Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1200
________________ ८८४ રત્નત્રયી ઉપાસના - - ૪ તું મારા ભાઈનો પુત્ર છે, એટલે મારો ભત્રીજો થાય છે. ૫ તું મારી માતાના પતિનો ભાઈ છે, એટલે મારો કાકો છે, ૬ મારી શોકનો પુત્રનો પુત્ર હોવાથી તું મારો પૌત્ર છે. વળી તેણે આગળ જણાવતાં કહ્યું કે તારા પિતા સાથે પણ મારે છ પ્રકારના સંબંધ છે. જો સાંભળ. ૭ તારો પિતા અને હું એક જ માતાના ઉદરે જન્મેલા છીએ, એટલે તે મારો ભાઈ છે. ૮ અને તે મારી માતાનો ભર્તાર થવાથી મારો પિતા થાય છે. ૯ અને તે મારા કાકાનો પિતા છે તેથી મારો વડદાદો થાય છે. ૧૦ અને તે પ્રથમ મને પરણેલો છે, તેથી મારો ભર્તાર પણ થાય છે. ૧૧ અને મારી શોક્યનો પુત્ર છે, તેથી મારો પણ પુત્ર છે. ૧૨ વળી મારા દિયરનો પિતા થાય છે તેથી મારો સસરો છે. હવે તારી માતા સાથે પણ છ પ્રકારનો મારો સંબંધ છે, તે સાંભળ. ૧૩ જે તારી માતા છે તે મને પણ જન્મ આપનારી છે; માટે મારી પણ . જનેતા-માતા છે. ૧૪ અને વળી મારા કાકાની માતા છે તેથી મારી દાદી થાય છે. ૧૫ વળી મારા-ભાઈની સ્ત્રી છે, તેથી મારી ભોજાઈ થાય છે. ' ૧૬ અને તે મારા શોક્યના પુત્રની સ્ત્રી હોવાથી મારી પુત્રવધુ થાય છે. ૧૭ અને તે મારા ભર્તારની માતા છે. તેથી મારી સાસુ પણ થાય છે. ૧૮ તેમ જ મારા ભાઈની બીજી સ્ત્રી થઈ માટે મારી શોક્ય છે. આ રીતે તારે ને મારે ૧૮-૧૮ પ્રકારના સંબંધ છે. તું શા માટે રડે છે ! કેમ રડે છે ! આ વાત બીજા ખંડમાં રહેલી કુબેરસેનાએ સાંભળી અને તેને થયું કે સાધ્વીજી આમ અજુગતું કેમ બોલી રહ્યા છે ? સાધ્વીજી થઈને અસત્ય કેમ બોલે છે? તરત જ તે ત્યાં આવી અને સાધ્વીજીને પૂછવા લાગી સાધ્વીજી મહારાજ ! આમ અજુગતું કેમ બોલો છો ! કુબેરસેનાની વાત સાંભળી સાધ્વીજી મહારાજે કહ્યું: ‘બહેન ! આ સંસારમાં શું નથી બનતું? એમાં કંઈજ અજુગતું નથી.” પછી અથથી ઇતિ સુધી તમામ કથની અને બનેલી તમામ હકીકત સાધ્વીજીએ કહી સંભળાવી. મન. સરકાર કાકડક આજનો માણસ ઘડિયાળની કિંમત જાણે છે, પણ સમયની કિંમત નથી જાણતો.

Loading...

Page Navigation
1 ... 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214