Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1199
________________ 228 કુબેરદત્તાની કથા OCT આ બધું જ્ઞાનથી સાક્ષાત નિરખતાં તેનાં હૈયામાં પારાવાર વેદના જન્મી. તેને થયું કે ત્યાં જઈને એમને હું સમજાવું અને સન્માર્ગે વાળું. ગુરુણીની આજ્ઞા લઈ કુબેરદત્તા સાધ્વી મથુરા પ્રતિ પ્રયાણ કરે છે. થોડા દિવસમાં જ ત્યાં પહોંચી જાય છે. એ તો જ્ઞાની હતા એટલે કોઈને પૂછવાની જરૂર નહોતી કે કુબેરસેના વેશ્યાનું ઘર કયાં છે ! સઘળો સાધ્વીસમુદાય એ જ શેરીમાં કુબેરસેનાનાં ઘર સમીપ પહોંચી ગયો. આ સમયે કુબેરસેના ઝરૂખામાં ઉભી ઉભી પોતાના પ્રાણનાથની રાહ જોઈ રહી હતી કે ક્યારે મારા પ્રાણનાથ આવે ! ત્યાં તો તેને આ અવનવું દશ્ય જોવા મળ્યું. સાધ્વીગણ તો તેના ઘરની નીચે આવી ઉભો અને પૂછ્યું કે “અહીં અમને ઉતરવા માટે જગ્યા મળશે ?' કુબેરસેનાને ભારે આશ્ચર્ય થયું. એણે મનમાં જ વિચાર્યું કે એમને ખબર નહિ હોય કે આ તો વારાંગનાનું ઘર છે ! આ કોઈ વણિકનું ઘર નથી ! તેણે જણાવ્યું. અહીં આપને ઉતારવામાં કંઈ હરકત નથી, પણ આ વેશ્યાગૃહ છે !' આ વાત સાંભળી સાધ્વીજી-મહારાજે કહ્યું “ભલે! અમને કંઈ હરકત નથી, અગર તમને કંઈ હરકત ન હોય તો! કુબેરસેના તો અત્યંત રાજી થઈ કે આવા પુણ્યાત્માઓ આપણાં આંગણે ક્યાંથી? ભલે પધારો તેમના માટે તેણે જુદો નિવાસ આપ્યો. અને તેમને જોઈતી સગવડ આપી. તેમની મીઠી વાણી સાંભળી કુબેરસેનાનું હૃદય ઉલ્લસિત બન્યું. આમ કેટલાય દિવસ વ્યતીત થયા. સાધ્વીજી મહારાજ તો જ્ઞાની અને ગંભીર હતા. એમ થોડા જ ઉતાવળા થાય? એમ ઉતાવળે આંબા ન પાકે. એ તક જોઈને સમજાવવા માંગતા હતા. કુબેરસેનનો પુત્ર ઘોડીયા-પારણામાં ઝુલી રહ્યો હતો અને રડી રહ્યો હતો. સાધ્વીજીએ એ તક સાધી અને કહ્યું અરે બાળક ! તું શા માટે રડે છે ? અમે તો તારા સંબંધી છીએ. તું રડીશ નહિ. એમ તેમણે તો બાળકને છાના રાખવાના બહાને મધુર હાલરડાં ગાવા માંડ્યાં અને એ હાલરડામાં જે કંઈ કહેવાનું હતું તે શરૂ કર્યું. અરે! ભાઈ! તારે અને મારે છ પ્રકારના સંબંધ છે. જો સાંભળ. ૧ તારી અને મારી માતા એક છે, એટલે તું મારો ભાઈ છે. ૨ તું મારા ભરનો પુત્ર છે એટલે મારો પુત્ર છે. ૩ મારા ભર્તારનો લઘુ બંધુ છે, એટલે મારો દિયર થાય છે. પ્રેમ હળવો છે, તેથી તેનો ભાર લાગતો નથી.

Loading...

Page Navigation
1 ... 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214