________________
છે, એક છે, અસ્મલિત છે, નિરંજન છે, નિરાકાર છે. દ્રવ્ય સ્વરૂપે તો પાંચે (છ) દ્રવ્યો એક રીતે જ રહેલાં છે. જેમ આકાશ, ધર્મ, અધર્મ દ્રવ્યો છે તેમ આત્મદ્રવ્ય, પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્ય. આ બધાં દ્રવ્યોની અસ્તિત્વની રીત સરખી છે. તેઓ સત્તારૂપ શક્તિ છે. તે દરેકના સ્વભાવ ભિન્ન ભિન્ન છે.
જેમ આકાશ છે, તે અરૂપી છે તેને આપણે સત્તા માત્રથી આકાશ દ્રવ્ય છે તેમ વિચારીએ છીએ. તેનો સ્વભાવ અવગાહરૂપ છે તેથી તેને ઓળખીએ છીએ કે આ આકાશ દ્રવ્ય છે.
આ રીતે દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે તે એક છે, અખંડ છે, અવિચલિત છે, સત્તા માત્ર છે. દરેક દ્રવ્યને આ સ્વરૂપ લાગુ પડે છે.
સ્વરૂપે દૂધ એક છે છતાં જુદા જુદા વાસણમાં રહેલું તેની વાસણના ભેદથી ભિન્નતા જણાય છે. તેમ સ્વરૂપે આત્મ દ્રવ્ય એક છે તે જુદા જુદા દેહ ભાંડના ભેદથી ભિન્ન જણાય છે.
પરંતુ જયારે કર્મ મુક્ત બને છે. ત્યારે તેનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન રહે છે તે પણ શુદ્ધ પર્યાયરૂપ છે, પરંતુ સ્વરૂપે તો એક છે.
આ રીતે કેવળ દ્રવ્ય (પર્યાયની ગૌણતાવાળું)નું સ્વરૂપ બુદ્ધિથી અગમ્ય છે, ન સમજી શકાય એવું છે. તેને આકાશ દ્રવ્યની સરમણીથી નિતરંગાદિ સ્વરૂપ ચિંતવી તેમાં લીન થવું, જેથી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય. નિર્વિકલ્પ દશામાં તેને અનુભવી શકાય છે. તે અનુભવથી અગણિત કર્મોનો સંહાર થાય છે.
ફા.વ. ofી, ઉના સામે કેરી દેખાય છે એ શું છે? પર્યાય. તો તેમાં દ્રવ્ય કર્યું? આ કેરી છે એવું કેરીનું અસ્તિત્વ બતાવવાની જે શક્તિ છે તે જ દ્રવ્ય !
એવી જ રીતે આ આત્મા છે એવું બતાવવાની શક્તિ છે તેનું નામ જ દ્રવ્ય. જે દ્રવ્યને આપણે આત્મા તરીકે માનીએ છીએ. - એ શક્તિ એના ગુણ (સ્વભાવ)થી પ્રગટ થાય છે, અથવા તે દ્રવ્યનું પ્રાગટ્ય દેખાડનાર સ્વભાવ છે, અને દ્રવ્ય તો તે (દ્રવ્ય) ‘છે' એમ માનવા-સમજવા માટે છે. માનવા સ્વરૂપ છે, તે કોઈ વસ્તુરૂપે સ્પષ્ટ ભાસતી નથી પણ છે એ વાત સત્ય છે.
એ કોઈ પદાર્થ તરીકે વ્યકત-સ્પષ્ટ નથી જે અવ્યક્ત છે તે જ દ્રવ્ય છે. શક્તિ અવ્યક્ત છે, વ્યકિત વ્યક્તિ છે અને શક્તિ છે તેમાં જ દેવત્વ છે.
આ શક્તિ (દ્રવ્ય) વ્યાપક છે. તે એ રીતે સમજાય છે અથવા એનું કારણ એ છે કે ચૌદ રાજલોકમાં કોઈ પણ એવું સ્થળ (સ્થાન-જગ્યા) નથી કે જયાં કોઈ પણ વ્યક્તિ નજરે પડે તો આ અમુક છે (દ્રવ્ય છે અથવા આત્મા છે) એવું બતાવવાની શક્તિ હાજર ન હોય ! એ શક્તિની હાજરી એ જ દ્રવ્ય.
જેમ ઘડો દેખીએ એની સાથે આ મૃદુ દ્રવ્ય છે અર્થાતું, માટીનો છે અગર માટીપણાની શક્તિ છે એવો અનુભવ થાય છે. ગમે તેટલા એટલે કે અનેક વ્યક્તિમાં પણ તે દ્રવ્ય (મૃ૬)ની હાજરી બતાવે છે તે સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org