Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1207
________________ ૮૯૧ રત્નત્રયી ઉપાસના કરી હતી. તેર કાઠીયાની સમજ ૧. આળસ - દેવ-ગુરુ પાસે જતાં આળસ થાય ૨. મોહ - સ્ત્રી પુરૂષ વિગેરેથી વિંટળાઈ રહે ૩. અવિનય - ગુરુ કંઈ ખાવા નહીં આપે ધંધો કરીશું તો મળશે ૪. અભિમાન - મનમાં મોટાઈ રાખી પછી ગુરુ પાસે જાય ૫. કોધ - ગુરુ પાસે આક્રોશ પૂર્વક બોલે ૬. પ્રમાદ - પ્રમાદમાં પડ્યો રહે કુપણ - આ ગુરુ તો પૈસા ખર્ચાવે છે- માટે નથી જવું ૮. | ભય - ગુરુ પાસે વ્રત પચ્ચકખાણ કરે ૯. શોક - શોકના યોગ ગુરુ પાસે ન જાય ૧૦. અજ્ઞાન - અજ્ઞાનતાથી ગુરુ પાસે ન જાય ૧૧. વિકથા - અનુચિત વાતો કરવામાં તત્પર ૧૨. કૌતુક - માર્ગમાં કૌતુક જોવા ઉભો રહે * ૧૩. વિષય - કામભોગમાં આસક્ત હોવાથી ગુરુ પાસે ન જાય હે પરમ કૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરૂષનો મૂળમાર્ગ આપ શ્રીમદ્ અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો એટલું માગું તે સફળ થાઓ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ - કવિશ્રી લાકડાની હોળીને પાણી ઠાર, કાળજાની હોનીને જિનવાણી ઠારે.

Loading...

Page Navigation
1 ... 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214