________________
સાચુ કરીએ પ્રતિક્રમણ
28
શું ન કરવું તેની સમજણ આ સૂત્રમાં આપેલી છે. જેમ કે ખાંસી, ઉધરસ, બળખાં, બગાસાં, ઓડકાર, ચક્કર વિગેરેની છૂટ. કાઉસ્સગ્ગ હોઠ ફફડાવીને, નવકારવાળી ગણીને, મચ્છર ઉડાવતા રહીને હલતા હતા, ટેકો કે કારણ વગર બેઠા બેઠા ન કરી શકાય.
લોગસ્સ (નામસ્તવ) : આ સૂત્રમાં ૨૪ તીર્થકર ભગવાનને નમસ્કાર કરવામાં આવેલ છે. ૨૪ પરમાત્માના નામ આ સૂત્રમાં હોવાના કારણે તેનું નામ નામસ્તવ છે.
સકલકુશલવલ્લિ : (ખમાસમણ દઈ ડાબો ઢીંચણ ઉભો કરીને ચૈત્યવંદન કરવું) શાંતિનાથ તથા પાર્શ્વનાથ પ્રભુને યાદ કરીને માંગલિક સ્વરૂપે આ સૂત્ર બોલવાનું છે ત્યારબાદ ચૈત્યવંદનં પણ માંગલિક માટે કરવાનું છે. (અહીં જો દેવસી પ્રતિક્રમણ હોય તો કોઈપણ ચૈત્યવંદન પણ પખી, ચોમાસી કે સંવત્સરિ પ્રતિક્રમણ હોય તો “સકલાઈિતું બોલવું. જેમાં ૨૪ તીર્થકરોની સ્તવના છે.) તે-તે તિથિના અથવા તિથિ અનુસાર તે-તે તીર્થકરોના ચૈત્યવંદનો અર્થના વિચારપૂર્વક બોલવા.
પ્રશ્ન : અહીં ડાબો ઢીંચણ જ કેમ ઉભો કરવાનો ?
જવાબ: આ આસન અર્ધ વજાસન કહેવાય છે અને ડાબો ઢીંચણ ઉભો કરવાથી વિનયની મુદ્રા થાય છે. વિનય એ મોક્ષનું કારણ છે તેમજ અર્ધ વજાસનથી સુસ્તી ઉડી જાય છે. પાચનની ક્રિયા મજબુત થાય છે પણ તે તો ગૌણ છે.
જંકિચિ (વેબસાઈટ) : ઈન્ટરનેટ પર તમે કોઈપણ વેબસાઈટ ખોલો ત્યારે તમે જે વેબસાઈટની જેટલી વસ્તુ હોય તેના વિશ્વના કોઈપણ ખૂણેથી દર્શન કરી શકો. બસ એજ રીતે આ જંકિચિ સૂત્ર દ્વારા સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકના કોઈપણ ખૂણે રહેલી સર્વજિન પ્રતિમાઓને તમે વંદન કરી શકો છો.
નમુક્કુણ: આ સૂત્ર શાશ્વત છે. પ્રતિક્રમણ સૂત્રમાં ફક્ત ત્રણ જ સૂત્રો એવા છે જે શાશ્વતા હોય. (૧) નવકાર (૨) કરેમિભંતે અને
ક્ષમા આપવી કઠણ છે અને એથીય કપરું કામ છે ક્ષમા આપીને ભૂલી જવું.