________________
તે શુદ્ધ-શુભ પર્યાય પ્રગટે છે.
નિર્વિકલ્પક ધ્યાનથી આત્મ સ્વરૂપ અનુભવાય છે. આત્માનુભવનો આનંદ ચાખવા મળે છે અને અંતે કર્મની નિર્જરા અને તે સમૂળ ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે અંતે મુક્તિને મેળવે છે. છે. પર્યાયની વિચારણા
વૈ.વ. ૧૧, ૨૦૪૬, વંથલી પર્યાયો બે પ્રકારની છે. ૧. કૃત્રિમ ર. અકૃત્રિમ.
૧. કૃત્રિમ પર્યાય - સમયે સમયે પલટાતી છતાં એક સ્વરૂપે પર્યાય જાવજજીવ રહે છે તે અઘાતિ કર્મ જન્ય. ઘાતિકર્મ જન્ય નાના પ્રકારની જાવજજીવ રહે છે.
૨. અકૃત્રિમ પર્યાય અનાદિ અનંત કાળ સુધી રહે છે તે પણ પ્રગટ ઘાતિકર્મ ક્ષય જન્ય છે તેથી તે પછી અનંતકાળ સુધી રહે છે.
અપ્રગટ અનાદિ સાંત છે.
વૈ.વ. ૧૧ પર્યાયો બે પ્રકારની ૧. કૃત્રિમ ૨. સ્વાભાવિક તે બંને પર્યાયો બે પ્રકારે ૧. પ્રગટ ૨. અપ્રગટ ૧. કૃત્રિમ પર્યાય - ૧. પ્રગટ ૨. અપ્રગટ
૧. કૃત્રિમ પ્રગટ - દા.ત. મનુષ્ય પર્યાય તે ભવપૂરતી છે, તે પણ સૈકાલિક છે. વર્તમાન, અનાગત, અતીતકાલીન દા.ત. બાલ્યકાળની, યૌવનકાળની, વૃદ્ધ કાળની.
૨. કૃત્રિમ અપ્રગટ - દા.ત. દેવ-નારક-તિર્યંચ ભવ સંબંધી. આ બધી કૃત્રિમ પર્યાયો પ્રગટઅપ્રગટ બંને ઉદયજનિત છે.
૨. સ્વાભાવિક પર્યાય ૧. પ્રગટ ૨. અપ્રગટ.
૧. સ્વાભાવિક પ્રગટ પર્યાય - ઘાતિ અઘાતિ કર્મક્ષય જન્ય જે શુદ્ધ પર્યાય છે તે. આ પર્યાય કેવળ સિદ્ધાત્માને જ પ્રગટ હોય છે. તે સિવાય સકલ જીવરાશિને આ શુદ્ધ પર્યાય અપ્રગટ હોય છે.
૨. અપ્રગટ પર્યાય બે પ્રકારે - ૧. પ્રગટ થવાને યોગ્ય ૨. પ્રગટ થવાને અયોગ્ય. ૧. જે ભવ્ય જીવ છે તેને પ્રગટ થવાને યોગ્ય અપ્રગટ પર્યાય છે.
૨. જે અભવ્ય જીવ છે તેને કોરા મગની જેમ કદી શુદ્ધ પર્યાય પ્રગટવાની નથી, માટે પ્રગટ થવાને અયોગ્ય છે. (અપ્રગટ પર્યાય)
ભવ્ય જીવને પ્રગટ પર્યાય બે પ્રકારે - ૧. સંપૂર્ણ પ્રગટ. ૨. યત્કિંચિત્ - યથાયોગ્ય પ્રગટ. ૧. સંપૂર્ણ પ્રગટ - સિદ્ધાત્માને હોય છે. તે ઘાતિકર્મ ક્ષયજન્ય છે. ૨. યત્કિંચિત્ પ્રગટ - તે સંસારી જીવને ઘાતિકર્મના ક્ષયોપશમ જન્ય છે.
સંસારી જીવમાં પણ ભવ્ય-અભવ્ય બે પ્રકારે જીવો છે. ભવ્યને શુદ્ધ પર્યાય પ્રગટ થવાને યોગ્ય અપ્રગટ પર્યાય છે. જે ઘાતિકર્મયોપશમ જન્ય છે. (તે પ્રગટ અંશ છે.) સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org