા નથી, વ્યવહારથી આત્માને દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન ગુણ કહેવાય છે. નિશ્ચયથી આત્મા એ જ જ્ઞાન છે. વ્યવહારભેદ બતાવે છે. નિશ્ચય અભેદ બતાવે છે.
આત્માનો પ્રકાશ એટલે સંબંધ જે બતાવ્યો છે માટે ભેટ સ્વરૂપ જણાવ્યું છે પણ આત્મા પોતે જ્ઞાન પ્રકાશરૂપ છે અર્થાતુ, આત્માનું પોતાનું રૂપ કેવું છે? તો જ્ઞાન સ્વરૂપ છે. અહીં આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી આત્મા અને જ્ઞાનની અભિન્નતા જણાવે છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રગટ કરવા તેને ઓળખવો. તે ઓળખવા માટેનો દિવસ છે જ્ઞાનપંચમી. તે ઓળખવા શ્રુતનું આલંબન લેવાનું છે માટે આ જ્ઞાનપંચમીના દિવસે શ્રુતજ્ઞાનનું આરાધન કરવાનું હોય છે માટે તે શ્રુતપંચમી પણ કહેવાય છે. ૨. નમસ્કાર
કા.શુ. ૬, ૨૦૪૮ ધર્મની શરૂઆત નમસ્કારથી થાય છે. માટે જ માર્ગાનુસારિતાના ગુણોથી માંડીને સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પણ નમસ્કાર કરવાનો ગુણ જ સહાયમાં હોય છે. માર્ગાનુસારિ જીવો પણ માતાપિતા વગેરે ગુરુજનને નમસ્કાર વિગેરે કરવા દ્વારા સેવા કરે છે. તેમાંથી આગળ વધતાં શુદ્ધ દેવ ગુરુને નમસ્કાર કરવા રૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે તથા તેમના પ્રત્યે શ્રદ્ધા સમર્પણ ભાવ થતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
આ નમસ્કાર દ્રવ્યથી હાથ જોડવા મસ્તક નમાવવારૂપ હોય છે તે ભાવથી પ્રકર્ષ વડે થાય ત્યારે પ્ર+નમામિ થાય છે. નમામિ-પ્રણમામિ-પરિણમામિ. હું નમસ્કાર કરું છું. હું પ્રકર્ષથી નમસ્કાર કરું છું. હું જેને નમસ્કાર કરું છું, તેમાં પરિણામ પામે છે. અર્થાતુ, તે રૂપ બની જાઉં છું. પરિણમન પામવું તેમાં અભેદ ભાવ છે. નમામિમાં નમસ્કાર છે, પ્રણમામિમાં ભાવ નમસ્કાર છે (એકાગ્રતાપૂર્વક નમસ્કાર છે માટે) પરિણમામિમાં શુદ્ધાત્માને અભેદ ભાવે નમસ્કાર છે.
નમામિ-ચોથા ગુણઠાણા સુધી પહોંચાડે છે તેમાં કાયા અને વચનનો વ્યાપાર છે. પ્રણમામિ-સાતમા ગુણઠાણા સુધી પહોંચાડે છે તેમાં મનનો વ્યાપાર છે. જેમાં ઉપયોગ જોડાય છે. પરિણમામિ તેરમા ગુણઠાણા સુધી પહોંચાડે છે તેમાં કેવળ આત્માનો વ્યાપાર છે.
માટે નમો ભાવની સાધના કરવી. તે સાધના કરવા માટે શરૂઆત માર્ગાનુસારિતાના ગુણો પ્રગટાવવા અને તે માટે ગુરુજન, માતા, પિતા, વિદ્યાગુરુ વિગેરેને નમસ્કાર, આદર, બહુમાન, પ્રીતિ ઉપકારીની બુદ્ધિએ કરવા.
તે સાધનાનો અભ્યાસ થતાં દેવ ગુરુની પ્રાપ્તિ થાય છે અને તે પ્રાપ્ત થતાં તેમને નમસ્કાર આદર, બહુમાન, પ્રીતિ, ભક્તિથી કરવા કારણકે તેઓ ઉત્તમ સ્થાને બિરાજમાન છે, ગુણની પ્રકર્ષતા છે અને અત્યંતર દોષોને દૂર કરવા માટે માર્ગદર્શન આપનારા મહાન ઉપકારી છે એ બુદ્ધિ રાખવી.
સાધકનો અંતર્નાદ
61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org