________________
ચક્રનું ભ્રમણ પણ પૂર્વે કરેલા ભ્રમિ દ્વારા ચાલુ રહે છે. પણ ભ્રમિમાં વીર્ય સ્કુરણ દ્વારા કાય યોગ સાધન બનીને ભ્રમિ ઉત્પન્ન કરે છે.
આ ત્રિકરણરૂપ ત્રિયોગ વીર્યમાં ઉપયોગવીર્ય ભળે તો ક્રિયા સફળ બને છે.
યોગ શુદ્ધિથી ઉપયોગ વીર્ય સમૃદ્ધ બને છે. અર્થાતુ, કોઈ પણ યોગની સાધનામાં ઉપયોગવીર્યની શુદ્ધિની જરૂર છે. તે પણ શુદ્ધ તો બને, જો તેને શુભમાં જોડવામાં આવ્યું હોય તો.
આપણા વીર્યને કેવળ યોગની શુદ્ધિ માટે જોડવામાં આવે છે. આપણી મહેનત કેવળ યોગની શુદ્ધિ માટે છે પરંતુ ઉપયોગની શુદ્ધિ માટે ઓછી છે ઉપયોગની શુદ્ધિ માટે ઉપયોગ વીર્યને સક્રિય બનાવવું જોઈએ.
યોગ તે ક્રિયા છે ઉપયોગ તે જ્ઞાન છે. “જ્ઞાન ક્રિયાખ્યામ્ મોક્ષ:”
યોગ દ્વારા ક્રિયા થાય છે, ઉપયોગ દ્વારા પણ ક્રિયા જ થાય છે કેમકે યોગકરણ છે તેથી ક્રિયા બને એ વાત બરાબર, પણ ઉપયોગ પોતે જ્ઞાનરૂપ હોવા છતાં પણ તેને શુભમાં જોડવારૂપ ક્રિયા જ કરવાની છે,
એક યોગ રૂપ ક્રિયા. બીજી ઉપયોગરૂપ ક્રિયા. કેમકે બંનેમાં વીર્યનું ફુરણ જરૂરી છે, જ્ઞાન પણ વીર્ય સ્કુરણ વિના નિષ્ક્રિય બની રહે છે.
વ્યવહારથી યોગને ક્રિયા, ઉપયોગને જ્ઞાન કહ્યું છે. પણ જયારે તે બનેનો આત્માના કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બંને સાધન બને છે અને સાધન વીર્ય સ્કુરણ વિના ન બને માટે, યોગવીર્ય અને ઉપયોગવીર્ય એ બન્નેની સહાયથી આત્મા નિજ કાર્ય સાધે છે.
કા.શુ. ૧૧
નિર્ગુણ બ્રહ્મની ઉપાસના આ રીતે થાય છે. ગુણ એટલે આત્માની ક્રિયા કરવાની શક્તિ. શુદ્ધાત્મ દ્રવ્ય ગુણ એ આત્માની સક્રિયતાની નિશાની છે. મૂળ વસ્તુ તો દ્રવ્ય છે. ગુણો તો તેના આભૂષણ છે. દ્રવ્ય નિષ્ક્રિય નથી, તે જાણી શકે છે, જોઈ શકે છે, સુખ ભોગવી શકે છે, આનંદ માણી શકે છે.
શક્તિ ફોરવે છે તે શક્તિ જ તેને સક્રિય રાખે છે. તેની સક્રિયતા બતાવે છે તેને જ તેના ગુણ કહેવાય છે. જે (ગુણ) તેનું (શક્તિનું) સ્વરૂપ નથી, પરંતુ તેની (શુદ્ધાત્મ દ્રવ્યની-ચૈતન્ય શક્તિની) સક્રિયતા બતાવનાર અને શોભાવનાર આભૂષણ છે, માટે ગુણ પણ આરોપ છે.
ગુણ એ દ્રવ્યનો શણગાર છે. અર્થાતું, તેને આપણે ગુણ નામના આરોપથી ઓળખીએ છીએ.
પર્યાય પણ આરોપ છે, કેમકે તે ગુણોને ભોગવવાની ક્રિયા છે. પર પર્યાય નામનો આરોપ કર્યો છે. દ્રવ્ય તો સ્વતંત્ર-સર્વતંત્ર વસ્તુ છે. માટે જ પર્યાયને વ્યવહાર અને દ્રવ્યને નિશ્ચય કહ્યો છે.
શુદ્ધાત્મદ્રવ્ય વાસ્તવિકતાએ દ્રવ્ય જ છે. સાધકનો અંતર્નાદ
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org