________________
જેમ આકાશને આપણે એક ખાલી જગ્યારૂપ જોઈએ છીએ. અર્થાતુ, ૦ શૂન્ય જોઈએ છીએ, કોઈ વસ્તુને નથીના રૂપમાં જોઈએ તેવી જોવી. તે રીતે જોવા છતાં તે સત્ છે માટે તેની હયાતિ કેવી જોવી? નિતરંગ, નિષ્પકંપ વિગેરે રૂપે જોવી.
એક આકાશ દ્રવ્યની સાથે બધી રીતે સરખામણી કરી શકાય એવું આત્મદ્રવ્ય છે. ભેદ એટલો છે કે આકાશ દ્રવ્ય જડ છે, આત્મ દ્રવ્ય ચેતન છે. બાકી બધું સરખું છે. નિસ્તરંગ, નિષ્પકંપ, નિર્વિકાર, નિરાકાર, નિરંજન છે, એક છે. અખંડ છે. જેમ આકાશ દ્રવ્યનો ભેદ પાડનાર જેમ ઘટ વિગેરે છે. તેમ આત્મદ્રવ્યનો ભેદ પાડનાર દેહ, પુદ્ગલ, શરીર છે. જે ભેદ પાડનાર છે તે પર્યાય કહેવાય છે.
શુદ્ધાત્મ દ્રવ્ય નિષ્ક્રિય એટલે કે કોઈ પણ ક્રિયા વગરનું માત્ર “સતું' છે તેમ જોવું. તે રીતે ઉપયોગથી જોતાં નિષ્ક્રિય દ્રવ્યનું આલંબન લેનારનું મન નિષ્ક્રિય બને છે. મનનું કાર્ય વિકલ્પો કરવાનું છે. સામે આલંબન નિષ્ક્રિય છે માટે તેમાં સ્થિર થતાં નિષ્ક્રિય-અર્થાતું, નિર્વિકલ્પ બને છે. મન સ્થિર થતાં સ્થિર થયેલો ઉપયોગ પણ નિષ્ક્રિય થતાં નિર્વિકલ્પ ધ્યાન થાય છે.
નિર્વિલ્પ થવા માટેના આ સિવાયના જે ઉપાયો છે તેમાં આલંબન નહિ આપીને નિર્વિકલ્પ બનાવવામાં આવે છે. મનની સામે કોઈ દ્રવ્યને નહિ ધરવાથી બનેલું નિરાલંબનપણું છે, તે વાસ્તવિક નિરાલંબનતા નથી પરંતુ આધારને બળ જબરીથી ખસેડી દઈને મનને દબાવવાનો, રૂંધવાનો, વિચારથી અટકાવવાનો પ્રયત્ન છે તેથી તે દબાણ ઓછું થતાં અશુદ્ધ આલંબનો મન સામે ખડાં થઈ જાય છે અને તેમાં લેપાઈ જાય છે. વિચારોને દબાવવાથી થયેલી નિર્વિચારિતામાં તેટલો સમય બળતું, ઝળતું ચિત્ત શાંત થવાથી શાંતિનો અનુભવ કરે છે, તે શુષ્ક ધ્યાન છે. કેમકે ચિત્તમાંથી વિચારને ઉત્પન્ન કરે તે પદાર્થોને ધકેલીને દૂર કરવામાં આવે છે તેટલો સમય. તે વિયારો ખસી જાય છે પછી તે ડબલ વેગથી આવીને મન ઉપર સવાર થઈ જાય છે.
જો કે એમ વારંવાર અભ્યાસ કરવાથી વિકલ્પો લાંબા સમયે ઓછા થાય પણ ઓછા થયેલા વિકલ્પો પણ શુભ જ હોય એમ નહિ. પરંતુ જે બાહ્ય પદાર્થોમાં પૂર્વે લેપાયેલું મન જે સ્થિતિ અનુભવતું હતું તે ફરી ઉપસ્થિત થાય છે.
આ નિરાલંબનતા આઠમા ગુણસ્થાનકની નથી. આઠમા ગુણસ્થાનકે તો તે પૂર્વે આલંબનમાં સ્થિર થયેલું ચિત્ત આલંબનની સાથે અભેદપણાને પામીને એકાકારતા પામે છે એટલે આલંબન છૂટી જાય છે અને આત્મા એ જ પરમાત્મા એ ભાવમાં સ્થિર થાય છે. આ રીતે સ્વાત્મામાં સ્થિરતા પામવાથી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાની બને છે. - આ રીતે શુભના આલંબનથી-શુદ્ધના આલંબનથી નિષ્ક્રિયતાને પામેલું મન સહેલાઈથી શાંત બની જાય છે, ત્યારે નિર્વિ૫તામાં આત્મિક સહજાનંદ હોય છે અર્થાતુ, શુષ્કતા નથી હોતી પરંતુ આનંદરસ અનુભવાય છે. તેમાં તૃપ્તિનો અનુભવ કરતો આત્મા બાહ્ય પદાથોથી વિમુખતાને પામેલો વળી પાછો જયારે નિર્વિલ્પતા છૂટી જાય છે ત્યારે શુદ્ધાત્માનું સ્મરણ થાય છે, તેના જ ગુણો, તેની જ પર્યાયના ચિંતનથી ચિત્ત પ્રફુલ્લિત રહે છે પણ શુષ્કતાને પામતું સાધકનો અંતર્નાદ
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org