________________
ધરાવવાની શક્તિ ન હોત તો તેની સત્તા આ જગતમાં ન હોત માટે દ્રવ્ય કહો અગર એક જાતની શક્તિ કહો કે સત્તા કહો તે બધું એકજ છે. - તે (દ્રવ્ય) નિષ્ક્રિય છે પરંતુ તે પોતાનું અસ્તિત્વ ધરાવે છે એટલું તે આપણા માટે શય તરીકે કાર્ય કરે છે. શેય છે તેને આપણે જ્ઞાનમાં પ્રતિબિંબિત કરીએ છીએ તો જ તે શેય બને છે, માટે તે કાર્યશીલ નથી એ નક્કી છે. કાર્ય માત્ર સ્વભાવ કરે છે. આ સ્વભાવ પણ જો સત્તા દ્રવ્ય ન હોય તો કાર્ય ન કરી શકે. સ્વભાવ પણ એકલો હોઈ શકતો નથી, દ્રવ્યની હાજરીમાં જ સ્વભાવ રહેલો છે અને તે કાર્ય કરે છે.
પરંતુ ધ્યાન અને ચિંતનમાં અર્થાતુ, સમજવા-બોધ માટે તેનો (દ્રવ્ય અને સ્વભાવ બંનેનો) ભેદ અને અભેદ સમજવાનો છે.
ભેદ અને અભેદ બન્ને વાસ્તવિક છે, માટે કથંચિત્ ભેદ કથંચિત્ અભેદની વિચારણા છે. કારણ કે દ્રવ્યનું અને સ્વભાવનું (પર્યાયનું) સ્વરૂપ જ એવા પ્રકારનું છે. જો કોઈ પણ એક પ્રકારનો એકાંત પકડીશું તો પદાર્થનું (અહીં આત્મા નામના પદાર્થનું) સંપૂર્ણ સ્વરૂપ સમજાશે નહિ અર્થાતું, તેની વાસ્તવિકતા નહિ પામી શકાય, પરંતુ અપૂર્ણતા રહેશે અને તે કારણથી જ તેના માટે વાદ-વિવાદની પરંપરા આમાંથી જ ઊભી થઈ છે.
ભેદ પણ એટલો જ સાચો છે અને અભેદ પણ એટલો જ સાચો છે. પરંતુ દ્રવ્ય અને પર્યાય બને પોત પોતાના સ્વરૂપમાં હોય છે તે વિચારીએ ત્યાં સુધી તે ભિન્નતા બરાબર છે, પણ બંને (દ્રવ્ય અને પર્યાય) એક બીજા વિના રહી શકતા નથી તો જો બન્નેનું એક સ્વરૂપ વિચારવામાં આવે ત્યારે તો કોણ જુદું છે એ વિચારણા થઈ શકે નહિ અર્થાતુ, જુદા પાડયા પાડી શકાતા નથી ત્યારે અભિજ્ઞતાથી વિચારણા કરવામાં આવે છે.
જો કે પદાર્થનું સ્વરૂપ બંને રીતે વિચારવાનું આપણને ઉપકારક છે માટે જયારે ભેદની સાધના કરવાની હોય ત્યારે એકલા ભેદનો વિચાર કરવો, અમેદની સાધના કરવાની હોય ત્યારે એકલા અભેદનો વિચાર કરવો. જેથી દ્રવ્યની સાધના વાસ્તવિક આત્માનું સ્વરૂપ પકડી શકાય અને અનુભવી શકાય એટલા માટે વિચારવાનું છે.
પર્યાયની સાધનાથી આત્માનું જે વિકૃત સ્વરૂપ છે તેને ઓળખીને તેનાથી છૂટા થવાનો પ્રયત્ન કરી શકાય એટલા માટે વિચારવાનું છે.
ફા.વ. ૧૨+૧૩, શાહબાગ સમાધિએ, ઉના અઈમાં આહત્ત્વ રહેલું છે. તેને ચૈતન્ય કહેવાય છે તે ચૈતન્ય જગતમાં વ્યાપીને રહેલું છે એટલે શું? દ્રવ્ય એ સામાન્ય અને વિશેષ ધર્મ યુકત છે. તે બંને ધર્મ શાશ્વત છે. અર્થાતુ, નિત્ય સંબંધે રહેલા છે. આ બે ધર્મમાંથી તે એકે ધર્મથી ટ્યુત દ્રવ્ય થતું નથી. તેમાં જે સામાન્ય ધર્મ છે તે જગતમાં વ્યાપીને રહેલો છે.
ચૈતન્ય એ આત્મદ્રવ્યનો સામાન્ય ધર્મ છે. તેથી ચૈતન્ય વ્યાપીને રહેલું છે, એમ કહેવાય છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org