________________
જ મૃત્ શક્તિ છે. તેને આપણે મૃત્ દ્રવ્ય કહીએ છીએ અર્થાતું, હું મૃદુ છું એમ બતાવે છે. દ્રવ્ય-શક્તિ હાજર છે છતાં આ માટી છે એવું પ્રગટપણું તો વ્યક્તિ દેખાડે છે. વ્યક્તિ-પ્રગટપણું તે જ પર્યાય છે.
પ્રગટપણાથી સતુનો ખ્યાલ કરાવે તે પર્યાય.
ચે.શુ. ૯, પ્રભાસપાટણ ધ્રુવસત્તા દર્શન કરવા લાયક છે. અવાન્તર સત્તા પ્રગટ કરવા લાયક છે.
ધ્રુવસત્તા-તેનું દર્શન કરીને આનંદ પામવા માટે છે અવાન્તર સત્તા પ્રગટ કરીને અનુભવવા લાયક છે અને ભોગ્ય છે.
ધ્રુવસત્તા-નિરાવરણ છે માટે નિષ્ક્રિય છે. અવાર સત્તા-કર્મના આવરણને દૂર કરવાથી પ્રગટ થનારી છે માટે સક્રિય છે. ધ્રુવસત્તા-એટલે આત્માનું નિરાવરણ સ્વરૂપ-તેને જો.
અવાર સત્તા-આત્માનું આવરણ ખસવાથી પ્રગટ થાય છે. સ્વરૂપ જોવું. ધ્રુવસત્તા અને અવાન્તર તે બંને નિરાવરણ આ રીતે છે છતાં અવાનાર આવરણ ખસવાથી પ્રગટ થયેલું સ્વરૂપ તે પર્યાય કહેવાય અને જે ધ્રુવસત્તાથી શુદ્ધ દ્રવ્ય છે તે નિરાવરણ એવું દ્રવ્ય સદા અવસ્થિત રહેલું છે, તે દ્રવ્ય છે.
ધ્રુવસત્તા અને અવાન્તર સત્તા. બંને સત્તા દ્રવ્યથી જ સમજવી. દ્રવ્યની ધ્રુવસત્તા કેવળ દ્રવ્યનું સ્વરૂપ બતાવે છે. દ્રવ્યની અવાર સત્તા ગુણ પર્યાય સહિત દ્રવ્યનું સ્વરૂપ બતાવે છે.
દ્રવ્ય-ગુણ પર્યાય રહિત હોતું નથી, છતાં દ્રવ્ય તે દ્રવ્ય છે અને ગુણ પર્યાય તે ગુણ પર્યાય છે. દ્રવ્ય અને પર્યાયનાં સ્વરૂપ ભિન્ન છે, બંન્નેનું કાર્ય ભિન્ન છે. બંને બધી રીતે જુદા છે.
લક્ષણથી, સ્વરૂપથી, સ્વભાવથી અને જાતિથી જુદા છે. આ ગુણ પર્યાયની સાથે જ સદા રહેનાર હોવાથી દ્રવ્ય અને ગુણ-પર્યાયનો કથંચિત્ અભેદ કહેવાય છે અને લક્ષણથી, સ્વરૂપથી, સ્વભાવથી જુદા છે માટે કથંચિત્ ભેદ કહેવાય છે.
આ રીતે બંને (દ્રવ્ય અને પર્યાય) સ્વરૂપથી, સ્વભાવથી, લક્ષણથી જુદા છે, તો તે બંને જુદા જુદા વિચારીએ તો કેવા છે ? તો કહ્યું છે કે દ્રવ્યનું સ્વરૂપ અવિચલિત, નિસ્તરંગ, સ્વિમિનોદધિ જેવું, નિષ્પકંપ મેરૂ જેવું, આકાશ જેવું નિરાકાર નિરંજન છે. જેને દ્રવ્યની ધ્રુવસત્તા કહેવાય છે, અને ગુણ પર્યાયનું સ્વરૂપ વિચલિત છે, સક્રિય છે. તે ક્ષણે ક્ષણે શેયના પરિવર્તનથી પલટાય છે એવા જે જ્ઞાનદર્શન રૂપ ગુણ-સ્વભાવ-વિચલિત, સક્રિય હોવાથી ગુણપર્યાયવાળા દ્રવ્યની અવાનાર સત્તા કહેવાય છે.
અવાસ્તર સત્તામાં ગુણ પર્યાય અને દ્રવ્યનું ભેદસ્વરૂપ જોવાય છે. ધુવસત્તામાં દ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ સ્વરૂપ જોવાય છે.
દ્રવ્યનું લક્ષણ વ્યાપક છે.
પર્યાયનું લક્ષણ વ્યાપ્ય છે. સાધકનો અંતર્નાદ
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org