________________
પ૬૦
.
૦
રત્નત્રયી ઉપાસના
હે તારક દેવાધિદેવ ! હું કેવો મૂર્ખ !
સભા પૂરી થઈ ગઈ, લોકો ઘેર જતા રહ્યા, પછી હું ઘંટ વગાડવા બેઠો. પૂર્વભવમાં કંઈજ ન કર્યું.
આ ભવ પણ પૂરો થવા આવ્યો. વર્તમાન ભવની પણ અંતિમ ક્ષણે વિચારું છું કે મને આવતા ભવમાં પુણ્યની સામગ્રી મળશે કે નહિં? ખરેખર, ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણેય ભવ હું હારી ગયો. છેલ્લી ક્ષણે મારી ઘંટડી કોણ સાંભળે ?
આગલા ભવમાં મેં કાંઈ પુણ્ય કર્યું નહિ, આ ભવમાં કરતો નથી તેમ હવે ભવિષ્યમાં કરી શકીશ પણ નહિ; તે ત્રણ જગતના નાથ! હું તો આવો હોઈને મારા ભૂત, વર્તમાન તથા હવે પછીના ભાવિ જન્મો વ્યર્થ ગયા-નાશ પામ્યા. (પૂર્વભવે પુણ્ય કર્યું હોત તો અહીં ધર્મ કરી શક્ત, અહીં ધર્મ કરત તો આગળના ભાવમાં સારી સામગ્રી મળત, તેથી ત્યાં પણ ધર્મ કરી શકત, આમ ન થવાથી મારા તો ત્રણે ભવ બગડ્યા.
પ્રભુના સર્વજ્ઞત્વનું સૂચન અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતાતણું, જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ? જ્યાં કોડનો હિસાબ નહિ ત્યાં પાઇની તો વાત ક્યાં? ૨૪ હે દેવેન્દ્રવંદિત નાથ ! વધારે શું બડબડ કરું !
‘જેનો સ્વભાવ બૂરો એનો થાય ચૂરો' એ કહેવત અનુસાર સ્વરૂપથી હીરા જેવા ઉત્તમ આત્માને બાળીને મેં ભસ્મ જેવો કરી દીધો છે.
આ મારૂં નગ્ન ચારિત્ર છે. આપ તો બધું જ જાણો જ છો! આપશ્રી પાસે ક્રોડાનોય હિસાબ નથી તો એક પૈસા સમાન મારા જેવાની તો
સ્વછંદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ.