________________
શક્તિ આત્મામાં ચૈતન્યરૂપ છે. ચૌદ રાજલોકમાં કોઈ એવી જગ્યા બાકી નથી કે જયાં આ શક્તિની સત્તા ન હોય. માટે ભિન્ન ભિન્ન વ્યક્તિરૂપે રહેલ સકલ આત્મામાં દ્રવ્યની શક્તિ ચૈતન્ય, તે એકજ સરખી છે માટે તે આત્માઓ એક રૂપે જો શક્તિથી ઓળખાય છે તેનું નામ ચૈતન્ય શક્તિ. ૨. અહમ્ એ શુદ્ધાત્માનો શબ્દદેહ છે
કા.શુ. ૧૪, ૨૦૪૭, જુનાગઢ આહત્ય સ્વરૂપ શુદ્ધાત્માનો શબ્દ દેહ છે “અહમ્'. કારણકે અઈમ્માં આહત્ય શક્તિ રહેલી છે. અહમ્ એ શુદ્ધાત્માનું રૂપ છે, શુદ્ધાત્માનો દેહ છે. પરંતુ શબ્દ દેહ છે. જેમ જીવાત્માને (મનુષ્યને)
દારિક પુદ્ગલોનો અમુક રીતનો કમેં બનાવેલો આકાર તેને મનુષ્ય કહીએ છીએ. અમુક રીતના કર્મે બનાવેલા આકારને તિર્યંચ વિગેરે કહીએ છીએ. કારણ કે જીવાત્મા સકર્મા છે માટે તે કર્મો તેવા આકાર (રૂપ) બનાવી દે છે. અરૂપી એવો પણ આત્મા કર્મના સહયોગ રૂપી આકાર બનાવી મનુષ્ય આદિરૂપ દેહ (અથવા દારિક, વૈક્રિય વિગેરે દેહો.) ધારણ કરે છે. તેથી દેહ દ્વારા આત્મા (કર્મ યુક્ત આત્મા) ઓળખાય છે કે આ જીવાત્મા છે તેમ પરમાત્મા-શુદ્ધાત્મા (એકમ)નું સ્વરૂપ ચૈતન્યઆઈન્ય છે તેનો દેહ અહમ્ શબ્દ છે. માટે શુદ્ધાત્મા “અહમ્' શબ્દ દેહથી ઓળખાય છે. અર્થાત્ અહમ્ આ કર્મ રહિત અવસ્થાવાળા આત્માનો બનેલો આકાર કમેં બનાવેલો નથી પણ સહજ છે, અનાદિ છે. તે પુગલોનો બનાવેલો નથી, પણ આઈન્ય સ્વરૂપમાંથી ઉદ્ભવેલો-પ્રગટ થયેલો છે માટે શુદ્ધાત્માનું અહમ્ સ્વરૂપ શાશ્વત છે, અનાદિ છે, અનંત છે. તે સ્વરૂપ શુદ્ધાત્મામાં સ્થાયી છે, પરંતુ શુદ્ધાત્માને ભજવા માટે તેનો શબ્દ દેહ અહમ્ આકારરૂપે પ્રગટ થયેલો છે તે પણ અનાદિ છે, શાશ્વત છે. અર્હમ્ આકાર-શબ્દ દેહને ભજવાથી વંદન, નમન, ધ્યાન કરવાથી અરૂપી એવા શુદ્ધાત્માની ભક્તિ, સેવા, નમન, વંદન, ધ્યાન થાય છે. કારણ કે તે શુદ્ધાત્માનો જ શબ્દ-આકારવાળો દેહ છે, તેનું સ્પર્શન એટલે શુદ્ધાત્માનું સ્પર્શન. તેનું વંદન, નમન, ધ્યાન એટલે શુદ્ધાત્માનું ધ્યાન. આ સિવાય બાહ્ય સેવા અરૂપી એવા આત્માની કરવા માટે કોઈ ઉપાયથી થઈ શકે તેમ નથી. માટે જયારે જયારે શુદ્ધાત્માનું સ્મરણ કરાય ત્યારે તેના દેહને પ્રથમ નમન, વંદન, ધ્યાવન કરવા. તે આપણા હૃદય મંદિરમાં કમલાસનમાં બેઠા જ છે, તેને કદી ભૂલવા ન જોઈએ.
‘અહં' એ વિશ્વનું તત્ત્વ છે. પરમાત્મા શુદ્ધાત્મા તે જગત સૃષ્ટિમાં રહેલું એક તત્ત્વ છે. તે ભિન્ન ભિન્ન વ્યકિતમાં ભલે ભિન્નતા બતાવતું હોય પણ તે જગતનું તત્ત્વ એક સ્વરૂપે સર્વ જીવાત્મામાં વ્યાપીને રહેલું છે તેથી તે તત્ત્વ તે જ અહમ્ રૂપ શબ્દ દેહ છે. તેમાં સર્વ જગત સૃષ્ટિ સમાયેલી છે. તેમાં જ વિશ્વનું (જગતનું) દર્શન થાય છે.
શુદ્ધાત્માની પ્રીતિ લાગી ગયા પછી જયારે જયારે તેના સ્વરૂપ દર્શનની ઝંખનાને તૃપ્ત કરવી હોય ત્યારે તેમના શબ્દ દેહનાં દર્શન કરવાં, તે શબ્દ દેહ સાથે અભિન્ન બનવું, તેમાં લીન બની જવું, આ શુદ્ધ પ્રીતિ જ તેના આહત્ય-ચૈતન્ય સ્વરૂપમાં એકતા કરાવી તેમાંથી ઝરતા દિવ્ય રસમાં-અમૃતમાં તરબોળ બનાવી અનવધિ-અમર્યાદ આનંદમાં ડૂબાડી દેશે.
સાધકનો અંતર્નાદ
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org