________________
થયું, પરંતુ દ્રવ્ય પર્યાય વિનાનું નથી હોતું. “તુળ પર્યાય વત્ દ્રવ્યમ્’ જયારે તે દ્રવ્યનું વિશેષજ્ઞાન કરવું હોય ત્યારે તેના ગુણને-સ્વભાવને ઓળખવા માટે વિચાર કરવાનો હોય છે.
દ્રવ્ય એકલું કાંઈ કરતું નથી, ક્રિયા પર્યાય કરે છે, પરંતુ શુદ્ધાત્મ દ્રવ્યનું દર્શન (સામાન્ય જ્ઞાન) હોય છે માટે નિર્વિકલ્પતા હોય છે. દર્શનમાં વિકલ્પ હોતા નથી.
નિર્વિકલ્પ બનવા માટે શુદ્ધાત્મ દ્રવ્યનું (પર્યાયની ગૌણતા) ધ્યાન છે. પરંતુ વસ્તુ માત્રનો સ્વભાવ હોય છે.
જેમ કેરી સામે પડી છે તેને જોતાં વિકલ્પ રહિત ‘કેરી’ એવું સામાન્ય જ્ઞાન થયું, પરંતુ કેરી એ મીઠાશને બતાવતી નથી, પરંતુ કેરીનો સ્વભાવ મીઠાશને બતાવે છે. કેરીનો ગુણ છે તેના રસની મીઠાશ. તે કેરીનો સ્વભાવ જ આપણને મીઠાશનો અનુભવ કરાવે છે તેમ આત્મ દ્રવ્ય કાંઈ કરતું નથી પરંતુ તેનો ગુણ-સ્વભાવ જોવા-જાણવાનો છે તેથી આત્માનો સ્વભાવ છે તે જગતના વિષયોને જણાવે છે, દેખાડે છે અર્થાત્, જોવા-જાણવાની ક્રિયા દ્રવ્યનો સ્વભાવ કરે છે.
દરેક દ્રવ્યનો સ્વભાવ ક્રિયા કરે છે અર્થાત, સ્વભાવ દ્રવ્યને ક્રિયા કરવા પ્રેરે છે. તે ક્રિયાથી જ દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ જણાય છે. માટે શુદ્ધાત્મ દ્રવ્યને શૂન્યવત્ જોવા છતાં તે પોતે અસત્ અથવા અભાવરૂપ નથી, પરંતુ સત્ છે, ભાવરૂપ છે, માટે જ સક્રિયતા દેખાડનાર ગુણને સ્વ-ભાવ કહેવાય છે. દ્રવ્યનું સ્વ એટલે પોતાનો ભાવ એટલે અસ્તિત્વ સત્તા સત્ પણું તે ગુણથી જણાય છે અર્થાત્, ગુણ દેખાડે છે. (ક્રિયા દેખાડે છે) ગુણ એ જ પર્યાય છે કેમ કે જયારે તે ગુણ-સ્વભાવ (જોવું-જાણવું) ક્ષયોપશમ ભાવનો હોય છે ત્યારે વધ-ઘટરૂપે ફેરફાર થાય છે અને જયારે ક્ષાયિક ભાવનો હોય ત્યારે શેયના પરિવર્તનથી જોવા જાણવારૂપ પર્યાય પલટાયા કરે છે.
જો કે એકલું દ્રવ્ય હોતું નથી, અને એકલી પર્યાય પણ હોતી નથી પરંતુ એકલા શુદ્ધાત્મ દ્રવ્યની વિચારણા આપણને નિર્વિકલ્પ બનવા માટે ઉપયોગી છે અને એકલા પર્યાયની વિચારણા નિર્મોહી બનવા માટે ઉપયોગી છે.
જગતનું સ્વરૂપ પર્યાયના કારણે પલટાતું હોય છે તે પલટાતા જગતના પદાર્થોમાં અનિત્યતા વિગેરે ભાવોથી ભાવિત આત્મા વૈરાગ્ય વાસિત બનીને આત્માની પ્રીતિ જગાડે અને નિજ સ્વરૂપની પ્રીતિ જાગતાં તેમાં જ તન્મયતા, તદ્રુપતા કરીને નિજાનંદની મસ્તી માણી શકે.
ફા.વ.વિક્ર. ૭, અજાહરામાં
હે પ્રભુ ! તારું શુદ્ધાત્મ દ્રવ્ય અવિચલિત છે. ત્રિકાલાબાધિત છે. અસ્ખલિત છે. આ સ્વરૂપ તારી ધ્રુવ સત્તાને બતાવે છે અને તારી અવાન્તર સત્તાથી પ્રગટ થયેલી પર્યાયે તો ગજબ ઉપકાર કર્યો છે. તે પર્યાય તો પ્રગટ થયા પહેલાં ત્રણ ત્રણ ભવ પહેલાં જગતના સર્વ જીવો પ્રત્યે કરુણાથી ઉભરાઈ ગયેલા હૃદયમાંથી ભાવ પ્રગટ થયા કે હું સર્વ જીવોને મોક્ષનો માર્ગ દેખાડું, સમકિત પમાડું વિગેરે. જો કે અવાન્તર સત્તા દરેક જીવોને રહેલી છે અને તેમાં ભવ્યત્વની સત્તાના પ્રભાવે કોઈને
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
7
www.jainelibrary.org