________________
મહર્ષિ મેતારજ મુનેની કથા
૮૪૯
પૂર્વભવે એક રાજકુમાર અને રાજપુરોહિતના પુત્રને ગાઢ સ્નેહ હતો. બન્ને મિત્રો સાથે જ રમતા અને સાથે જ જમતા હતા, પણ તેમનામાં એક મોટું અપલક્ષણ હતું. તેઓ જૈન મુનિઓની ઠેકડી ઉડાડવામાં આનંદ માણતા હતા. આ કારણે જ આ નગરીમાં જૈન મુનિઓનું આગમન બંધ થયું હતું. એકવાર સાગરચંદ્ર નામના મહાત્માએ ગુરૂઆશા લઈ અવંતી ભણી વિહાર કર્યો. લોકોએ ઘણા વાર્યા, ‘મહારાજ ! રાજમહેલમાં ન જશો. છોકરાઓ બહુ દુષ્ટ અને પાખંડી છે, આપની આશાતના કરશે અને ધર્મની હીલના થશે.”
સાગરચંદ્ર મુનિએ જવાબમાં જણાવ્યું. “મહાનુભાવો ! એ બાળકોને બોધ આપવા જ હું અહીં આવ્યો છું, તમે ગભરાશો નહિ, હું યોગ્ય કરીશ.” અને તેઓ રાજમહેલમાં પહોંચી ગયા. બન્ને મિત્રો ચોકમાં રમી રહ્યા હતા. મુનિને જોતાં જ તેઓ દોડી આવ્યા અને જેમ આવે તેમ બોલવા લાગ્યા. મુનિ શાંતિપૂર્વક સાંભળતા જ રહ્યા. છેવટે રાજપુત્રે કહ્યું: “મહારાજ ! આવો! આવો! આપણે ખેલીએ અને તેઓ મુનિ સાથે ક્રીડા કરવા લાગ્યા. મુનિને તો પરચો જ બતાવવો હતો, એટલે તેમણે લાગ જોઈને બન્નેને એવી રીતે પડક્યા કે તેમનાં સાંધેસાંધા ઉતરી ગયા અને કરણ છંદન કરવા લાગ્યા. ત્યાંથી મુનિ એક ઉદ્યાનમાં આવી કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બન્યા. બન્ને મિત્રોનો આ કરૂણ વિલાપ રાજાને કાને અથડાયો, એટલે તે તરત જ નીચે આવ્યો અને બન્નેની આવી વિચિત્ર સ્થિતિ નિહાળી અત્યંત કોપાયમાન થયો. જાણે તપેલો લોખંડનો ગોળો જ જોઈ લ્યો. રાજાને ખબર પડી કે આ કૃત્ય મુનિએ આચર્યું છે, એટલે તેણે સેવકોને હુકમ ક્યોં કે “જાવ, જલ્દી જાવ, કુમારોની આ દશા કરનાર મુનિને શોધી લાવો.”
રાજાજ્ઞા થતાં જ સેવકો દોડી ગયા અને તેમણે તપાસ કરી રાજાને નિવેદન કર્યું: ‘મહારાજ ! તેઓ બહારનાં ઉદ્યાનમાં કાઉસ્સગ્ન-ધ્યાનમાં ઊભા છે.” એટલે રાજા પોતે ત્યાં ગયો અને મુનિને તોછડાઈથી કહેવા લાગ્યો મુનિએ જણાવ્યું કે “હે રાજન્ ! મેં પાપ કર્યું નથી, પણ તમને હિતશિક્ષા આપી છે. તમારાં બાળકો પવિત્ર સાધુ સંતોની ગમે તેવી ઠેકડી કરે અને તમે એને કંઈ કહો નહિ, એ કેવો ભયંકર અન્યાય ! તમારે એ બાળકોને શિક્ષા કરવી જોઈએ, ઠેકાણે લાવવા જોઈએ. તમે એ કાર્ય ન કર્યું, એટલે અમારે આ કાર્ય કરવું પડ્યું.” મનિનાં આ વચનો સાંભળી રાજા લજિત થયો. તેણે કહ્યું: ‘મહારાજ ભૂલ થઈ, ગુનો માફ કરો ! હવે જરૂર એમને હું સમજાવીશ, પરંતુ અત્યારે તો તેમના પ્રાણ બચાવો.” ત્યારે મુનિએ કહ્યું. “રાજન ! સાધુઓની હલના કરવી,
“માનવીની ઈચ્છાનું ખપ્પર કદાપિ ભરાતું જ નથી.”