Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1205
________________ માતા-પિતાની છત્ર છાયામાં. ૮૮૯ માતા-પિતાની છત્ર છાયામાં હયાત માતા-પિતાની છત્ર છાયામાં વ્હાલપણાના બે વેણ બોલતા, નીરખી લેજો હોઠ અડધા બીડાય ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજે હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે - પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે અડસઠ તિરથ તેના ચરણોમાં બધા આવી મળે સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં પછી કિનારે છીપલા વીણીને શું કરશો? હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો? શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનશે હેતથી હાથ પકડીને જરૂર તીર્થ યાત્રાએ જજો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો? પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને “બેટા' કહેનાર નહીં મળે, પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો? ધનને” આપણે સાચવવું પડે છે, જ્યારે “ધર્મ' આપણને સાચવે છે.

Loading...

Page Navigation
1 ... 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214