________________
સૃષ્ટિ અને પ્રલય એ તો સતુ વસ્તુમાં નિરંતર થનારી એક પ્રક્રિયા છે. અર્થાતું, સત્ વસ્તુનો સ્વભાવ છે. જે તેનો સ્વભાવ છે તે તો કદી તેનાથી વિખૂટો પડતો નથી. તો શા માટે તે સ્વભાવમાં મૂંઝાઈને મલિન થવું!
અખિલ બ્રહ્માંડ એ શું છે? જેને આપણે ચૌદ રાજલોક કહીએ છીએ, ત્રણ ભુવન કહીએ છીએ, સ્વર્ગ મૃત્યુ પાતાળ લોક કહીએ છીએ તેને જ ઈતર દર્શન ચૌદ વિભાગ, ત્રણ વિભાગ ન પાડતાં એક અખંડ ભાગ બતાવવા અખિલ બ્રહ્માંડ શબ્દ વાપરે છે.
જયારે ચૈતન્યની વ્યાપકતાને વિચારી જગતને જોવું હોય ત્યારે અખિલ બ્રહ્માંડને જોવાથી એક વિરાટ સ્વરૂપ ચેતન્ય શકિતને કલ્પી શકાય છે અર્થાતું, વસ્તુની સત્તા કલ્પનાથી નિહાળી શકાય છે, જયારે તેનો ઉત્પાદ અને વ્યય જોવો હોય ત્યારે વિભાગરૂપ ત્રણ ભુવન, ચૌદ રાજલોક જોવાય છે. જેથી તેની સૃષ્ટિ પ્રલય ભિન્ન ભિન્ન અનેક જાતનો નિહાળતાં અનિત્યતા વિચારી મૂંઝાવાનું અટકે છે અને ધ્રુવ સત્તામાં સ્થિર થાય છે.
જે સત્તા છે તે જ નિત્ય છે, તેમાં થતી સૃષ્ટિ પ્રલય અનિત્ય છે.
સત્તા એ જ શક્તિ છે. સૃષ્ટિ પ્રલય વ્યક્તિમાં છે, જો કે સત્તા દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેમાં રહેલી છે. પરંતુ દ્રવ્ય એ સત્તાનું સૂક્ષ્મ સ્વરૂપ છે ગુણ પર્યાય (ઉત્પાદ-વ્યય) એ સત્તાનું સ્થૂલ સ્વરૂપ છે.
જો દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેમાં સત્તા રહેલી ન હોત તો ઉત્પાદ, વ્યય, (પર્યાય) ધ્રૌવ્ય (દ્રવ્ય) યુક્ત સતું એમાં સત્ શબ્દ છે તે ત્રણેમાં સત્તા બતાવે છે તે ન હોત અર્થાતુ, ત્રણે સાથે રહેલા છે તે સત્ છે.
વસ્તુનું એકલું દ્રવ્ય સ્વરૂપ રહેતું નથી કારણ કે વસ્તુનો સ્વભાવ છે કે તેમાં ફેરફાર સૃષ્ટિપ્રલયના કારણે થાય જ છે. માટે ધ્રુવ સ્વરૂપ સાથે સૃષ્ટિ અને પ્રલય છે જ અને તે સદા માટે છે. કોઈ કાળ એવો નથી કે તે આ સ્વરૂપ વિનાની વસ્તુ હોય.
છતાં તે ત્રણે જુદા છે, એક નથી. દરેકનો સ્વભાવ ભિન્ન છે. જે ધ્રૌવ્ય સ્વભાવ છે તે કદી વિચલિત થતો નથી. સૃષ્ટિ અને પ્રલય સદા વિચલિત છે. ક્ષણે ક્ષણે ચલિત થનાર સ્વભાવ છે. વળી ચલિતના સમાન હોવા છતાં સૃષ્ટિ સ્વભાવ અને પ્રલય સ્વભાવ એ બંને જુદા છે.
જો કે બંને (સૃષ્ટિ પ્રલય) ઉત્પન્ન કરે છે અર્થાતુ, એક ભાવ સ્વરૂપ સર્જન કરે છે તો એક અભાવ સ્વરૂપ સર્જન કરે છે અભાવ સ્વરૂપ સર્જન પણ અત્યંતભાવરૂપે નહિ પણ પ્રäસાભાવરૂપ બને છે.
આ ત્રણે સ્વભાવ એક જ વસ્તુમાં રહેલા છે, તે વસ્તુ સત્ છે. જો વસ્તુ જગતમાં ન હોય તો ત્રણ સ્વરૂપવાળી વસ્તુનો અનુભવ ન થાત.
આ રીતે વસ્તુનું સ્વરૂપ સંપૂર્ણ સમજવા માટે વાસ્તવિક રીતે સમજવા માટે ઉત્પાદ-વ્યય સ્વભાવનું જ્ઞાન હોવું જોઈએ સાથે તેના દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન હોવું જોઈએ, એ ત્રણે સ્વભાવ દરેક દ્રવ્યો (વસ્તુ)ના હોય છે.
તેમાં આપણે જડ-ચેતન બે દ્રવ્યો જે મુખ્યત્વે છે. તેના આ સ્વભાવને જાણીએ અર્થાત્, તે સ્વભાવનું જ્ઞાન આત્મામાં પરિણામ પામે તો સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સમ્યગું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે દર્શનની અત્યંત શુદ્ધિ થવાથી આત્મામાં આનંદ (કર્મ મુક્તિના આનંદ) રસને અનુભવે. જેથી તે રસને સાધકનો અંતર્નાદ
38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org