________________
પરંતુ દ્રવ્ય કદી પર્યાય વિનાનું હોતું નથી માટે દ્રવ્યનું વિશેષ જ્ઞાન કરવામાં તેની પર્યાય સક્રિય છે તે દેખાય છે. તેથી કેવળ દ્રવ્ય પોતે કાંઈ ક્રિયા કરતું નથી છતાં સક્રિયતાનું જ્ઞાન થાય છે. અર્થાત્, દ્રવ્ય પર્યાયથી એકમેક છે તેથી તેની સક્રિયતા દ્રવ્યની કે પર્યાયની છે ! એમ ભેદ પાડી શકાતો નથી. માટે દ્રવ્ય સક્રિય પણ આ અપેક્ષાએ છે.
ચૈ.વ. ૩
આત્માની ધ્રુવસત્તાનું જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. તેની અવાન્તર સત્તાનું જ્ઞાન તે વિશેષજ્ઞાન છે. ધ્રુવસત્તા નિષ્ક્રિય છે, અવાન્તર સત્તા સક્રિય છે.
વસ્તુ ‘છે’ એટલું માત્ર જોઈએ છીએ તે તે વસ્તુનું દર્શન છે, તે ‘સક્રિય છે’ એ જોઈએ છીએ ત્યારે વસ્તુનું જ્ઞાન થાય છે. દર્શન તે સામાન્ય બોધ, જ્ઞાન તે વિશેષ બોધ.
દ્રવ્યમાં સક્રિયતા નિષ્ક્રિયતા અપેક્ષિત છે, જયારે તેની સત્તાનું જ્ઞાન કરીએ છીએ ત્યારે તેની નિષ્ક્રિયતાના બોધ હોય છે. જયારે તે શું કાર્ય કરે છે ! તે જોઈએ છીએ ત્યારે તેની સક્રિયતાનો બોધ હોય છે.
જેમ કોઈ વ્યક્તિ ઘરમાં હોય અને કોઈને પૂછીએ કે તે વ્યક્તિ છે તો કહે કે હા, આટલા જ્ઞાનથી કેવળ તેની સત્તાનું જ્ઞાન થયું. તે વ્યક્તિ નિષ્ક્રિય ન હતી છતાં તેની હાજરી છે કે નહિ તેટલા જ્ઞાનની અપેક્ષામાં ક્રિયાની ગૌણતા હોવાથી તેનું જ્ઞાન હોતું નથી. એ જ રીતે આત્મા નામની વસ્તુ છે એટલા બોધથી તેનું સામાન્યનું જ્ઞાન થયું તે નિર્વિકલ્પક હોવાથી તેમાં સ્થિરતા પામેલું ચિત્ત નિર્વિકલ્પક બને છે.
આત્મ દ્રવ્યને નિસ્તરંગાદિ સ્વરૂપે જોવો, તેમાં સ્થિર થયેલું ચિત્ત નિર્વિકલ્પક બને છે. કેમકે કેવળ આત્માનું સામાન્ય સ્વરૂપ જોતાં જે જ્ઞાન થાય છે તે દર્શન છે. આને જ આત્મદર્શન કહેવાય છે. જેમાં “સોડ ં’ની પ્રતીતિ થાય છે તે જ આત્મદર્શન છે.
હું, તું અને તે એ ત્રણે સર્વનામ છે. જે નામમાં સર્વની પ્રતીતિ થાય તે સામાન્ય છે. ‘તે’ એમાં કોઈ વિશેષ નથી કારણ કે ‘તે’ એટલે કોણ ? એવો ભેદ પાડ્યો નથી. સોડહં ‘તે હું’ અહીં હું માં કોણ? એવો ભેદ પાડ્યો નથી. હું એટલે જે કોઈ આવું દ્રવ્ય છે તે. જો તેવું દ્રવ્ય તારો આત્મા છે ? તો ‘તું’! મારો આત્મા છે ? તો ‘હું' ! આ પ્રમાણે જો કોઈ આવું દ્રવ્ય આ પ્રમાણે (સત્તા ધરાવતું) હોય તે તે સર્વ હું અને તું છે તેમાં કોઈ વિશેષ નથી. માટે જ હું, તું અને તેનો અભેદ આ સામાન્ય દર્શનથી થઈ શકે છે.
ત્યાર પછી વિશેષ-જે અવાન્તર સત્તા દ્રવ્યની ધરાવે છે. તે કોણ છે ? સક્રિય છે.
જે દ્રવ્યમાં અરિહંત બનવાની યોગ્યતા રહેલી છે તે દ્રવ્ય કેવું છે ? ભવ્યત્વની યોગ્યતા છે તે દ્રવ્ય કેવું છે ?
જગત વાત્સલ્ય યુક્ત કઈ ક્રિયા કરવા ને યોગ્ય છે ? જવાબમાં કહ્યું છે કે જગત ઉપર પ્રેમ કરુણા ગુણ યુક્ત છે તેથી તેવી પર્યાય ધારણ કરે છે, ત્યારે સક્રિયતા પ્રત્યક્ષ થાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
18
www.jainelibrary.org