Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar
________________
૮૯૬
રત્નત્રયી ઉપાસના
ક્ષમાપના
હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર'કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ !
હે ભગવાન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.
હે પરમાત્મા ! તમારા કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું. નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂં, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે.
આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાતાપ કરૂં છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરૂં છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !
હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું
નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.
卐医
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
ત
શબ્દોના માધ્યમે હૈયું હોઠ પર બેસે એનું નામ પ્રાર્થના.
Page Navigation
1 ... 1210 1211 1212 1213 1214