________________
કુબેરદત્તાની કથા
૮૭૯
લાગતા હતા. એને નિરખી નિરખીને કુબેરસેનાનાં હૃદયમાં હર્ષની ઉર્મિઓ ઉછળી રહી હતી, પરંતુ કુટ્ટીની તો પાછળ પડી હતી. તેણે કહ્યું કે જો આ બાળકો તારા રૂપ અને યૌવનનો વિનાશ કરશે. મારી વાત માન, સૌંદર્ય એ જ આપણું ધન છે. જેમ સુગંધ વગરનાં ફૂલને કોઈ અડતું નથી, તેમ સૌંદર્ય વિહીનની સામે કોઈ નજર પણ નહિ કરે. આજીવિકાનો આધાર યૌવન પર નિર્ભર છે. તેણે હઠ લીધી અને એ હઠમાં કટ્ટીનીની છત થઈ. છેવટે દશ દિવસ સુધી કુબેરસેનાએ સ્તનપાન કરાવવાની માગણી કરી, ત્યારબાદ એ નક્કી થયું કે બન્ને બાળકોને ક્યાંક મૂકી દેવાં. એના ભાગ્ય એની પાસે. બાળકને મૂકી દેવાની આ વાત સ્મરણમાં આવતાં કુબેરસેનાના હૃદયમાં પુનઃ વેદના થઈ: અરે ! આવા ફૂલ જેવા સુકોમળ અને સુંદર બાળકોને શું આમ ત્યજી દેવા પડશે ?' હૈયું ના પાડે છે, દીલ બળી જાય છે. ચિત્ત, આકુળવ્યાકુળ થાય છે. છેવટે નિર્ણય મુજબ એક સુંદર પેટી તૈયાર કરી, જેમાં મખમલની ગાદી બીછાવી અને બન્ને બાળકોને સુવાડી દીધા. પછી બે મુદ્રિકાઓ બન્નેની આંગળીએ પહેરાવવામાં આવી. તેમાં પુત્રની મુદ્રિકા પર કુબેરદત્ત અને પુત્રીની મુદ્રિકા પર કુબેરદત્તા એવું નામ કોતરાવવામાં આવ્યું હતું. છેવટનું આલિંગન દઈ ચુંબનોથી બાળકને ન્હવડાવી દીધા. આંખમાંથી તો બોર જેવડાં ઉનાં આંસુ સરી રહ્યા હતાં, હૃદય ફાટફાટ થઈ રહ્યું હતું. રડતાં હૃદયે પેટી બંધ કરી નગર બહાર જઈ તેને યમુના નદીમાં મૂકી દીધી. પાછા વળતાં એનાં પગ ઉપડતા ન હતા. હૈયું ભાંગીને ભુક્કો થઈ ગયું હતું.
લાકડાની પેટી યમુના નદીના પ્રવાહમાં તણાતી તણાતી સવારના સમયે સૌરીપુરી નગરીએ આવી પહોંચી. ત્યાં સ્નાન કરવા આવેલા બે નાગરિકોએ જોઈ અને તેમના આનંદની અવધિ ન રહી. એ બોલી ઉઠ્યા કે: “અરે ! આજ તો ન્હાલ થઈ ગયા સમજો, કારણ કે પેટીના રૂપ-રંગ જ કહી આપતા હતા કે એમાં હજારો લાખ્ખોની કીક્ત ભરી હશે ! બન્નેએ નિર્ણય કરી લીધો કે સરખે ભાગે વહેંચી લેવું. પરોપકારના કામમાં માણસો આનાકાની કે હા ના કરે છે પણ આ તો ધનનો ડલ્લો નજર સામે હતો. એટલે તેમાંના એક જણે લંગોટી મારી અને નદીમાં પડતું મૂક્યું.
જો ક્ષણનો પણ વિલંબ થાય તો પેટી ક્યાંની ક્યાં વહી જાય. તરત જ તેણે પેટી હાથ કરી. કિનારે આવી, એને ઉઘાડી જોતાં જ તેમાં બે બાળકો
હે જીવ! તું પ્રમાદમાંથી જાગી જા, પાપથી ભાગી જા અને આરાધના માં લાગી જા.