________________
છે અને એ આત્મપુરુષાર્થથી જ થાય છે. ગુણઠાણાની સ્પર્શનામાં આત્મપુરુષાર્થ મુખ્ય છે, જેને ભાવ કે અધ્યવસાયથી ઓળખવામાં આવે છે.
- આ આત્મપુરુષાર્થમાં આલંબન હોય છે, પરંતુ પરમાત્મા સ્વયંસંબુધ્ધ છે તેમને આલંબન લેવાનું હોતું નથી. માટે સ્વયં આત્મ પુરુષાર્થથી જ અણગાર બનવા માટે ઘરને ત્યજીને નીકળે છે અને તેમના આલંબનથી બીજા પણ રાજા, મહારાજાઓ, શ્રેષ્ઠિઓ સાથે ઘર છોડવા તૈયાર થઈ જાય છે.
આજે પરમાત્મા નેમિપ્રભુએ એક હજાર પુરુષોની સાથે ગિરનાર ઉપર સહસામ્રવનમાં સંયમ ગ્રહણ કર્યું અને તરત જ આત્મ ધ્યાનમાં લીન થઈ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા કેમ ?
ઘનઘાતિ કર્મોનો નાશ આત્મપુરુષાર્થ વિના થતો નથી. એ કારણે પરમાત્માનો-આત્મ પુરુષાર્થ એ જ દિવસથી શરૂ થઈ ગયો.
આત્મ પુરુષાર્થ – ઉપયોગ દ્વારા થાય છે. મન પુરુષાર્થ - મન યોગથી થાય છે. વચન પુરુષાર્થ - વચનયોગના બળથી થાય છે. કાય પુરુષાર્થ - કાય યોગના બળથી થાય છે.
મન, વચન અને કાયાના પુરુષાર્થ દ્વારા ગૃહસ્થ જીવનમાં જ મન-વચન અને કાર્ય યોગની શુદ્ધિ થઈ ગઈ હોય છે, ત્યાર બાદ અગારપણું છોડયા પછી કેવળ ઉપયોગ શુદ્ધિ કરવાનું જ કાર્ય આત્મપુરુષાર્થ દ્વારા કરવાનું હોય છે.
પરમાત્માએ ત્રિકરણ યોગની શુદ્ધિ સંપૂર્ણ હોવાથી દીક્ષા લે છે તે સમયથી જ કેવળ આત્મપુરુષાર્થ જોરદાર શરૂ થઈ જાય છે. જેથી નેમીનાથ ભગવાને કેવળ ૫૪ દિવસમાં જ ઘાતિ કર્મોનો ક્ષય કરી નાંખ્યો.
ફી લેવી એટલે ઉપયોગની શુદ્ધિ કરવાનો આરંભ કરવો. તે સંપૂર્ણ શુદ્ધ થતાં કેવળજ્ઞાન થયું.
ધમની શરૂ રાજ સમકતથી થાય છે, તે સમક્તિ આત્મ પુરુષાર્થથી થાય છે, માટે આત્મ પુરુષાર્થની શરૂઆન પણ ગાયું ગુણકાનું પ્રાપ્ત કરતાં થાય છે. તેમાં આત્મપુરુષાર્થથી અનંતાનુબંધી અને દર્શનમાહ સી નો પાર કરવાનો છે.
કમબંધના ચાર હેતુ છે. મિથ્યાત્વ, વિરતિ, કષાય, યોગ. તેમાં ચોથા ગુણઠાણે કષાયની જ (ચાર) પ્રકૃતિ અને મિથ્યાત્વના ઘાત થયાં. તે પછી આગળ આત્મ પુરુષાર્થથી વિરતિને અટકાવનાર અપ્રત્યાખ્યાનીય કપાયાના ઘાત થાય છે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે અને પ્રત્યાખ્યાનીયનો ઘાત થાય છે ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય છે.
અહીં સુધી આલંબનથી આગળ વધે છે, ત્યાર બાદ કષાય (સંજવલનનો) તથા યોગ રહ્યા. તેમાં સંજવલનને કોઈનું પણ આલંબન લીધા વિના આત્મ પુરુષાર્થથી નાશ કરે છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્રને આવરનાર કર્મોનો નાશ થઈ જાય છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. છેવટે યોગની પણ નિવૃત્તિ ધ્યાન દ્વારા એટલે આત્મપુરુષાર્થ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org