________________
८८८
જયપતાકા ફેલાવી સ્વર્ગે સીધાવ્યા.
Fors
વંદન હો એ મહાપુરૂષને !
આ મહાપુરૂષનું અદ્ભુત જીવનચરિત્ર શ્રવણ કરતાં રૂંવાડા ખડા થઈ
જાય છે અને આજે પણ લાખ્ખો જનો તેમનું નામ સ્મરણ કરી જીહ્વા પાવન
કરે છે.
રત્નત્રયી ઉપાસના
卐卐
-: જ્ઞાનગોષ્ઠી :
* આશાતના એટલે શું ? તે કેટલી છે ? અને કઈ ? * લાભને બદલે નુકશાન થાય તેવું જિનાલય સંબંધી અયોગ્ય વર્તન તે આશાતના. આશાતના ૧૦ છે. ૧. તંબોલ પાન ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. જોડા પહેરવા, ૫. મૈથુન સેવવું, ૬. સુઈ જવું, ૭. થુંકવું, ૮. પેશાબ કરવો, ૯. સંડાસ જવું, ૧૦. જુગાર રમવો. . * પર્વ તિથિએ લીલું શાક કેમ ન ખવાય ?
3.
કારણ કે પર્વ તિથિએ ચંદ્ર, પૃથ્વી અને શરીર ત્રણે સીધી પંક્તિમાં આવતા દરિયાના પાણીની જેમ શરીરના પાણીમાં પણ ફેરફાર થાય છે. જેથી અગ્નિતત્ત્વ મંદ અને વાયુ તત્ત્વ વધે છે જે મગજમાં ચડી વિકૃતિપેદા કરે છે અને શર્દી વિગેરે રોગો પણ તેનાથી થાય છે. લીલા શાકભાજીમાં ૯૦% પાણી હોય છે, તે ન ખાવાથી પાણી તત્ત્વ કાબુ રહી શકે તે માટે, તેમજ સ્વાદિષ્ટ હોવાથી રાગ પેદા કરે છે. એક દિવસ આવું ન ખાવાથી મન ઉપર કાબુ મેળવી સંયમી થવાય છે. * કાંદા બટાટા વિગેરે બધા કંદમૂળો ખાવામાં શું પાપ ? * એક સુઈના અગ્રભાગ જેટલા અંશમાં અનંતા જીવો રહેલા છે, કંદમૂળ ખાવાથી વિકાસ વાસના પણ વધે છે.
* બટાટાની વેફર તો તળાઈ જાય તો પછી કેમ ન ખવાય ? વેર વિગેરેમાં તો આપના નિમિત્તે જ જીવોની હત્યા થાય તેનાં ઘાતમાં નિમિત્ત આપણે બનીએ માટે તેમજ તે જોઈને બીજા પણ આવી પ્રવૃત્તિ કરે તે દોષના આપણે ભાગીદાર બનીએ છીએ.
Tayl
પ્રેમ ! એ પ્રથમ આપવાની અને પછી લેવાની વસ્તુ છે.