________________
ગુણ તે આત્માની ક્રિયા છે, અને સ્વરૂપ એ આત્માની સત્તા છે.
સત્તા નિષ્ક્રિય છે. નિસ્તરંગ વિગેરે આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ છે તે તેનો સ્વભાવ બતાવે છે કે સ્વનું અસ્તિત્વ આ છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ગુણો છે. તે આત્માની જોવારૂપ, જાણવારૂપ અને આનંદ પામવારૂપ ક્રિયા છે.
આત્મા કેવો છે ? નિતરંગ છે એમ કહેવાથી તેનું સ્વરૂપ જણાવ્યું, તેની સત્તા કેવા પ્રકારની છે તે બતાવ્યું.
આત્મા કેવો છે ? જ્ઞાનવાન છે, દર્શનવાન છે, ચારિત્રવાન છે એમ કહીને તેની ક્રિયા શું છે તે બતાવ્યું.
સ્વરૂપ અને ગુણ બંને આત્માથી જુદા નથી માટે આત્માના ધ્યાનમાં આ બંને આવી જાય. પણ જયારે સ્વરૂપનું ધ્યાન કરાય છે ત્યારે તેની સત્તા માત્રનું ધ્યાન થાય છે. અને જયારે આત્માના સ્વભાવનું ધ્યાન કરવામાં આવે છે ત્યારે તેના ગુણનું ધ્યાન થાય છે. જેમાં આત્માની સક્રિયતા છે.
જોવ જાણવારૂપ ક્રિયા તે જ ગુણો છે, ક્રિયા તે જ તેનો સ્વભાવ છે. દ્રવ્ય એ સ્વરૂપ માત્રની સત્તારૂપ છે.
સ્વરૂપમાં સત્તામાત્ર જોવાની હોય છે. તે નિષ્ક્રિયતા છે. સત્તા માત્ર છે તેટલું જ જોવાનું હોવાથી તેની નિષ્ક્રિયતાને જોતાં નિર્વિકલ્પતા સધાય છે જેમાં શુકલ ધ્યાનનો બીજો પાયો છે. જોવા-જાણવારૂપ ક્રિયા ગુણ છે તેના ધ્યાનથી સવિકલ્પ ધ્યાન જે શુકલ ધ્યાનનો પહેલો પાયો છે.
કા.શુ. ૮, ૨૦૪૭, ગીરનાર સામે ધ્યાનમાં, જુનાગઢ જગતમાં બે સ્વરૂપે વસ્તુ રહેલી છે. શક્તિ અને વ્યક્તિ, સમષ્ટિ અને વ્યષ્ટિ. દ્રવ્ય અને પર્યાય આ ત્રણે એક જ વસ્તુ છે. શક્તિ કહો, સમષ્ટિ કહો, કે દ્રવ્ય કહો એ ત્રણે એક જ છે. વ્યક્તિ કહો વ્યષ્ટિ કહો, કે પર્યાય કહો એ ત્રણે એક જ છે.
વસ્તુ એક છે પણ તેનાં સ્વરૂપ બે છે. જયારે તે વસ્તુનું શક્તિ સ્વરૂપ વિચારીએ અર્થાત્ તે વસ્તુ શક્તિ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે માત્ર અસ્તિરૂપ સત્તારૂપ અદેશ્ય હાજર હોય છે અને વ્યક્તિ સ્વરૂપ ધારણ કરે છે અર્થાતુ, તે વસ્તુનું વ્યક્તિ સ્વરૂપ વિચારીએ ત્યારે તે દશ્યરૂપે હાજર હોય છે.
આવા પ્રકારની વસ્તુ જગતમાં બે છે. જીવ-ચેતન, અજીવ-જડ-પુગલ. જગતની તમામ વસ્તુઓનો આ ચેતન અને જડ અર્થાતુ, જીવ અને પુદ્ગલમાં સમાવેશ થાય છે. - ચેતન પદાર્થ એક જ છે અને જડમાં બીજા ચાર પદાર્થ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય. આ ચારે જડ પદાર્થનું પણ દ્રવ્ય સ્વરૂપ અદેશ્ય છે, જે શક્તિરૂપ અસ્તિત્વ ધરાવે છે. તેની સત્તારૂપે હાજરી હોય છે. તેમનામાં કઈ શક્તિ છે? સત્તારૂપે શું રહેલું છે? તે તો વ્યક્તિમાં અનુભવાય છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org