________________
કરી શકતી નથી, હર્ષ-શોક અનુભવાવી શકતી નથી.
આ અનુભવ એવો છે કે જો એનો આસ્વાદ એક વખત પણ માણે તો દરેક સંયોગોમાં આત્મા સદા પ્રસન્નતા અનુભવે છે.
વિશેષ શું કહું ? આત્મશક્તિ જે ભૂલાઈ ગઈ છે તેનું સ્મરણ નિરંતર થાય છે અને કેવળ કર્મની શક્તિ બળવાન માની તેની સાથે જ યુદ્ધ કરતાં હતાં તે બંધ કરી આત્મશક્તિનો યત્કિંચિત્ અનુભવ કરી તે શક્તિને સંપૂર્ણ પ્રગટ કરવાનો આત્મિક પુરુષાર્થ કરે છે તેથી તેનો વ્યવહાર શુદ્ધ (લોકોત્તર)
બને છે.
શ્રા.શુ. ૧૫, ૨૦૪૬, જુનાગઢ
ઓ ગુરુદેવ ! આપે પૃથ્વીતલ પર જન્મ આજના દિવસે લીધો હતો તે દિવસ પણ ધન્ય બની ગયો, વળી તે દિવસ રક્ષાબંધનનો હોવાથી સર્વત્ર ભાઈ-બહેનનું મિલન. ભાઈની રક્ષા ઈચ્છતી બહેનડી આનંદમાં મહાલતી હોય છે. આ રીતે સર્વત્ર આનંદ આનંદ. જાણે ગુરુદેવના જન્મ ઉત્સવ માટે ન હોય, તેવું લાગતું હતું.
એ ગુરુદેવ અહીં જન્મ લઈને એવું જીવન જીવી ગયા કે આ પડતા કાળમાં તેમાંય સંવત ૨૦૦૦ની ઉપરની સાલ જેમાં કેવળ અધર્મનું, પાપનું સામ્રાજય છવાઈ રહ્યું હતું. તેમાં આવી વિભૂતિનાં દર્શન જેણે કર્યાં છે તે પાવન થઈ ગયા. તે કેવળ પવિત્રતાની મૂર્તિ ! તūમૂર્તિ ! સાધનાની મૂર્તિ ! ચક્ષુદર્શન ખોરવાઈ ગયું હતું તો પણ અપ્રમત્તપણે નિયમિત સાધનામાં લીન રહેતા હતા.
તેમનાં જેણે દર્શન કર્યાં છે તેનાં નેત્રો ધન્ય બની ગયાં. આ કાળમાં આવી વિભૂતિનાં દર્શન દુર્લભ છે. તેઓ આ જ ગુજરાતની પવિત્ર-ધર્મભૂમિ રાજનગરમાં ખેતરપાળની પોળમાં ચુનીભાઈને ઘેર જન્મ્યા હતા અને છેલ્લી આત્મ સાધના પણ રાજનગરમાંની જ વિદ્યાશાળામાં કરી હતી. જે બંન્ને સ્થળો ઉપલબ્ધ છે. આજે જેને ૧૩૫ વર્ષો થયાં છે. જયાં અમે હંમેશ વંદનાર્થે જતા હતા.
નિસ્પૃહતાની તો જાણે અજોડ વિભૂતિ, સ્વ-સાધનામાં લીન બનેલા જોયા છે તે આજે સ્મૃતિપથમાં આવે છે ત્યારે એમ થાય છે કે કેવી તેઓની યોગની મુદ્રા હતી ! જેમાં કોઈ કષાયની રેખા કે રાગ-દ્વેષ, મમત્વની રેખાનું નામ પણ જણાતું ન હતું. કેવળ વાત્સલ્યથી ભરેલી તેમની (નજર ન હતી તો પણ) મુદ્રા દરેકને સ્વ-પરના ભેદ વિના આકર્ષતી હતી.
કયાં આજનો કાળ અને ક્યાં તેવા મહાપુરુષોના અસ્તિત્વનો કાળ ! જે કાળે સંઘમાં પણ સર્વત્ર શાંતિ અનુભવાતી, પણ આજના જેવી હુંસાતુંસી, મારું પરાયું અર્થાત્, તારું મારું આવા વિરોધવાળું વાતાવરણ ઊભું થતું ન હતું. સામાન્ય ભેદ હશે તે પણ જીવોની પરિણતિને લડાવનાર ન હતા. એનું કારણ એવા પવિત્ર પુરુષોની હયાતિનો કાળ હતો. તેમના અસ્તિત્વથી તેમના તપ, જપ, ધ્યાન તથા મન-વચન-કાયાની પવિત્રતારૂપ યોગ સાધનાના ફુવારા ચારે બાજુ ઊડતા હતા, વાતાવરણમાં રહેલા જીવોની મલિનતા દૂર થઈ જતી હતી અને તેમની નિશ્રામાં રહીને સાધના કરનાર પણ પોતાનું જીવન સાધકનો અંતર્નાદ
56
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org