________________
આત્માના ગુણની રતિ કયારે થાય ? જડ, ચેતનની ભિન્નતા સમજીને આત્માથી ભિન્ન એવા પુદ્ગલ પરની રતિ, પ્રીતિ અને મમત્વ ઊઠી જાય અને હું પગલથી ભિન્ન આત્મા છું, જ્ઞાનાદિ ગુણો મારા છે. એ પ્રમાણે હું અને મારું સ્વમાં-આત્મામાં અને આત્માના ગુણોમાં સ્થાપિત થાય ત્યારે પ્રશમમાં રતિ થાય.
જડમાં હું અને મારાપણાની બુદ્ધિ જ પ્રશમમાં રતિ થવા દેતી નથી. જડના રાગથી જ પ્રશમનો વિરુદ્ધ ગુણ ક્રોધ, ષ, અપ્રીતિ જીવ ઉપર જાગે છે માટે પ્રશમમાં રતિ ખૂબ જરૂરી છે. તે રતિ ઉત્પન્ન કરવા માટે જીવ ઉપર પ્રીતિ જગાડવી જેથી જડનો રાગ તૂટે અને તેનો રાગ તૂટવાથી જીવ ઉપરનો દ્વપ ટળે, ટળવાથી પ્રશમમાં રતિ થાય. તે રતિ આજના દિને પ્રગટ થાઓ અને સ્થિર બનો.
૮. પ્રાણાયામની વિધિ નાભિમાં રહેલા પ્રાણને બ્રહ્મરધ્રમાં સ્થાપિત કરવાથી મનની સ્થિરતા તન્મય સ્વરૂપી બનશે.
જો પ્રાણ સહજ રીતે સ્થિર ન થાય તો નાભિ ઉપરથી ૐ ના ધ્વનિને ઊંચે લઈ જવાથી તે ધ્વનિ બ્રહ્મરક્વમાં આવી રહ્યો છે, આવી રહ્યો છે તેમ ચિંતન દ્વારા કરવાથી ધ્વનિમાં સ્થિર બનેલા પ્રાણ બ્રહ્મરધમાં આવીને સ્થિર બનશે. ૯. નેમિપ્રભુનો દીક્ષાદિન
શ્રા.શુ. ૬, સં. ૨૦૪૬, જુનાગઢ નેમિનાથ પરમાત્મા કેવી રીતે થયા? તેની પૂર્વ ભૂમિકારૂપ ‘સવિ જીવ કરું શાસનરસી' એ ભાવના અને એ ભાવનાના ફળ રૂપે પ્રાપ્ત થયેલું તીર્થકર નામ કર્મ. તેના પ્રભાવે જેમના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ, નિર્વાણ. આ પાંચે કલ્યાણકતાને પામ્યા અને તે દિવસ પણ જગતના જીવોને સુખ ઉપજાવનાર બન્યો. - તેમાંનો એક દિવસ શ્રા.સુ. ૬ છે. જે દિવસે નેમિ પ્રભુએ દીક્ષા લીધી હતી. દીક્ષા લીધી એ પણ જીવોના ઉદ્ધાર માટે.
પણ દીક્ષા લઈને કર્યું શું? આત્મ સાધના.
આત્મ સાધના વિના પરનો ઉદ્ધાર થઈ શકે નહિ. માટે આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનો (સાધનાનો) જોરદાર પ્રયત્ન જેમાં કરવાનો છે તે દીક્ષા છે.
સ્વરૂપને ઢાંકનાર ઘાતિકર્મો છે તેને તોડવા માટે આત્મ પુરુષાર્થ જોઈએ.
દીક્ષા લેવી એટલે ઘર છોડવું, અણગાર બનવું. તેમાં મન-વચન-કાયાનો જ પુરુષાર્થ છે. અણગાર બન્યા પછી જે પુરુષાર્થ કરવાનો છે તે આત્મ-પુરુષાર્થ છે. આત્મ પુરુષાર્થ વિના ઘાતિકર્મનો ઘાત થતો
નથી.
' અરે સમ્યગુષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો તે દૃષ્ટિની આડે આવતા દર્શન મોહનીય છે ઘાતિ-આત્માના ગુણોનો ઘાત કરનાર છે, તેનું આવરણ ખસેડવું કે મળથી ઘાત કરવો એ જ સમક્તિ સાધકનો અંતનદ
51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org