________________
હું પૂર્વ પર્યાયોને વોસિરાવી દઉં છું, વર્તમાન પર્યાયોને (ઉદયની) ભોગવીને ખલાસ કરું છું, અનુદીકનું સંવરણ કરું છું અર્થાતું, ભાવિમાં આ પર્યાયોને નહિ ભોગવવી એવું પ્રત્યાખ્યાન કરું છું. તેથી હું કોણ છું? આ સમયે સૈકાલિક પર્યાયોનો ભોગવટો છોડી દેનાર હું શુદ્ધ પર્યાયને ભોગવનાર આત્મા છું તેનું ભાન થયું. તે વખતે સહજ વિલાસી સહજાનંદ સ્વરૂપમાં લીન એવા આત્માનું દર્શન અનુભવાય.
વૈ.શુ. ૬, દેરાસરમાં, માંગરોલ સ્વરૂપ આત્માનું એક જ છે પરંતુ તેની અવસ્થા બે છે. તેમાં જે નિષ્ક્રિય અવસ્થા છે તેને દ્રવ્ય કહેવાય છે અને સક્રિય અવસ્થા છે તેને પર્યાય કહેવાય છે.
આમાં પ્રશ્ન થાય કે એક વસ્તુમાં વિરોધી બે અવસ્થા કેવી રીતે હોઈ શકે ?
જવાબ : દ્રવ્યાર્થિક નય - નિશ્ચયનયથી નિષ્ક્રિય છે અને પર્યાયાર્થિક નય - વ્યવહાર નથી સક્રિય છે. અર્થાતું, જેમ દ્રવ્ય અને પર્યાયનો એક દૃષ્ટિએ ભેદ છે અને બીજી દષ્ટિએ તે અભેદ છે. તે ભેદ અભેદ બંને પણ ઉપચરિત નથી, સત્ છે કારણ કે જોવાની દૃષ્ટિ ભિન્ન છે. નિશ્ચયથી ભેદ વ્યવહારથી અભેદ, તેમ નિશ્ચયથી નિષ્ક્રિય વ્યવહારથી સક્રિય આ પ્રમાણે આત્માનું નિષ્ક્રિય સ્વરૂપ તે આત્મ દ્રવ્ય. આત્માનું સક્રિય સ્વરૂપ તે આત્માની પર્યાય. - આ બે વસ્તુ હોવાનું કારણ આત્મા પરિણામી છે એટલે કે પરિણામ પામવાના સ્વભાવવાળો છે. માટે મેદાભેદ અને નિષ્ક્રિય સક્રિયતા રહેલી છે.
વે.શુ. ૭ વસ્તુ સ્વરૂપે આત્મા એક છે પરંતુ આત્મ દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. કેમકે પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી તેથી આત્મ દ્રવ્યો અનંત છે, એમ કહી શકાય.
આત્મા નામની વસ્તુ એક છે કારણકે દ્રવ્યો સ્વ સરખા છે માટે વસ્તુ એક કહેવાય. જેમ દૂધ નામની વસ્તુ ગમે તેટલા ઠામમાં ભરી હોય તો પણ દૂધ નામે વસ્તુ એક છે. એમ કહેવાય. જુદા જુદા ઠામમાં રહેલું દ્રવ્ય ભિન્ન ભિન્ન છે માટે બધા જુદા જુદા ઠામનાં દ્રવ્યો જુદાં છે તે ભેદ પાડનાર જેમ ઠામ છે તેમ જુદા જુદા ઠામરૂપ શરીરમાં રહેલું દ્રવ્ય જુદું જુદું છે કેમકે તે દ્રવ્યને જુદું પાડનાર શરીર છે. પરંતુ વસ્તુ સ્વરૂપે દરેક ઠામરૂ૫ શરીરમાં આત્મા એક છે.
આ પ્રમાણે વસ્તુ અને દ્રવ્ય એ શબ્દથી એક અને અનેક આત્મા કહેવાય છે. વસ્તુથી સ્વરૂપની મુખ્યતા આવે છે, દ્રવ્યથી પર્યાય યુકતતાથી અન્ય સ્વરૂપનું સાહચર્ય પણ આવે છે.
માટે વસ્તુ એક છે, દ્રવ્ય અનેક છે. માટે જ કહ્યું છે કે “વષ્ણુ સદાવો થwો” પણ “ દાવો ઘમ' ન કહ્યું. વસ્તુને બતાવનાર-જણાવનાર ધર્મ છે. અર્થાતું, સ્વનું-વસ્તુનું અસ્તિત્વ બતાવવા માટે જે વસ્તુ છે તેને ધર્મ કહેવાય છે તે જ શુદ્ધ પર્યાય છે. જેને આત્મ સ્વરૂપ પ્રાગટ્ય કહેવાય છે. તે ધર્મ સાધકનો અંતર્નાદ
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org