________________
૧૧. નિહિત્વ ગુણ (સિદ્ધ ભગવંતનો) સિદ્ધ ભગવંતના અનંતગુણો છે તે પૈકી તેમનામાં નિહિત્વ ગુણ છે. નિમોહિત એટલે મૂંઝાવું નહિ, શેમાં? દુનિયાના કોઈ પણ ભાવોમાં. ભાવો એટલે જે કાંઈ જગતમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુ અને તેના ધર્મો અર્થાતુ, ભાવો એટલે સતુ, સહુ એટલે વિદ્યમાન પદાર્થો.
કોઈ પણ ભાવોમાં મૂંઝાવું નહિ એટલે બેભાન થવું નહિ. કોઈ પદાર્થ એવો નથી કે જે સિદ્ધ ભગવંતને મૂંઝવી શકે.
મૂંઝાવું-બેભાન થવું એટલે અજ્ઞાનપણે તેમાં લીન થઈ જવું. લીન થતાં પહેલાં આસક્તિ હોવી જરૂરી છે. તે તો તેમણે પૂર્વે કેટલાય ભવો સુધીના અભ્યાસથી એક એક પદાર્થની આસકિત છોડતાં સકલ પદાર્થ ઉપર નિરાસક્ત થતાં સંપૂર્ણ જ્ઞાની બન્યા એટલે આસક્તિ નહિ હોવાથી અજ્ઞાનપણે કોઈ પણ પદાર્થમાં લીન બનતા નથી. આત્મા પણ પદાર્થ છે તો તેમાં પણ મૂંઝાતા નથી. બેભાનપણે આસક્ત બની લીન થતા પણ પૂર્ણ જ્ઞાનના બળે તેના ગુણોમાં લીન બની તદ્રુપતા સાધી લે છે. તેમાં મોહ મળેલો નથી, જયાં મોહ મળેલો છે ત્યાં તો અજ્ઞાન છે. લીનતા ગુણ છે, અજ્ઞાન દોષ છે માટે પરમાત્મા નિહિ છે.
પો.વ. ૧૨ કોઈ એમ માને કે હું આ જીવને આ પ્રમાણે કરી દુઃખી કરું. જે કાંઈ સારું-ખોટું, અનુકૂળપ્રતિકૂળ થાય છે તે તો પુણ્ય-પાપના ખેલ છે તેમાં ખુશ-નાખુશ, આનંદ-શોક, અનુભવવો સુખી-દુ:ખી થવું એ તો જીવના હાથમાં છે. કોઈની તાકાત નથી (પુણ્ય-પાપની-નિમિત્તોની) કે જીવને સુખી-દુઃખી કરી શકે.
નિમિત્તો બે પ્રકારનાં છે. ૧. બાહા ૨. અત્યંતર.
બાહ્ય નિમિત્તોની તો પર જીવ સહેલાઈથી થઈ શકે છે, નહિવત્ ગણી શકે છે, પણ અત્યંતર નિમિત્ત જે મોહાદિ ઘાતિ કર્યો છે તે જીવને સ્પર્શીને રહેલા છે તેને પણ જડ સ્વરૂપ નિર્બળ માની ચૈતન્ય શક્તિવંત, તેજસ્વી, ઓજસ્વી આત્માની અનંત શક્તિનું ભાન જીવને થાય અને તે જડથી પર પોતાના વીર્ય ગુણયુક્ત આત્માને સંભારે તો સદા આનંદમયતાનો અનુભવ કરી શકે. મોહ (રાગવૈષ)ને આધીન ન થવું પરંતુ મોહ કર્મ છે માટે જડ છે આત્માથી પર છે એમ માની રાજી નારાજી કરવી જીવના હાથમાં છે, સ્વાધીન છે, મોહને આધીન નથી. છતાં જીવ જો મોહને આધીન બને, પોતાનું જ્ઞાતા-દ્રષ્ટાપણું ગુમાવે, કાયરતા બતાવે તો હર્ષ શોક અનુભવે છે. આ વાત ખ્યાલમાં રાખી પુણ્યપાપના ખેલ સમ્ય દૃષ્ટિથી જોવા જેથી નિમિત્તો, બીજા જીવો-જડ વસ્તુ રૂપ બાહ્ય નિમિત્તો મોહાદિ કર્મો રૂપ અત્યંતર નિમિત્તોની શક્તિને મુખ્ય ગણી હર્ષ-શોકનો અનુભવ કરતો હતો તે અટકી જશે અને અનંત વીર્યવંત ચૈતન્ય શક્તિયુક્ત આત્માની શક્તિનો ખ્યાલ આવતાં આનંદની અનુભૂતિ થશે.
એક જ વસ્તુ વિચારવી કે સુખી-દુ:ખી થવું તે આત્માના હાથમાં છે, બીજી વ્યક્તિ સુખી-દુ:ખી સાધકનો અંતર્નાદ
55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org