Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1193
________________ સતી સુભદ્રાની કથા ૮૯૭ ચીકણાં કમોનો ચૂરો કરી ઘાતિકર્મનો વિનાશ કરી કેવળજ્ઞાન પામી, અને જગતના જીવોને ઉદ્ધારનો માર્ગ ચીંધ્યો. કૈક આત્માઓ કલ્યાણ સાધી ગયા. અંતે અઘાતી કર્મોનો વિનાશ કરી સતી સુભદ્રા મુક્તિપુરીમાં હંમેશ માટે સીધાવી ગયા. જ્યાં શાશ્વત આનંદને લુંટવા લાગ્યા. શિયળનો મહિમા અપરંપાર છે, એ વાતને આ કથા કહી જાય છે. વંદન હો સતી સુભદ્રાને ! વસ્તુપાલ તેજપાલે કરેલી જિન ભકિત * વસ્તુપાલ તેજપાલે આબુની ધરતી ઉપર ૧૨,૫૩૦૦,૦૦ દ્રવ્ય ખર્ચી જિનનાલય બંધાવ્યું જેનું નામ “લુસિગવસહી' છે. * શત્રુંજય ઉપર ૧૮ કરોડ ૮૬ લાખ દ્રવ્ય વાપર્યું. * ગીરનાર ઉપર ૧૨ કરોડ ૮૦ લાખ દ્રવ્ય વાપર્યું સર્વ તીથોમાં સોનાના અલંકારો ભેટ આપ્યા. * પેથડમંત્રીએ ૮૪ જિનમંદિર બનાવ્યા તથા ૫૬ ઘડીસોનું ગિરનાર - ઉપર અને ૨૧ ઘડીસોનું શત્રુંજય ઉપર ચડાવો લઈ પૂજા કરી હતી. * થરાદના આભુ સંઘવી એ શત્રુંજયના સંઘમાં ૧૨ ક્રોડ સોના મહોરો ખર્ચી હતી. ૬ લાખ ૩૦ હજાર પુસ્તકો લખાવ્યા. તથા ૩૦૦ સાધર્મિકોને પોતાના સરખા બનાવ્યા. - વસ્તુપાળ તેજપાળના સુકૃતો ૩૦૦-શિખરબંધી જિનાલય, ૩ લાખ દ્રવ્ય ખર્ચી શત્રુંજય પર તોરણ બાંધ્યું. ૩૨૦૩-જીણોદ્ધાર વર્ષમાં ૩ વાર સંઘ પૂજન તથા ૧,૦૫૦૦૦નવીન સ્વામી વાત્સલ્ય કરતાં જિનબિંબો ભરાવ્યા. ૯૮૪-પૌષધશાળા, ૧૦૦૦-સિંહાસન મહાત્માઓ માટે કરાવ્યા. ૮૮ર-વેદશાળા, ૨૧ મુનિને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. ૭૦૧-તપસ્વીને રહેવાના મઠો, ૧૦૦-દાનશાળાઓ બંધાવી ૩૫ લાખ દ્રવ્ય ખર્ચા જ્ઞાન ભંડાર બનાવ્યો, ૪૦૦-પાણીની પરબ બંધાવી, ૩ લાખ દ્રવ્ય ખર્ચે ખંભાતમાં જ્ઞાન ભંડાર, ૩૫-ગઢ કરાવ્યા ૫૦૦-સિંહાસન હાથી દાંતના ૧૮ વર્ષ સુધી વ્યાપાર કર્યો. ૭૦૦-નિશાળ ભણવા માટે ૧૨-શત્રુંજયગઢ સંઘ લઈ ગયા ૧૦૦૦ વખત સંઘપૂજા કરી, પાપ ન છોડી શકો તો કાંઈ નહીં પણ, પાપનો પક્ષપાત તો જરૂર છોડો.

Loading...

Page Navigation
1 ... 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214