________________
ચારે ગતિના જીવોનાં ખામણાં
સ્વામિ (રાજ્યાદિ અધિકારી) પણું પામીને મેં અપરાધી અને નિરપરાધી જીવોને બાંધ્યા, ઘાયલ કર્યા, માર્યા તેને પણ ત્રિવિધે હું ખમાવું છું. ૨૦
દુષ્ટ એવા મે ક્રોધથી અથવા લોભથી કોઈપણ મનુષ્યને કુડું કલંક દીધું હોય તેને પણ ત્રિવિધે હું ખમાવું છું. ૨૧
હમણાં ઈર્ષ્યાભાવમાં પ્રાપ્ત થયેલા મેં કોઈ પણ જીવ સાથે પરપરિવાદાદિ કીધાં હોય; કોઈની ચાડી ચુગલી કીધી હોય તેને પણ હું ત્રિવિધે ખમાવું છું. ૨૨
અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને ક્ષુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનોથી પણ નથી સાંભળ્યો. ૨૩
વળી પરલોકની પિપાસાવાળા મેં અનેક જીવોનો ઘાત કર્યો હોય કે જેથી હું અનેક જીવોના દુ:ખનો હેતુભૂત થયો હોઉં તેને પણ હું ખમાવું છું. ૨૪
આર્યદેશમાં પણ કસાઈ, પારધી, ડુંબ ધીવરાદિ માછીમાર હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ ત્રિવિધે હું ખમાવું છું. ૨૫
મિથ્યાત્વથી મોહિત અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જીવોના વધ કરાવ્યા હોય તેને પણ હું ખમાવું છું. ૨૬
વેલડી આદિ વનને દાવાગ્નિ દઈને જે જીવોને મેં બાળ્યા હોય, તેને પણ હું ખમાવું છું. ૨૭
મેં ઉલંઠપણે કર્મભૂમિને અંતરદ્વીપાદિને વિષે જે જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૨૮
%
CE
વાણીથી સંબંધ બગાડી પણ શકાય અને સંબંધ સુધારી પણ શકાય.
૮૧૧