________________
કુબેરદત્તાની કથા
91
૮૮૫
આ કથની સાંભળતાં કુબેરસેનાનાં હૈયાના તાર તૂટી ગયા અને એને ભારે વ્યથા થઈ: ‘અરે ! મેં કેવું ભયંકર પાપ કર્યું ! કેવું અધમ કૃત્ય આચર્યું હવે મારી શી ગતી થશે? તે પારાવાર પશ્ચાતાપ કરવા લાગી. કુબેરદત્તને પણ જાણ થઈ અને તેને પણ અત્યંત દુઃખ થયું, અત્યંત પશ્ચાતાપ થયો અને દીલમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. જેથી તેણે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર એ એક ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. અધમ અને મહાપાપીઓ પણ તેના પ્રતાપે ભવસાગરથી પાર પામ્યા છે. હિંસક, ક્રૂર અને દુરાચારી આત્માઓનો પણ ચારિત્રથી ઉદ્ધાર થયો છે.
કુબેરસેના પણ શ્રાવિકા બની અને ચારિત્રની ભાવના રાખી જીવનને ઉજ્જવળ બનાવવા લાગી.
આ ત્રણે આત્માઓમાં અંતે જે ઉત્તમ ભાવનાઓ પ્રગટી, તે આપણામાં પણ પ્રગટે અને જીવન સદાચારથી પવિત્ર અને નિર્મળ બને, તેમ આત્મા જલદી પરમાત્મ પદને પામે એ જ એક અભિલાષા.
ન બોલવામાં નવ ગુણ ૧. કલેશની પરંપરા વધે નહીં. ૨. મૌન કરવાથી કર્મબંધ અટકી જાય. ૩. ઓછું બોલવાથી વૈર વિરોધ થાય નહિ. ૪. ઓછું બોલવાથી વાદ વિવાદ થાય નહિ. ૫. મૌન ધારણ કરનારે અસત્ય ભાષાનો દોષ લાગતો નથી. ૬. મૌનથી ક્રોધ કરનારને અસત્ય ભાષાનો દોષ લાગતો નથી. ૭. ન બોલવાથી મર્યાદા જળવાય મોટા નાનાનો વિવેક જળવાય. ૮. જે માણસ બોલતો નથી તેને પસ્તાવાનો વખત આવતો નથી. ૯. સમજદાર માણસ કારણ વગર બોલે નહિ અને કોઈને સાથ બગાડે નહિ.
ચકવર્તીના ચૌદ રત્નના નામ ? ૧) ચક્ર, ૨) છત્ર, ૩) દંડ, ૪) મણિ, ૫) કાગિણી, ૬) સેનાપતિ, ૭) ગાથાપતિ, ૮) પુરોહિત, ૯) સુત્રધાર, ૧૦) સ્ત્રી, ૧૧) ઘોડા, ૧૨) હાથી, ૧૩) ચર્મ, ૧૪) તલવાર.
આ ૧૪ રત્નો 1000 યક્ષોથી અધિષ્ઠિત હોય છે. એઓનો સ્પર્શ પણ આરોગ્ય આપનાર હોય છે.
લાકડાની હોળીને પાણી ઠારે, કાળજાની હોળીને જિનવાણી કારે.