________________
પદાર્થના જ્ઞાનમાં વીર્ય શક્તિ ભળવાથી તે જ્ઞાન સક્રિય બને છે, જેનાથી આત્મા તેની (વસ્તુનીઆત્માની) અનુભૂતિ કરે છે અને આનંદ પામે છે. આનંદ શક્તિ ચાર કામ કરે છે રમવું, ભોગવવું, સુખ મેળવવું અને તેમાં સ્થિર થવું. જે આનંદ શક્તિનું જ એક સ્વરૂપ છે જે રમણશક્તિ, ભોગશક્તિ, સુખ શક્તિ, સ્થિરતાશક્તિ રૂપે ઓળખાય છે.
આનંદ શક્તિ એ આત્મ સ્વભાવ છે. જેમ જાણવું, જોવું એ સ્વભાવ છે તેમ આનંદ પામવું એ પણ સ્વભાવ છે. પદાર્થના જ્ઞાનમાં વીર્ય શક્તિ ભળે છે માટે આત્મા સક્રિય બની તે પદાર્થમાં રમણતા કરે છે, તે પદાર્થને ભોગવે છે, સુખ પામે છે અને તેમાં જ વિશ્રાંતિ પામેલો આનંદ શક્તિ રૂપ આત્માનંદ, સંપૂર્ણ વીર્ય ઉલ્લાસ પામતાં તેમાં જ સ્થિર રહેવાથી વસ્તુની અનુભૂતિ કરે છે અને આનંદ પામે છે. તે આનંદશક્તિ આત્માનો સહજ સ્વભાવ છે.
આ રીતે શુદ્ધ અને અશુદ્ધ અવસ્થામાં આત્માની આનંદશક્તિ સક્રિય છે. એ શક્તિ સ્વરૂપ આત્માનો સ્વભાવ હોવાથી સહજતયા થયા કરે છે પરંતુ આત્માની નિરાવરણતામાં તે શક્તિ કાર્ય કરે છે ત્યારે નિર્મળ શુદ્ધ એવા આત્મામાં રમણતા કરે છે, નિજ ગુણોને ભોગવે છે અને સુખ પામે છે અને તેમાં જ વિશ્રાંતિ પામીને સ્થિર થાય છે ત્યારે આત્માની અનુભૂતિ કરે છે અને આનંદ પામે છે.
સાવરણતામાં જડરુચિ જીવ જડમાં રમણતા કરે છે તેને ભોગવે છે અને સુખાભાસ પામે છે, તેમાં સ્થિર થાય છે અને આનંદ પામે છે, તે અશુદ્ધ હોવાથી તે સુખ નષ્ટ થવાથી આનંદ નષ્ટ થાય છે અને દુ:ખનું માજન બને છે.
આ રીતે શુદ્ધ આત્માનું જ્ઞાન અને આનંદ સ્વરૂપ નિરાવરણ હોવાથી પ્રગટ હોય છે, માટે જ્ઞાન અને આનંદ શક્તિસ્વરૂપ આત્મા (સ્વભાવ) હોવાથી ચિદાનંદરૂપી (સ્વરૂપ) પરબ્રહ્મ છે તેમાં જ વિલસનારા પરમાત્મા છે.
૬. સમન્વય
જ્ઞાતા-દ્રષ્ટાભાવ તે જ સમન્વય. દા.ત. આપણા તરફથી જુદી વિચારાયેલી ગુંચોના અનુરૂપે તે લોકો આ દૃષ્ટિએ આપણને જુએ છે. આ રીતે સમન્વય કરવો.
૭. પ્રશમરિત
વૈ.શુ. ૧૪, સં. ૨૦૪૬, માંગરોલ “પ્રશમં તિ: પ્રગતિ'. પ્રશમમાં આનંદ. આ ગુણ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પ્રગટે છે. જેને સમ્યક્ત્વની હાજરી છે તે જીવ પ્રશમભાવમાં ચિંતવાળો હોય છે.
આનો અર્થ એ થયો કે પ્રશમની ગેરહાજરી મિથ્યાત્વને ખેંચનારી છે માટે શમ, સંવેગાદિ સમ્યક્ત્વનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. આ લક્ષણોથી સમ્યક્ત્વ પ્રગટ છે કે નહિ ? તે સમજી શકાય છે. આ પ્રશમભાવને પ્રગટ કરવા માટે પૂર્વે પ્રશમમાં રતિ થાય છે તેનું કારણ પ્રશમ તે આત્માનો ગુણ છે તેમાં રિત એટલે આત્માના ગુણની રિત થઈ.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
|
50
www.jainelibrary.org