________________
८७८
રિક
રત્નત્રયી ઉપાસના
* કુબેરદત્તાની કથા ૪ વિશ્વમાં અનેકવિધ વિચિત્ર ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. કર્મની લીલા અકળ છે. ભલભલા માંધાતાઓ એના પાશમાં પટકાઈ પડ્યા, ત્યાં સામાન્ય માનવીનું શું ગજું ?
સૈકાઓ પૂર્વની જુગજુની આ એક ઐતિહાસિક ઘટના છે. તે કાળે મથુરા નગરીની જાહોજલાલી મધ્યાહ્નના સૂર્યની જેમ તપી રહી હતી, તે નગરીમાં કુબેરસેના નામે પ્રસિદ્ધ ગણીકા હતી, જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે ! રૂપના પૂજારીઓ અને કામવાસનાના ભૂખ્યા માનવીઓ તેના આંગણે આળોટતા હતાં, એકદા કુબેરસેનાના પેટમાં શૂળ ઉપડ્યું, જેથી કુશળ વૈદ્યોને બોલાવવામાં આવ્યા, કુશળ વૈદ્યોએ નાડી પરીક્ષાથી વ્યથાનું નિદાન જાણી લીધું અને કહ્યું કે શૂળનું બીજુ કંઈ કારણ નથી. તેને ગર્ભ રહ્યો છે, તેના કારણે જ આ પીડા ઉત્પન્ન થઈ છે. આ વાત સાંભળી તેની કુટ્ટિનીએ કુબેરસેનાને કહ્યું બેટા ! કુબેરસેના ! હજી તો બાળક ગર્ભમાં છે છતાંય આટઆટલી વેદના સહવી પડે છે, તેથી અધિક તો પ્રસવ પીડાનું દુઃખ સામે જ છે અને જમ્યા પછી પણ બાળકોની સાર સંભાળ-આળ પંપાળ કરવી એટલે પારાવાર દુઃખ અનુભવવું પડશે, આપણો ધંધો રૂપ અને યૌવનને આભારી છે. રૂપ અને યૌવન કરમાઈ જતાં કોઈ આપણો ભાવ પણ નહિ પૂછે, બાળકના જન્મથી રૂ૫ અને યૌવન ઓસરી જશે અને એક ભયંકર જંજાળ ઉભી થશે માટે આ ગર્ભને તું પાડી નાખ. ચિંતા કરીશ નહિ, હું બધુંય સંભાળી લઈશ, કબેરસેનાને કટ્ટીનીની આ વાત હૃદયમાં વજઘાત જેવી લાગી. તેણીને અપત્યપ્રેમ ઉભરાયો. ભલે એનો ધંધો નીચ હતો, પણ હૃદય નીચ નહોતું. હૃદયનાં ઉડાણમાં વાત્સલ્યનો ઝરો વહેતો હતો અને તેણે એ પણ સાંભળ્યું હતું કે આમ ગર્ભપાત કરવા કે ભૂણ હત્યા કરવી એ મહાપાપ છે એટલે એનું હૃદય કંપતું હતું જેથી તેણે સાફ ના પાડી દીધી અને કહી દીધું કે ભલે ગમે તેટલી વેદના થશે તે હું સહી લઈશ પણ બાળકનું મુખ મને જેવા દે. કુબેરસેનાની આ વાતથી કુદીની ચૂપ થઈ પણ એનું અંતર તક શોધી રહ્યું હતું.
નવ માસ પૂર્ણ થયે તેણે એક સાથે બે બાળકને જન્મ આપ્યો. જેમાં એક પુત્ર અને એક પુત્રી હતી. બન્ને દેવકુમાર જેવા દેદીપ્યમાન અને રૂપાળા
પોતાનાથી નાની વ્યક્તિ ને પણ “માન’ આપવું એજ ખરી મોટાઈ છે.