________________
અનુભવીને પુષ્ટ બનેલો આત્મા વસ્તુની ઉત્પત્તિ અને નાશમાં તેના સ્વભાવને વિચારી જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં રહી સમાધિમાં રહે.
આત્મામાં એ સ્થિર થવું જોઈએ કે, વસ્તુનો સ્વભાવ કદી ટળતો નથી, તું તે બદલાતા સ્વભાવને જોયા કર. તેમાં ફેરફાર કરવાની તારી શક્તિ નથી.
સૃષ્ટિ અને પ્રલય એ વસ્તુનો સ્વભાવ છે અને ધ્રૌવ્ય પણ વસ્તુનો સ્વભાવ છે. જડ વસ્તુના એકે સ્વભાવમાં લીન થવા જેવું નથી.
જડ વસ્તુની સૃષ્ટિ મન ગમતી હોય તો આનંદ આપે, પ્રલય શોક કરાવે, ધ્રૌવ્યતા અભિમાન કરાવે માટે તે તો ચેતનથી પર વસ્તુ છે એમ વિચારી તેના એકે સ્વભાવમાં લીન થવા જેવું નથી.
હવે તો કેવળ જડની જે ભિન્નતા છે તેને વારંવાર તારા ચિત્તમાં સ્થિર કરી તેનાથી વિમુખ બની સ્વમુખ બન અને ચેતન વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાયનો વિચાર કર.
જડના સહયોગથી બનેલી ચેતન પર્યાયમાં પણ રંગાવા જેવું નથી. તે પર્યાયમાંથી ચેતનને પુષ્ટ કરે તેવી ચેતનની સામગ્રી (જ્ઞાન દર્શન ચારિત્ર) ને મેળવવા માટે કામ કઢાવવું, તેના દ્વારા સ્વાર્થ સાધવો અને અંદરથી જુદા રહેવું. કેમકે આ પર્યાય વિશ્વસનીય નથી. ચેતનના કાર્યમાં રંગમાં ભંગ કરી દે માટે ઘણી સાવધાનીથી તેની પાસેથી કામ લેવું પડે છે. એ સાવધાની માટે ૫૨માત્માએ પોતાની વાણી દ્વારા માર્ગદર્શન આપ્યું છે, જે ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં ગૂંચ્યું છે તેમાંથી માર્ગ મેળવવો.
પરમાત્માની વાણી હૃદયમાં રાખી જડના સહયોગથી પામેલી પર્યાય દ્વારા આત્માની પુષ્ટિ થાય, આત્માની સહજ પર્યાય ઉપર આવેલાં આવરણ દૂર થાય અને પોતાની માલિકીની વસ્તુને મેળવીને આત્મા રાજી થાય અર્થાત્, સહજ આનંદને પામે એ માટેનો પુરુષાર્થ આ મનુષ્ય ભવમાં થઈ શકે તેવો છે તો બાહ્ય જગતની આળ-પંપાળ છોડીને તારા આંતર વિભવને નિહાળી તેને પ્રગટ કરવા પ્રયત્ન કર. બધું જ તારી પાસે છે. ફકત તે તરફ દૃષ્ટિ કરવાની જરૂર છે.
દૃષ્ટિભ્રમ કરનાર મોહ છે, તે મોહ તારાથી ભિન્ન છે છતાં તેને આધીન થવાની ભૂલ કરીને આત્મા ભ્રમિત દૃષ્ટિથી પર વસ્તુમાં રાગ-દ્વેષ આદિ કરે છે અને દુ:ખી થાય છે. માટે ત્યાંથી પાછો વળી સ્વ(આત્મ દ્રવ્ય) ઉપર પ્રીતિ કર. તેના ઉપર પ્રીતિ કરવા માટે જેને તે સ્વરૂપ પ્રગટ છે તેના ઉપર (પરમાત્મા ઉપર) પ્રીતિ કર. અને અનાદિની વિષભરી પ્રીતિ (જડના યોગથી) કરેલી તે વમીને અમૃતના આસ્વાદને આપનારી પરમાત્મ પ્રીતિ કર.
પરમાત્મ પ્રીતિ એટલે આત્મ દ્રવ્ય ઉપર પ્રીતિ. તેના ઉપર પ્રીતિ જાગતાં જડના યોગથી પ્રાપ્ત થયેલી પર્યાયમાં મોહ ભ્રમિત નહિ કરી શકે.
પરમાત્મ પ્રીતિથી સ્વ આત્મ દ્રવ્યની જે સત્તા (શુદ્ધ) છે તેના પર પ્રીતિ જાગે છે ત્યારે આ જગતના દેશ્યમાન બનાવો જે દ્રવ્યની સૃષ્ટિ અને પ્રલયથી પ્રગટેલા છે તે ભ્રમિત નહિ કરી શકે. ભ્રમિત કરનાર મોહ તે દૃશ્યમાન બનાવો પર રાગ-દ્વેષ કરાવે છે તે મોહ હવે પર્યાયો પર રહેતો નથી. જયારે દ્રવ્યની સાચી ઓળખાણ અને પ્રીતિ પરમાત્માના આલંબનથી થાય છે ત્યારે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
39
www.jainelibrary.org