________________
તેમાં રહીને તારા સ્વરૂપમાં રમ. આ પ્રમાણે હે પાર્થપ્રભુ ! તારા પર્યાયના દર્શનથી, ધ્યાનથી મારા આત્માને ભાન થયું.
વૈ.શુ. ૬, નવપલ્લવ પાર્થપ્રભુ, માંગરોલ હે પરમાત્માનું ! તારું આત્મદ્રવ્ય નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ એટલે કે આકાશ જેવું છે તેવું જ મારું આત્મ દ્રવ્ય. જયારે હું અશુદ્ધ પર્યાયમાં રહેલો આત્મા (સાધક) યોગને સંવરીને કવચિત્ ઉપયોગ દ્વારા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હું જ શુદ્ધાત્મ દ્રવ્ય રૂપ પરમાત્મા છું અર્થાતું, મને તારામાં ને મારામાં કોઈ ભેદ દેખાતો નથી. પરંતુ સ્વરૂપની એકતા અનુભવતો હું જયારે ઉપયોગની અસ્થિરતાથી નિજ સ્વરૂપમાંથી બહાર આવું છું ત્યારે વિચાર આવે છે કે મારામાં ને તારામાં ભેદ તો છે, કયાં તારું વિરાટ સ્વરૂપ અને કયાં મારું વામણું સ્વરૂપ ! કયાં તું વિતરાગ ! અને કયાં હું રાગ-દ્વેષથી ભરેલો ! કયાં તારી સમતા અને પ્રશાંતતા અને કયાં હું વિષમ ભાવથી ભરેલો અશાંત ! કયાં તારી પ્રથમ મુદ્રા ને કયાં વિકૃત મારી મુદ્રા ! મેરું અને સરસવ જેવું અંતર, અર્થાત્ તારામાં અને મારામાં મોટો ભેદ છે. એ ભેદ પાડનાર આત્મ દ્રવ્ય નથી પરંતુ આત્મ દ્રવ્ય સાથે જોડાયેલ કર્મની વર્ગણા છે.
તારે પણ પર્યાય તો છે પણ સહજ શુદ્ધ પર્યાય પ્રગટ છે. કેમકે અનાદિનો જે સહજમલ હતો તેનો હાસ થઈ જવાથી તથા ભવ્યત્વ-મુક્તિગમન યોગ્યતાના પ્રભાવે કર્મના વિયોગજન્ય પર્યાય પ્રગટ છે.
સહજ પર્યાય તો મારે પણ છે કેમકે પર્યાય વિનાનું દ્રવ્ય જ હોતું નથી પરંતુ મારે સહજમલનો હાસ નહિ થવાથી કર્મનો સંયોગ થવાની યોગ્યતાના પ્રભાવે સમયે સમયે કર્મનો બંધ છે તે કારણે કર્મજન્ય જે કૃત્રિમ પર્યાય છે તેણે સહજ પર્યાયને ઢાંકી દીધી છે, અર્થાતુ, તેનું સ્વરૂપ સંતાડીને કૃત્રિમ (સ્વ)રૂપનો સ્વાંગ સજ્યો છે, તેને પોતાની પર્યાય માનીને તેના ઉપર મમત્વ કરીને જગતમાં ભિખારીની જેમ ભટકે છે કૃત્રિમ પર્યાયમાં કાંઈ પણ ઊણપ ન આવી જાય તેની કાળજી રાખતો તે ઊણપની પૂર્તિ માટે જગતના ચોગાનમાં ફરે છે. આ પૂર્તિ કૃત્રિમ હોવાથી કદી થતી નથી. એટલે તેની ભિખારી વૃત્તિ પણ જતી નથી. કોઈ સમજુ (જ્ઞાની) ગુરુ ભગવંત મળી જાય તો ખ્યાલ કરાવે અને કાળ પાક્યો હોય તો સમજી જાય ત્યારે પોતાની સહજ પર્યાયને સ્મરી પ્રગટ કરવા માટે ઉદ્યમ કરે અને આ કૃત્રિમ પર્યાયમાં અલિપ્ત રહે અર્થાતુ, મમત્વ છોડે.
કર્મના સંયોગ જન્ય પર્યાય બે જાતની છે, કર્મ બે જાતનાં છે માટે. ૧. કર્મ સીધા આત્માના ગુણોને ઢાંકે છે અર્થાતુ, હણે છે માટે તેને ઘાતિ કહેવાય છે.
૨. બીજાં એવાં કમ છે કે આત્મા ઉપર આવરણ કરે છે પરંતુ આત્માને (ગુણોને) હણતા નથી. તેથી જયારે આત્મા ઘાતિ કર્મના નાશથી જીવંત બને છે-ગુણ પુષ્ટ બને છે ત્યારે તે આવરણ પાતળું એવું છે કે તેનો સમય (મુદત) પુરો થાય એટલે પોતાની મેળે નાશ પામે છે.
આ બે જાતનાં કર્મ (ઘાતિ-અઘાતિ) છે. તેમાં ઘાતિ કર્મ ઉદય જન્ય પર્યાય તે ક્રોધ, માન, માયા,
સાધકનો અંતર્નાદ
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org