________________
૩. શુદ્ધાત્માની પૂજા માટે શુદ્ધાત્મ સ્વરૂપની અનુભૂતિ માટે અહંને સેવો. દ્રવ્યથી દ્રવ્ય પૂજા, અને ભાવથી “અહમ્'ની આપણા ઉપયોગથી પૂજા કરવાની છે. દ્રવ્ય પૂજામાં દ્રવ્યોથી તે આકૃતિને સ્પર્શ કરાવી ભાવ ઉત્પન્ન કરવાનો છે, તેમ ભાવપૂજામાં ભાવના-ઉપયોગ દ્વારા તે આકૃતિને અર્થાતું, ઉપયોગનો સ્પર્શ કરાવી તેમાં લીન બનાવવાનો છે. જે સ્પર્શ આત્મિક આનંદમાં લઈ જનાર છે.
અહમ્ ને સ્પર્શ એટલે શુદ્ધાત્માને સ્પર્શ, બાહ્ય પીગલિક સ્પર્શી રાગ-દ્વેષ કરાવનારા છે. બાહ્ય પરમાત્મ દેહ તથા શબ્દ દેહના સ્પર્શે રાગ-દ્વેષને દૂર કરનારા છે. અને શુદ્ધાત્મા-અદેહી-શબ્દદેહીના ઉપયોગ દ્વારા સ્પર્શી આત્મિક આનંદ ઉપજાવનારા છે. તે આનંદ કથનીય નહિ હોવાથી વર્ણન થઈ શકતું નથી. કેવળ અનુભવાય છે.
નમો અરિહંતાણં....આ રણકારમાં આત્માને સ્થિર કરવો અથવા અઈમ્.......ના રણકારમાં આત્માને અનાહતનાદમાં લઈ જવો. તથા પરમાત્માની જ્યોતિ સ્વરૂપ આકૃતિને નિહાળતાં મનના વિચારોની વિરામ દશા પ્રાપ્ત કરવા આકૃતિને નિહાળવામાં સ્થિર બનવું.
અથવા નમો અરિહંતાણં પદ બોલતાં તેમાં જ સ્થિર થવું તે સમયે જે વિકલ્પદશા ચાલતી હોય તેને નિહાળવા અંતે એક એક વિકલ્પનો વિરામ કરવો. તેમ કરતાં કુંડલિની શક્તિના ધ્યાનમાં સ્થિર થવું અથવા અનાહત નાદમાં પહોચવું. કુંડલિની શક્તિ અને અનાહત નાદને અનુસંધાન છે માટે તેનો અનુભવ આત્મદર્શન સુધી પહોચાડે છે.
૪. સૃષ્ટિદર્શન
ફા.શુ. ૫, સં. ૨૦૪૭, ગીરનાર અખિલ બ્રહ્માંડ અનેક વસ્તુઓથી ભરેલું છે. તેમાં દેશ્યમાન છે તે સૃષ્ટિરૂપ છે. જેની સૃષ્ટિ છે તેનો પ્રલય અવશ્ય હોય છે. સૃષ્ટિ અને પ્રલય વિદ્યમાન વસ્તુનો હોઈ શકે છે, માટે સત્તા છે. - સૃષ્ટિ, પ્રલય અને સત્તા આ ત્રણ સ્વરૂપ જગત (અખિલ બ્રહ્માંડ) છે, તેને જ જૈન દર્શનમાં “ત્પાદયય ઘવ્યયુ સ” કહે છે. સત્તા તે વ્યાપક છે. છ દ્રવ્ય પૈકી એક સત્તા ચૈતન્યની છે, બાકીની અચેતન-જડ છે.
માટે અખિલ બ્રહ્માંડ સૃષ્ટિ સ્વરૂપ છે, પ્રલય સ્વરૂપ છે, ધુવ સ્વરૂપ છે. સૃષ્ટિ અને પ્રલય સ્વરૂપ દેશ્યમાન છે પરંતુ જે ચક્ષુથી દૃશ્યમાન છે તે સ્થૂલ સૃષ્ટિ છે, જે સૂક્ષ્મ સૃષ્ટિ છે તે ક્ષણે ક્ષણે થઈ રહી છે પણ અનુભવાતી નથી. ક્ષણે ક્ષણે થતી સૃષ્ટિ અને પ્રલય અનુમાનથી અનુભવાય છે.
જે ચૈતન્ય શક્તિ સ્વરૂપ દ્રવ્ય છે, તે પણ અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહેલું છે. તે અદેશ્ય છે પણ તેની સ્થૂલસૃષ્ટિ અને પલય દૃશ્યમાન છે.
જે આ સૃષ્ટિ અને પ્રલય છે તેમાં ચેતન દ્રવ્ય મૂંઝાય છે તો મલિન થાય છે. એ મલિનતા એ જ પર વસ્તુ (કર્મ)નો સંગ છે. સાધકનો અંતર્નાદ
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org